ગૃહ મંત્રાલય

કોવિડ-19 સામેની લડાઇમાં 21 દિવસ સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓનો પૂરવઠો જાળવી રાખવા ગૃહ મંત્રાલયે SOP બહાર પાડી

Posted On: 26 MAR 2020 10:13PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) આજે કોરોના વાયરસના ઉપદ્રવ સામેની લડાઇમાં 21 દિવસના રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન દરમિયાન લોકોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત આપવા માટે જીવન જરૂરી ચીજવસ્તુઓનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે સંદર્ભે પ્રમાણભૂત પરિચાલન પ્રક્રિયા (SOP) બહાર પાડી છે.

કેન્દ્રીય ગૃહ સચિવ, શ્રી અજય કુમાર ભલ્લાએ તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો હતો અને લૉકડાઉનના સમયગાળા દરમિયાન લોકોને જીવન જરૂરિયાતાની ચીજવસ્તુઓનો પૂરતો પૂરવઠો જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું. આ માટે, SOPમાં સૂચવવામાં આવ્યું છે કે, સામાજિક અંતર જાળવી રાખવા માટે ઇ-કોમર્સ કામગીરીનું પરિચાલન ચાલુ રાખવામાં આવે અને આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરીને પ્રોત્સાહન આપવામાં આવે.

SOPમાં સૂચવવામાં આવ્યું છે કે, પૂરવઠા સાંકળમાં સંકળાયેલા કર્મચારીઓ અથવા લોકોને ઇ-પાસ અથવા અથવા માન્ય ફોટો ઓળખ કાર્ડ રજૂ કરવાથી સંબંધિત સત્તામંડળ દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા કોઇપણ પ્રમાણપત્રની મદદથી આવનજાવનની મંજૂરી આપવામાં આવે છે. બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો જો આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠામાં સંકળાયેલા હોય તો, સ્થાનિક સત્તામંડળ દ્વારા માન્યતા / પ્રમાણીકરણના આધારે મંજૂરી આપવામાં આવે છે.

SOP એવું પણ સૂચિત કરે છે કે, આવશ્યક ચીજવસ્તુઓના પૂરવઠામાં સંકળાયેલી સુવિધાઓમાં સંકળાયેલા કર્મચારીઓની નિયમિત સ્વાસ્થ્ય તપાસ અને સેનિટાઇઝેશન તપાસ થશે અને તેમને યોગ્ય સુરક્ષાત્મક સુવિધા આપવામં આવશે.

 

SOP દસ્તાવેજ


(Release ID: 1608502) Visitor Counter : 226


Read this release in: English , Hindi , Assamese , Bengali