શ્રમ અને રોજગાર મંત્રાલય

શ્રમ મંત્રાલયે તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને સેસ ભંડોળનો ઉપયોગ બાંધકામમાં લાગેલા શ્રમિકોના કલ્યાણ માટે કરવાની સલાહ આપી

Posted On: 24 MAR 2020 3:32PM by PIB Ahmedabad

કોવિડ-19ના ફેલાવાની પૃષ્ઠભૂમિ અંતર્ગત સરકાર દ્વારા શ્રમિકોને રાહત આપવા માટે અનેક ઉપાયો કરવામાં આવી રહ્યા છે. બિનસંગઠિત બાંધકામ ક્ષેત્રના શ્રમિકો જેમની કમાણી તેમનું દૈનિક શ્રમ છે, તેમની સહાયતા કરવા માટે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી સંતોષ કુમાર ગંગવારે તમામ મુખ્યમંત્રીઓ / તમામ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલો માટે આજે માર્ગદર્શિકા જાહેર કરી છે. મકાન નિર્માણ અને અન્ય નિર્માણ કાર્ય કાયદો 1996ની કલમ 60 અંતર્ગત તમામ રાજ્ય સરકારો / કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે તેઓ બીઓસીડબ્લ્યુ સેસ કાયદા અંતર્ગત શ્રમ કલ્યાણ બોર્ડ દ્વારા એકત્રિત કરવામાં આવતા સેસ ભંડોળમાંથી ડીબીટી મોડના માધ્યમથી બાંધકામ મજૂરોના ખાતામાં રકમ હસ્તાંતરિત કરી આપે. સેસ ભંડોળના રૂપમાં આશરે 52000 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે અને લગભગ ૩.5 કરોડ બાંધકામ શ્રમિકો આ નિર્માણ કલ્યાણ બોર્ડની સાથે નોંધાયેલા છે.

GP/RP



(Release ID: 1613988) Visitor Counter : 222


Read this release in: English , Marathi , Hindi , Tamil