ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય

FCI દ્વારા લૉકડાઉન દરમિયાન 20 દિવસમાં 1000 ટ્રેનનું ભારવહન કરવામાં આવ્યું

Posted On: 13 APR 2020 9:04PM by PIB Ahmedabad

ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (FCI) દ્વારા 24.૦૩.2020થી લઈને લૉકડાઉનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન આશરે ૩ મિલિયન મેટ્રિક ટન (MMT) ખાદ્યાન્ન સામગ્રીથી ભરેલી 1000 ટ્રેનો (રેક્સ)નું ભારવહન કરીને એક દુર્લભ ગૌરવ પ્રાપ્ત કરવામાં આવ્યું છે. તેમણે આ સમયગાળા દરમિયાન દેશના જુદા-જુદા રાજ્યોમાં આશરે 950 રેક્સ (આશરે 2.7 MMT) પણ પહોંચાડ્યા છે. એક સરેરાશ અનુસાર FCI લૉકડાઉન શરુ થયું તે દિવસથી લઈને દરરોજ આશરે ૩ લાખ મેટ્રિક ટન (પ્રત્યેક 50 કિલોના અંદાજીત 60 લાખ થેલાઓ) લાવવા અને લઇ જવાનું કામ કરી રહી છે કે જે તેની સામાન્ય સરેરાશ કરતા બમણા છે.

FCI દ્વારા પહેલેથી જ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન શરુ થયું ત્યારથી રાજ્ય સરકારોને જુદી-જુદી યોજનાઓ અંતર્ગત આશરે 5.9 MMT ખાદ્યાન્ન સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે. તેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત પ્રતિદિન આશરે 2.95 લાખ MTની સરેરાશ મુજબ આશરે 2 MMT ખાદ્યાન્ન સામગ્રીનો પણ સમાવેશ થાય છે. FCIની આ સંપૂર્ણ કાર્ય ટુકડી દેશના પ્રત્યેક દૂરસુદૂરના વિસ્તારો જેવા કે અંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ, લેહ, અરુણાચલ પ્રદેશ વગેરે સુધી 24/7ના આધાર પર સામગ્રી પહોંચાડવાનું કામ કરી રહી છે અને તેઓ એ બાબતની પણખાતરી કરી રહ્યા છે કે દરરોજ આશરે 6 લાખ મેટ્રિક ટન (દરેક 50 કિલોના આશરે 1.2 કરોડ થેલા) ખાદ્યાન્ન સામગ્રીના આવાગમન અને પહોંચાડવાની સંયુક્ત કામગીરી કોઇપણ પ્રકારના અવરોધ વિના ચાલતી રહે. નિયમિતપણે NFSA માટે જથ્થોઅને અન્ય વધારાની જરૂરિયાતો પૂરી પાડવાની સાથે સાથે FCI એ બાબતની પણ ખાતરી કરી રહી છે કે કોવીડ-19ના રોગચાળાના કારણે ભોજનસામગ્રીની અછતનો સામનો કરી રહેલા લોકો માટે રાહત કાર્યો ચલાવવા માટે સેવાભાવી સંસ્થાઓ NGO અને કલ્યાણ સંસ્થાઓને ખાદ્યાન્ન સામગ્રીનો આ જથ્થો રાહતના દરે ઉપલબ્ધ થઇ શકે.


(Release ID: 1614248) Visitor Counter : 220