પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના પ્રમુખ માનનીય ઉર્સુલા વૉન ડેર લેયેન વચ્ચે ટેલીફોન પર વાતચીત

प्रविष्टि तिथि: 24 MAR 2020 9:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ આજે યુરોપિયન કમિશનના પ્રમુખ માનનીય ઉર્સુલા વૉન ડેર લેયેન સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ હાલમાં ફાટી નીકળેલી મહામારી કોવિડ-19ના સંદર્ભે વૈશ્વિક પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી.

પ્રધાનમંત્રીએ યુરોપિયન યુનિયનના દેશોમાં કોવિડ-19ને કારણે થયેલાં મૃત્યુ માટે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે આ મહામારી સામે લડવા માટે તમામ દેશો વચ્ચે સંકલન અને સહકારની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસના ચેપનો ફેલાવો અટકાવવા માટે ભારતે લીધેલાં પગલાઓ વિશે પણ વાત કરી હતી.

સુશ્રી વૉન ડેર લેયેને જણાવ્યું હતું કે ભારતમાં બીમારીને ઝડપથી ફેલાતી અટકાવવવા માટે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વહેલી તકે લેવાયેલાં પગલાં મહત્ત્વપૂર્ણ બન્યાં છે. તેમણે આ પરિસ્થિતિમાં ભારતમાં ઉપસ્થિત યુરોપના નાગરિકોને મદદ પૂરી પાડવા માટે પ્રશંસા પણ કરી હતી.

સુશ્રી વૉન ડેર લેયેને દવાઓ સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો અવિરત પુરવઠો જાળવી રાખવા અને આ બીમારી માટે દવા વિકસાવવા માટે સંકલિત પ્રયાસો પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓએ જી-20ના માળખામાં સંભવ સહકાર અને આ સંદર્ભે આગામી વીડિયો કોન્ફરન્સ બાબતે ચર્ચા કરી હતી.

SD/DS/GP/RP


(रिलीज़ आईडी: 1608074) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese , Punjabi , Odia , Telugu , Kannada , Malayalam