કૃષિ મંત્રાલય
કૃષિ સહયોગ અને ખેડૂતોના કલ્યાણ વિભાગે રવિ પાકની લણણી અને ઉનાળુ પાકનું વાવેતર કરવાની પ્રક્રિયા સરળ બનાવવા વિવિધ પગલાં લીધા
લૉકડાઉન ગાળા દરમિયાન ખેડૂતોને મુશ્કેલી ન પડે એ સુનિશ્ચિત કરવા પગલાં
Posted On:
03 APR 2020 8:34PM by PIB Ahmedabad
લૉકડાઉન સમયગાળા દરમિયાન ખેડૂતોને કોઈ પણ પ્રતિકૂળ સ્થિતિનો સામનો ન કરવો પડે એ સુનિશ્ચિત કરવા ભારત સરકારનાં કૃષિ સહયોગ અને કિસાન કલ્યાણ વિભાગ રવિ પાકની લણણી સરળતાપૂર્વક કરવા વધારે ઉપાયો કરી રહ્યો છે.
દાવાઓની ચુકવણી, રવિ પાક 2019-20 માટે સીસીઆઈની સ્થિતિ, પાકના નુકસાનનું સર્વેક્ષણ અને સ્માર્ટ નમૂનાની તકનિક જેવા વિષયો પર વીડિયો કોન્ફરન્સ દ્વારા તમામ રાજ્યો અને વીમા કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી.
કૃષિ વીમાની સુવિધા માટે તમામ રાજ્યોને પત્ર લખવામાં આવ્યો છે કે, તેઓ સંબંધિત વીમા કંપનીઓનાં પ્રતિનિધિઓને પાસ ઇશ્યૂ કરે, જેથી તેઓ પાક લણણીના પ્રયોગને પ્રમાણિત કરી શકે તથા કમોસમી વરસાદ અને કરાં પડવાથી પાકને થયેલા નુકસાનનું ફિલ્ડ સર્વેક્ષણ કરવા સંબંધિત નિયમોમાં છૂટછાટ આપી શકે.
પ્લાન્ટ અને પ્લાન્ટ ઉત્પાદનોની નિકાસ માટેના કન્સાઇન્મેન્ટ અને આયાતને મુક્ત કરવા ફાઇટોસેનિટરી સર્ટિફિકેશન સતત ઇશ્યૂ કરવામાં આવે છે. લૉકડાઉનની તારીખ 24 માર્ચ, 2020થી 2 એપ્રિલ, 2020 સુધી નિકાસ એસાઇન્મેન્ટને કુલ 3776 પીએસસી ઇશ્યૂ કર્યા છે અને 1074 આયાત એસાઇન્ટમેન્ટ મુક્ત કર્યા છે.
બાગાયતી પાકોને સહાયતા પ્રદાન કરવા માટે ઉત્પાદકો, એગ્રીગેટર, જથ્થાબંધ વિક્રેતાઓ, મંડી સંગઠનો અને રાજ્ય બાગાયતી મિશનોની સાથે સમન્વય કરવામાં આવ્યો છે, જેથી ચીજવસ્તુઓનું પરિવહન સાનુકૂળ રીતે થાય અને તમામ સમસ્યાઓનું સમાધાન થઈ શકે.
લૉકડાઉનના સમયગાળામાં તમામ 21 સ્થળો પર કિસાન કોલ કેન્દ્ર કાર્યરત છે. કોલને ફાર્મ ટેલી એડવાઇઝર પાસે મોકલવામાં આવે છે, જે ઘરેથી જ કાર્યરત છે. દરરોજ સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી તમામ 454 કેસીસી સીટનું સંચાલન થઈ રહ્યું છે. દરરોજ 15,000થી લઈને 20,000 કોલ મળે છે.
GP/RP
(Release ID: 1611103)
Visitor Counter : 158