વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન-ઇન્ડિયા તરફથી ઇનોવેટિવ નાગરિકોને ‘ચેલેન્જ કોવિડ-19 કોમ્પિટીશન’ (C3) માટે આમંત્રણ


લોકોને ખાસ કરીને લૉકડાઉનના સમયે ઘરમાં રહીને લાભદાયી, પોષણ યુક્ત તંદુરસ્ત આહાર અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે તેવા ઇનોવેટિવ આઇડિયા રજૂ કરવા માટે પણ આમંત્રણ

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આષુતોષ શર્માએ જણાવ્યું કે “આ પહેલને કારણે લોકોને જાણકારી તો મળશે જ પણ સાથે-સાથે સમાજના વિવિધ વર્ગોના અને ભિન્ન પૃષ્ઠભૂમિ ધરાવતા લોકો ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલા રહેશે, નવા ઉપાયો મળશે અને લોકો તેનો અમલ પણ કરશે"

Posted On: 04 APR 2020 5:16PM by PIB Ahmedabad

એવા સમયે કે જ્યારે દેશ કોરોના મહામારીને કારણે મોટી કટોકટીનો સામનો કરી રહ્યો છે ત્યારે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત સ્વાયત્ત સંસ્થા નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન- ઇન્ડિયા (એનઆઈએફ) ઇનોવેટિવ નાગરિકોને ચેલેન્જ કોવિડ-19 કોમ્પિટિશન (C3)’માં સામેલ થવા અનુરોધ કરી રહી છે આમંત્રણ આપી રહી છે.

રસ ધરાવતા તમામ લોકોને ઘરેથી જ આ લાભદાયી પ્રવૃત્તિમાં જોડવા માટે ઇનોવેશન મારફતે પ્રસારને આગળ વધતો અટકાવવા અથવા તો તેને નિયંત્રિત કેવી રીતે કરવો અથવા કોરોનાવાયરસનુ ટ્રાન્સમિશન કેવી રીતે ઘટાડવુ તે અંગે પોતાના સર્જનાત્મક વિચારો રજૂ કરીને આ સ્પર્ધામાં સામેલ થઈ શક છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાના હાથ, શરીર અને ઘરની વસ્તુઓ કે જાહેર સ્થળોને સેનેટાઈઝ કરવા જેવી પ્રવૃત્તિઓ માટે તથા લોકોને ને ખાસ કરીને મોટી ઉંમરના લોકોને અને એકલા રહેતા લોકો કે જેમને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી નડી રહી છે તેવા લોકોને આવશ્યક વસ્તુઓ અને સેવા કેવી રીતે પહોંચાડવી તે અંગેના આઇડિયા, આવશ્યક ચીજો ડોર-ટુડોર પહોંચાડવા અંગેના આઇડિયા મોકલાવી શકે છે.

લોકોને ઘરે અર્થપૂર્ણ કે ફાયદાકારક પ્રવૃત્તિમાં, પોષક અને તંદુરસ્ત આહાર બનાવવામાં કેવી રીતે જોડી રાખવા, કોરોનાવાયરસને કારણે લૉકડાઉન દરમિયાન જ્યારે કાચો માલ એટલે કે પીપીઈ (વ્યક્તિગત સુરક્ષા સાધનો ) વગેરે ખૂબ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે ત્યારે હેલ્થકેર ક્ષમતા ઉભી કરવા માટે રેપીડ ડાયોગ્નોસ્ટીક ટેસ્ટીંગ ફેસિલિટી, લોકોની રોગ પ્રતિકારક શક્તિ કેવી રીતે વધારવી, કોરોનાવાયરસ પછી કોન્ટેકલેસ ડિવાઈસિસ અંગે ફેર વિચારણા દિવ્યાંગો, માનસિક પડકારો ધરાવતા લોકો તથા ખાસ પ્રકારની ક્ષમતા ધરાવતા લોકો સહિત સમાજના વિવિધ વર્ગોની વિવિધ પ્રકારની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી તે અંગેના આઇડિયા રજૂ કરી શકાશે.

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્મા જણાવે છે કે નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન એક અનોખી સંસ્થા છે, જે નાગરિકો મારફતે સમાવેશી અને પાયાનાં ઈનોવેશન શોધવામાં અને તેને માટે સુગમતા ઉભી કરવામાં મજબૂતપણે ધ્યાન કેન્દ્રિત કરે છે. હાથ ધરવામાં આવેલી આ પહેલથી જાણકારી (જાગૃતિ) તો પેદા થશે જ પણ સાથે સાથે સમાજના અલગ અલગ પશ્ચાદભૂમિકા ધરાવતા અને વિવિધ વર્ગના લોકોને ઉપાયો પૂરા પાડવામાં તથા તેના અમલીકરણ કરવામાં ઘનિષ્ઠપણે સાંકળી રાખશે.

પસંદ કરાયેલી ટેકનોલોજી, આઇડિયા અને ઈનોવેશન્સને સહયોગ તથા ઈનક્યુબેશન તથા પ્રસારમાં સહાય કરવામાં આવશે. આઇડિયાઝ અને ઈનોવેશન્સ અંગેની વિગતો, મોકલનાર વ્યક્તિ અંગે તમામ માહિતી સહિત (નામ, ઉંમર, શિક્ષણ, વ્યવસાય, સરનામુ, સંપર્ક નંબર, ઈમેઈલ વગેરે) અને આઇડિયા/ઈનોવેશન અંગેની વિગતો (જો કોઈ ફોટો કે વીડીયો, જો હોય તો તે સહિત campaign@nifindia.org અને http://nif.org.in/challenge-covid-19-competition ને મોકલાવાના રહેશે. માર્ચ 31 2020ના રોજ જાહેર કરવામાં આવેલી C3, નવું જાહેરનામુ બહાર પડે નહિ ત્યાં સુધી રોલીંગ બેઝીઝ પર પ્રવેશ સ્વીકારશે

વધુ માહિતી માટે કૃપયા શ્રી તુષાર ગર્ગનો tusharg@nifindia.org, મોબાઈલ નંબર : 9632776780 પર સંપર્ક કરી શકો છો)

RP

* * * * * * * * *


(Release ID: 1611195) Visitor Counter : 253