સંરક્ષણ મંત્રાલય
લોકડાઉનનો પ્રથમ દિવસઃ સેનાએ ઇરાનમાંથી વધુ 277 લોકોને રેસ્ક્યૂ કર્યા, હેડક્વાર્ટરનાં અધિકારીઓને ઘરેથી કામ કરવાનો આદેશ
Posted On:
25 MAR 2020 6:54PM by PIB Ahmedabad
21 દિવસ સુધી ચાલનાર લોકડાઉનનાં પ્રથમ દિવસે ભારતીય સેનાએ ઇરાનમાંથી 277 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યાં છે. રેસ્ક્યૂ કરેલા તમામ લોકોને જોધપુરમાં રાખવામાં આવ્યાં છે, જેમાં 273 હજયાત્રીઓ છે. એમાં 149 મહિલાઓ અને 6 બાળકો છે. રેસ્ક્યૂ કરેલા લોકોને દિલ્હીથી એર ઇન્ડિયાનાં વિમાન દ્વારા જોધપુર એરપોર્ટ પહોંચાડવામાં આવ્યાં, જ્યાં તેમની થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવી હતી. ત્યારબાદ એમને મેડિકલ કેમ્પમાં લઈ જવામાં આવ્યાં, જેને આઇસોલેશનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે તેમજ ત્યાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવામાં આવે છે, જેમાં રમત અને મનોરંજન સહિત વિવિધ તમામ પ્રકારની કામગીરીઓ સામેલ છે.
સેનાનાં હેડક્વાર્ટર સ્તરે તમામ ઓફિસ બંધ કરી દીધી છે, જેથી આવશ્યક ફરજોમાં સંકળાયેલા લોકો સિવાય ઓફિસે જતા લોકોની સ્થિતિની સમીક્ષા કરી શકાય અને એકબીજાના સંસર્ગમાં આવવાનું ટાળી શકાય. આંતરરાષ્ટ્રીય સ્તરે લોકડાઉનની અસર થઈ છે અને ઓફિસ સંબંધિત કામકાજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પછી એ આંતરરાષ્ટ્રીય સાથસહકાર હોય, તાલીમ સંબંધિત કાર્યક્રમો હોય, પોસ્ટિંગ, અભ્યાસક્રમો, ફરજ અદા કરવી વગેરે હોય. ફરજ પરના અધિકારીઓ, તબીબી સમુદાય, ડ્રાઇવરો, રસોઇયા અને અન્ય સપોર્ટ સ્ટાફ સહિત ઇમરજન્સી સ્ટાફને કામ પર જાળવી રાખવામાં આવ્યો છે. તેઓ પોતાનું નિયમિત કામ કરી રહ્યાં છે.
અત્યારે સેનાએ ઇરાન, ઇટાલી અને મલેશિયાથી રેસ્ક્યૂ કરીને લાવવામાં આવેલા લોકો માટે માનેસર, જેસલમેર અને જોધપુરમાં મેડિકલ માળખાગત સુવિધા સ્થાપિત કરવામાં આવી છે. તમામ આચારસંહિતાઓ પૂર્ણ કર્યા પછી ચીનનાં વુહાન અને જાપાનમાંથી રેસ્ક્યૂ કરીને લાવવામાં આવેલા લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. રેસ્ક્યૂ કરવામાં આવેલા 1,200થી વધારે લોકો ઉપરાંત મેડિકલ સ્ટાફ અને વિમાન ચાલકદળને પણ હજુ સુધી નજર હેઠળ રાખવામાં આવ્યો છે. એમાં અત્યાર સુધી કોવિડ-19 પોઝિટિવનો ફક્ત એક કેસ મળ્યો હતો. એમાં ભારતીય વાયુ સેનાના હિન્દોનમાં મળેલો અન્ય કેસ સામેલ છે.
ઉપરોક્ત ઉપરાંત ઝાંસી, બિન્નાગુડી અને ગયામાં પણ મેડિકલ સુવિધાઓ તૈયાર સ્થિતિમાં છે, જ્યાં 1600 લોકોના સારવારની વ્યવસ્થા છે. ટૂંક સમયમાં વધારે સુવિધાઓ ચાલુ થઈ જશે. એમાં ઊભી કરાયેલી વધારાની ક્ષમતા સામેલ નથી તથા ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુદળની સેવાઓ સામેલ નથી.
ભારતીય સેના પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે વર્તમાન અને ભવિષ્યના પડકારો ઝીલવા સજ્જ છે તથા રાષ્ટ્રીય પ્રયાસને ટેકો આપવાનું જાળવી રાખશે.
RP
(Release ID: 1608438)
Visitor Counter : 166