વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
ચેપ સામે લડવા માટે CIMAPના હર્બલ ઉત્પાદનો રોગ પ્રતિકારક ક્ષમતા વધારી શકે છે
Posted On:
26 APR 2020 6:30PM by PIB Ahmedabad
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિનલ એન્ડ એરોમેટિક પ્લાન્ટ્સ (CIMAP), લખનઉના સંશોધકોએ વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત બને નવા હર્બલ ઉત્પાદનો વિકસાવ્યા છે. આ હર્બલ ઉત્પાદનો રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે સાથે જેનો સીધો સંબંધ કોવિડ-19ના ચેપ સાથે માનવામાં આવે છે તેવી સુકી ઉધરસના લક્ષણો ઘટાડવામાં પણ મદદરૂપ થઇ શકે છે.
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)ની ઘટક પ્રયોગશાળા CIMAP એ પોતાના હર્બલ ઉત્પાદનો ‘સીમ-પોષક’ અને ‘હર્બલ કફ સીરપ’ની ટેકનોલોજીને ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ કંપનીઓને હસ્તાંતરિત કરવાનો નિર્ણય લીધો છે. આ બંને ઉત્પાદનો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક જોવા મળ્યા છે. આ બંને ઉત્પાદનોમાં પુનર્નવા, અશ્વગંધા, મુલેઠી, હરડે, બહેડા અને સતાવરી સહિત 12 મૂલ્યવાન જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
CIMAPના નિદેશક ડૉ. પ્રબોધ કે. ત્રિવેદીએ કહ્યું હતું કે, “આ હર્બલ ઉત્પાદનોના નિર્માણ માટે સંસ્થા સ્ટાર્ટ-અપ કંપનીઓ અને ઉદ્યમીઓ સાથે કરાર કર્યા પછી તેમને પાઇલટ સુવિધા પૂરી પાડશે. CIMAPમાં સ્થિત આ પાઇલટ પ્લાન્ટ અત્યાધુનિક સુવિધાઓ અને ગુણવત્તા નિયંત્રણ સેલથી સજ્જ છે.”
CIMAPના મુખ્ય સંશોધક ડૉ. ડી. એન. મણીએ જણાવ્યું હતું કે, “વૈજ્ઞાનિક અભ્યાસોમાં ‘સીમ પોષક’ને બજારમાં ઉપલબ્ધ અન્ય પ્રતિકારકતા વધારનારા ઉત્પાદનોની તુલનાએ બહેતર માનવામાં આવ્યું છે. આ અન્ય ઉત્પાદનોની તુલનાએ સસ્તુ પણ છે અને તે જૈવિક પરીક્ષણોમાં સુરક્ષિત તેમજ અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રકારે, હર્બલ કફ સીરપને આયુષ મંત્રાલયના નવીનતમ દિશાનિર્દેશોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે અને તેને આયુર્વેદના ‘ત્રિદોષ’ સિદ્ધાંતના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
સ્વાસ્થ્યના નિષ્ણાતોના મતાનુસર, કોરોના વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિની રોગ પ્રતિકારક પ્રતિક્રિયાને મર્યાદિત કરી દે છે. એવું પણ જોવા મળ્યું છે કે, આ મહામારી મોટાભાગે ઓછી રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકોને વધુ અસર કરે છે. વિશષજ્ઞો માને છે કે, રોગ પ્રતિકારક તંત્રમાં સુધારો લાવવાથી ચેપની અસર ઘટાડવામાં મદદ મળે છે અને કોવિડ-19 સામે લડવામાં તે અસરકારક પૂરવાર થાય છે.
GP/DS
(Release ID: 1618504)
Visitor Counter : 256