રાષ્ટ્રપતિ સચિવાલય
બુદ્ધપૂર્ણિમાની પૂર્વસંધ્યા પર રાષ્ટ્રપતિના અભિનંદન
प्रविष्टि तिथि:
06 MAY 2020 5:06PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે બુદ્ધપૂર્ણિમાની પૂર્વસંધ્યાએ એમના સંદેશમાં જણાવ્યું છે કેઃ-
“બુદ્ધપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે હું મારા સાથી નાગરિકો અને દુનિયાભરમાં ફેલાયેલા ભગવાન બુદ્ધના અનુયાયીઓને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું.
ભગવાન બુદ્ધનો સંદેશ આપણને પ્રેમ, સત્ય, કરુણા અને અહિંસા સાથે માનવજાતની સેવા કરવા પ્રેરિત કરે છે. એમનું જીવન અને એમના આદર્શો આપણા સમાનતા, સંવાદિતતા અને ન્યાય જેવા શાશ્વત મૂલ્યોમાં અમારા વિશ્વાસને દ્રઢ કરે છે.
જ્યારે આપણે કોવિડ-19 સ્વરૂપે અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યાં છીએ, ત્યારે આપણે જરૂરિયાતમંદોની મદદ કરવા આગળ આવવું પડશે અને ભગવાન બુદ્ધે કંડારેલા માર્ગે ચાલવું પડશે. આ પવિત્ર તહેવાર આપણને ભગવાન બુદ્ધના ઉપદેશોને જીવનમાં ઉતારવા પ્રેરિત કરે અને આપણી વચ્ચે ભાઇચારાની ભાવનાને મજબૂત કરે એવી કામના.”
GP/DS
(रिलीज़ आईडी: 1621597)
आगंतुक पटल : 295