કાયદો અને ન્યાય મંત્રાલય

કોરોના વાયરસ મહામારીના સંદર્ભમાં ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે 1 દિવસનો પગાર પીએમ કેર્સ ફંડમાં આપ્યો

Posted On: 30 MAR 2020 5:20PM by PIB Ahmedabad

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીના સંદર્ભમાં અને સમગ્ર વિશ્વ તેનો ભોગ બન્યુ હોવાથી આપણા દેશમાં આરોગ્ય અને આર્થિક ક્ષેત્રે તેની અસરો વર્તાઈ રહી છે ત્યારે પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ પીએમ સિટીઝન આસિસ્ટન્સ ફંડ એન્ડ રિલિફ ઈમરજન્સી સિચ્યુએશન ફંડ (પીએમ કેર્સ ફંડ)ની પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે રચના કરવામાં આવી છે. આ ફંડની જાહેરાત તા. 28મી માર્ચ, 2020ના રોજ પીએમ ઇન્ડિયા વેબસાઈટ પર કરવામાં આવી છે. આ અંગેની જાહેરાત પ્રેસ ઈન્ફોર્નમેશન બ્યુરોની પ્રેસ રિલીઝ નં 1608851 મારફતે ન્યુઝ અપડેટ તરીકે કરવામાં આવી હતી. આ સંદર્ભમાં કોરોના વાયરસને કારણે ઉભી થયેલી કોઈ પણ પ્રકારની તાકીદની અને વિપરીત પરિસ્થિતિને હલ કરી શકાય તથા અસર પામેલા લોકોને સહાય કરી શકાય તે માટે ઉદાર ધોરણે ઉપરોક્ત ભંડોળમાં નાણાં આપવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પરિસ્થિતિના હાલમાંચાલી રહેલી કોરોના વાયરસ મહામારીને લડત આપવાના સંદર્ભમાં ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલોના તમામ વાઈસ પ્રેસીડેન્ટ સાથે પરામર્શ કરીને તમામ ઓફિસરો અને સ્ટાફ તથા રજીસ્ટ્રી ઓફિસરો તથા અન્ય સ્ટાફે એક દિવસનુ વેતન પીએમ કેર્સ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે.

સામાજીક અને રાષ્ટ્રીય જવાબદારીઓ સમજનારી એક સંસ્થા તરીકે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (આઈટીએટી)ના પ્રેસીડેન્ટ જસ્ટીસ પી. પી. ભટ્ટે અન્ય સહયોગીઓને પણ પીએમ કેર્સ ફંડમાં ઉદાર હાથે ધિરાણો આપવા અનુરોધ કર્યો છે. આ ભંડોળમાં અપાયેલુ દાન આવકવેરા ધારા, 1961ની કલમ 180 (જી) હેઠળ આવકવેરામાંથી કપાતને પાત્ર છે. રસ ધરાવતા લોકો યુઆર એલ લીંક wvvw.prnindiagov.in/en/pm-cares/ નો ઉપયોગ કરીને આ ભંડોળમાં પોતાનુ યોગદાન આપી શકે છે.

GP/RP



(Release ID: 1609396) Visitor Counter : 170