માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રીની સલાહ મુજબ, સીબીએસઈએ સંલગ્ન સ્કૂલોને સૂચના આપી કે ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રમોટ કરવામાં આવે


ધોરણ 9 અને ધોરણ 11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સ્કૂલ-આધારિત મૂલ્યાંકન પર આગળના વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે

સીબીએસઈ એચઇઆઈમાં પ્રવેશ અને પ્રમોશન માટે જરૂરિયાત ધરાવતા મુખ્ય 29 વિષયોની બોર્ડ પરીક્ષા લેશે

સીબીએસઈ 29 વિષયો માટે બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે જરૂરી નોટિસ આપશે

આ નિર્ણયો કોવિડ-19ના કારણે ઊભી થયેલી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યાં છે

Posted On: 01 APR 2020 8:42PM by PIB Ahmedabad

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય શ્રી રમેશ પોખરિયાલ નિશંકએ સીબીએસઈને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં તમામ વિદ્યાર્થીઓને આગળ વધારવા સલાહ આપી છે. કોવિડ-19ના કારણે ઊભી થયેલી હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે ધોરણ 9 અને ધોરણ 11માં અભ્યાસ કરતાં બોર્ડના વિદ્યાર્થીઓને સ્કૂલ-આધારિત મૂલ્યાંકનને આધારે આગામી ધોરણમાં લઈ જવાની સલાહ આપી હતી. આ મૂલ્યાંકનનાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ, ટર્મ એક્ઝામ વગેરે સામેલ છે. મંત્રીએ આગળ વધારવા માટે જરૂરી ફક્ત 29 મુખ્ય વિષયોની જ બોર્ડ પરીક્ષા હાથ ધરવાની સલાહ પણ આપી હતી, જે એચઇઆઇમાં પ્રવેશ માટે પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે. બાકીના વિષયો માટે બોર્ડ પરીક્ષા યોજશે. આ પ્રકારનાં કેસોમાં મૂલ્યાંકન માટે સૂચના બોર્ડ અલગથી આપશે.

પૂર્વ તકેદારીના પગલાં સ્વરૂપે અને ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય પાસેથી પ્રાપ્ત સૂચનાઓનું પાલન કરવા 18 માર્ચ, 2020નાં રોજ સીબીએસઈએ બોર્ડની તમામ પરીક્ષાઓ મોકૂફ રાખી હતી, જે 19.03.2020 થી 31.03.2020 વચ્ચે યોજવાની હતી. બોર્ડની અખબારી યાદીમાં 138.3.2020ના રોજની અખબારી યાદીમાં જાણકારી આપવામાં આવી હતી કે, બોર્ડની પરીક્ષાની નવી તારીખોની જાણકારી બોર્ડ સ્થિતિની પુનઃઆકારણી કર્યા પછી એની વેબસાઇટ અને એની અખબારી યાદી દ્વારા આપશે.

બોર્ડ એના વિદ્યાર્થીઓના શૈક્ષણિક કલ્યાણ પ્રત્યે કટિબદ્ધ છે એટલે બોર્ડ સતત સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે તથા વિદ્યાર્થીઓ, માતાપિતાઓ અને સ્કૂલોની ચિંતા ઘટાડવા આતુર છે. કોવિડ-19ને કારણે દુનિયાભરમાં ઊભી થયેલા અભૂતપૂર્વ સંજોગો અને દેશમાં લૉકડાઉનને ધ્યાનમાં રાખીને તથા વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યના સંબંધમાં અમારા હિતધારકોએ ઊઠાવેલા પ્રશ્રોને ધ્યાનમાં રાખીને એચઆરડીના સૂચનો મુજબ, બોર્ડે એની સાથે સંલગ્ન તમામ સ્કૂલોને વન-ટાઇમ પગલાં સ્વરૂપે નીચેની સલાહ આપી છેઃ

1. ધોરણ 1 થી 8 માટે: ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં પ્રમોટ કરી શકાશે. આ સલાહ એનસીઇઆરટી સાથે ચર્ચાવિચારણા કરીને આપવામાં આવી છે.

2. ધોરણ 9 અને 11 માટેઃ અમારા ધ્યાનમાં આવ્યું છે કે, સીબીએસઇ સાથે સંલગ્ન કેટલીક સ્કૂલોએ શૈક્ષણિક વર્ષ 2019-20માં ધોરણ 9 અને 11માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે તેમની પરીક્ષા, મૂલ્યાંકન અને પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરી છે, ત્યારે કેટલીક સ્કૂલો આવું કરી શકી નથી. આ સ્કૂલોમાં કેન્દ્રીય વિદ્યાલયો, નવોદય વિદ્યાલયો, રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોની સ્કૂલો, ખાનગી સ્કૂલો, ભારત અને વિદેશમાં સ્થિત સ્કૂલો વગેરે સામેલ છે. આ પ્રકારની સ્કૂલોને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને સ્કૂલ-આધારિત આકારણી પર પ્રમોટ કરવાની સલાહ આપવામાં આવી છે, જેમાં અત્યાર સુધી હાથ ધરવામાં આવેલું પ્રોજેક્ટ વર્ક, નિયમિત સમયાંતરે લેવામાં આવતી કસોટી, ટર્મ એક્ઝામ વગેરે સામેલ છે. આ આંતરિક પ્રક્રિયામાં પસાર ન થઈ શકે એવા કોઈ પણ વિદ્યાર્થી (વિષયોની કોઈ પણ સંખ્યામાં) માટે સ્કૂલ સુધારણાની પ્રક્રિયા પ્રદાન કરવા આ ગાળાનો ઉપયોગ કરી શકે છે અને સ્કૂલ ઓનલાઇન કે ઓફલાઇન એમ કોઈ પણ રીતે સ્કૂલ-આધારિત ટેસ્ટમાં બેસવાની તક આપી શકે છે. આ પ્રકારનાં બાળકોને પ્રમોશનનો નિર્ણય આ પ્રકારની ટેસ્ટ પર રહી શકે છે.

3. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા: ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ ફરી લેવાના સંબંધમાં જાણકારી આપવામાં આવી છે કે, હાલના તબક્કે બોર્ડ માટે આ નિર્ણય લેવો અને પરીક્ષાઓ માટે નવા કાર્યક્રમની જાહેરાત કરવી મુશ્કેલ છે. જોકે એવી જાણકારી આપવામાં આવી છે કે, પરીક્ષાઓ યોજવા સાથે સંબંધિત બોર્ડ કોઈ પણ નિર્ણય ઉચ્ચ શિક્ષણ સત્તામંડળ સાથે ચર્ચા કરીને લેશે અને આ માટે પ્રવેશ પરીક્ષા, પ્રવેશની તારીખો વગેરે સાથે સંબંધિત તમામ પાસાઓને ધ્યાનમાં લેશે. આ સંદર્ભમાં અહીં વધારે જાણકારી આપવામાં આવે છે કે, બોર્ડ એની પરીક્ષાઓ શરૂ કરતા અગાઉ તમામ હિતધારકોને આશરે 10 દિવસની નોટિસ આપશે.

4. બોર્ડની પરીક્ષાના વિષયોઃ અહીં જાણકારી આપવામાં આવે છે કે, કોવિડ-19 મહામારીની સ્થિતિને કારણે બોર્ડ આઠમા દિવસે પરીક્ષા યોજી શક્યું નહોતું. ઉપરાંત ઉત્તર-પૂર્વ દિલ્હી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે બોર્ડ ચોથા દિવસે પરીક્ષા યોજી શક્યું નહોતું, ત્યારે આ જિલ્લામાંથી અને એની આસપાસનાં કેન્દ્રોમાંથી ઘણા વિદ્યાર્થીઓ છઠ્ઠા દિવસે પણ પરીક્ષા આપી શક્યાં નહોતા.

આ અસાધારણ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોર્ડને આ સંબંધમાં એની નીતિની સમીક્ષા કરવાની ફરજ પડી છે. આ અભૂતપૂર્વ પરિસ્થિતિને કારણે બોર્ડ 18 માર્ચ, 2020 પછી ન યોજાઈ શકેલી તમામ પરીક્ષાઓ યોજવામાં ખચકાટ અનુભવ્યો ન હોત અથવા અન્ય કારણોસર મોકૂફ રાખી ન હોત. પણ વર્તમાન સ્થિતિમાં બોર્ડે નીચેના નિર્ણયો લીધા છેઃ

  • બોર્ડ ફક્ત મુખ્ય વિષયોની પરીક્ષાઓ લેશે, જે પ્રમોશન માટે જરૂરી હશે અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે મહત્ત્વપૂર્ણ હોઈ શકે છે.
  • બાકીનાં વિષયો માટે બોર્ડ પરીક્ષાઓ નહીં યોજે. આ પ્રકારનાં તમામ કેસમાં બોર્ડ દ્વારા માર્કિંગ/મૂલ્યાંકનની સૂચનાઓ અલગથી જાહેર કરવામાં આવશે.
  • એટલે જ્યારે બોર્ડ પરીક્ષા યોજવાની સ્થિતિમાં હશે, ત્યારે નીચેના 29 વિષયોની પરીક્ષાઓ જ યોજશેઃ

ધોરણ 10ના વિષયો, જે માટે પરીક્ષાઓ યોજાશે

ધોરણ 12ના વિષયો, જે માટે પરીક્ષાઓ યોજાશે

આખા ભારતમાં યોજાશે

ઉત્તર પૂર્વ દિલ્હી માટે યોજાશે

આખા ભારતમાં યોજાશે

ઉત્તર પૂર્વ દિલ્હી માટે યોજાશે

 

NIL

1. હિંદી અભ્યાસક્રમ એ,

2.હિંદી અભ્યાસક્રમ બી,

3.અંગ્રેજી સામાન્ય,

4. અંગ્રેજી ભાષા અને સાહિત્ય,

5. વિજ્ઞાન,

6.સમાજશાસ્ત્ર

1. બિઝનેસ સ્ટડીઝ,

2. ભૂગોળ,

3. હિંદી (વૈકલ્પિક),

4.હિંદી (મુખ્ય),

5. ગૃહ વિજ્ઞાન,

6.સમાજવિજ્ઞાન,

7. કમ્પ્યુટર સાયન્સ (જૂનું),

8. કમ્પ્યુટર સાયન્સ (નવું),

9. ઇન્ફોર્મેશન પ્રેક્ટિસ (જૂનું)

10. ઇન્ફોર્મેશન પ્રેક્ટિસ (નવું),

11. ઇન્ફોર્મેશન ટેકનોલોજી, 12. બાયો-ટેકનોલોજી

1. અંગ્રેજી વૈકલ્પિક - એન,

2. અંગ્રેજી વૈકલ્પિક સી,

3. અંગ્રેજી મુખ્ય,

4. ગણિત,

5. અર્થશાસ્ત્ર,

6. જીવવિજ્ઞાન,

7. રાજ્યશાસ્ત્ર,

8. ઇતિહાસ,

9. ભૌતિકશાસ્ત્ર,

10. એકાઉન્ટસી,

11.રસાયણશાસ્ત્ર

NIL

06

12

11

 

5. વિદેશીમાં સીબીએસઈની સ્કૂલો: દુનિયાના 25 દેશોમાં સીબીએસઈની કેટલીક સ્કૂલો છે. આ દરેક દેશ લૉકડાઉનમાં છે અને/અથવા વિવિધ અને અલગ-અલગ સમયગાળા માટે સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ પ્રકારના સંજોગોમાં એવું માનવામાં આવે છે કે, બોર્ડ આ દરેક દેશ માટે અલગ-અલગ સમયે પરીક્ષા યોજવાની સ્થિતિમાં નહીં હોય. ઉપરાંત વર્તમાન પરિસ્થિતિમાં મૂલ્યાંકનના ઉદ્દેશ માટે ભારતમાં ઉત્તરવહીઓ લાવવાનું મુશ્કેલ બનશે. એટલે બોર્ડે ભારતની બહાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે કોઈ પરીક્ષા નહીં યોજવાનો નિર્ણય લીધો છે. પરીક્ષણો જાહેર કરવાના ઉદ્દેશ માટે માર્કિંગ/મૂલ્યાંકનની વ્યવસ્થા ટૂંક સમયમાં બોર્ડ તૈયાર કરશે અને એ વિશે સ્કૂલોને જાણકારી આપશે.

6. મૂલ્યાંકન કાર્યઃ વર્તમાન સ્થિતિસંજોગોને કારણે બોર્ડ એનું મૂલ્યાંકન કાર્ય જાળવી શકવાની સ્થિતિમાં નથી. બોર્ડ બદલાતી પરિસ્થિતિમાં મૂલ્યાંકન કરવા માટે વધારે સૂચન આપશે આ સૂચનાઓ અને દેશમાં વિવિધ મૂલ્યાંકન કેન્દ્રોમાં મૂલ્યાંકન કાર્ય ફરી શરૂ કરવા માટેની તારીખોની આ તબક્કે જાહેરાત કરી શકે એમ નથી. જોકે બોર્ડ મૂલ્યાંકન કાર્ય ફરી શરૂ કરવા માટે 3થી 4 દિવસની નોટિસ આપશે, જેની નોંધ ઇવેલ્યુએશન સેન્ટર્સનાં તમામ ચીફ નોડલ સુપરવાઇઝર, હેડ એક્ઝામિનર, ઇવેલ્યુએટર્સ, કોઓર્ડિનેટર્સ વગેરે લઈ શકે છે.

7. અફવાઓ પર ધ્યાન આપવાનું ટાળો: અફવાઓથી ગેરમાર્ગે દોરાવવાનું ટાળવા માટે તમામ હિતધારકોને અહીં બોર્ડની સત્તાવાર જાહેરાતોનો જ વિશ્વાસ કરવાની જાણકારી આપવામાં આવે છે, જે બોર્ડની વેબસાઇટ પર કરવામાં આવશે. બોર્ડની વેબસાઇટ પર લેટેસ્ટ ડેવલપમેન્ટ માટે તમામને www.cbse.nic.in જોતા રહેવા અથવા નીચેના સોશિયલ મીડિયાને ફોલો કરવા સૂચના છે:

8. સ્કૂલોએ તમામ વિદ્યાર્થીઓને જાણકારી આપવી: તમામ સ્કૂલોને એ સુનિશ્ચિત કરવા માટે વિનંતી કરવામાં આવે છે કે, આ માહિતી સંબંધિત સ્કૂલોના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવે.

RP

 

*******


(Release ID: 1610186) Visitor Counter : 283