પ્રધાનમંત્રીનું કાર્યાલય

સંયુક્ત નિવેદનઃ ભારત - અમેરિકાની ઘનિષ્ઠ વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી માટેની દૂરદર્શિતા અને સિદ્ધાંતો

Posted On: 25 FEB 2020 6:30PM by PIB Ahmedabad

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ મા. શ્રી ડોનાલ્ડ જે. ટ્રમ્પે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણથી તા. 24 અને 25ના રોજ દેશની મુલાકાત લીધી હતી.

ઘનિષ્ઠ વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી

સાર્વભોમ અને ધબકતી લોકશાહીના નેતાઓ તરીકે તમામ નાગરિકોને આઝાદીના તથા સમાન વર્તનના

મહત્વ તેમજ કાયદા આધારિત શાસનના માટેની નિષ્ઠા પારખીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત - અમેરિકા ઘનિષ્ઠ વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી મજબૂત બનાવાની ખાતરી ઉચ્ચારી હતી એક બીજા તરફ વિશ્વાસ, સમાન હિતો અને શુભેચ્છા તથા તે માટે તેમના નાગરિકોની સબળ સામેલગીરી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંરક્ષણ અને સલામતિ ક્ષેત્રે સહયોગ ગાઢ બનાવવા અને ખાસ કરીને મેરીટાઈમ અને અવકાસ ક્ષેત્રે જાણકારી અને માહિતી માટે સંયુક્ત સહયોગ, લશ્કરના જવાનોના વચ્ચે આધુનિક તાલિમ અને વ્યાપક કવાયત માટે સંપર્ક અને આદાન-પ્રદાન, અતિ આધુનિક સંરક્ષણ સાધનો અને સંરક્ષણ ઉદ્યોગો વચ્ચેનાં મંચ માટે સહવિકાસ અને સહઉત્પાદન આગળ ધપાવવાની ખાતરી આપી હતી.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને કાયદા આધારિત શાસન માટે મજબૂત અને સક્ષમ ભારતીય સેનાનો સહયોગ જરૂરી હોવાની નોંધ લઈને ભારતને આધુનિક મિલીટ્રી ટેકનોલોજી તબદીલ કરવાની ખાતરી આપતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતના નૌકા દળ માટે MH-60R અને AH-64E અપાચે હેલિકોપ્ટર્સ મેળવવાના ભારતના તાજેતરના નિર્ણયને બિરદાવ્યો હતો, આ ક્ષમતાને કારણે બંને દેશો વચ્ચે સુરક્ષા હિતો, રોજગાર વિકાસ અને ઔદ્યોગિક સહયોગ મજબૂત બનશે. ભારત નવી સંરક્ષણ ક્ષમતા હાંસલ કરવા માટે પ્રયત્ન કરતું હોવાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતનુ ટોચના સંરક્ષણ સહયોગી તરીકેનો દરજ્જાનો પુનરોચ્ચાર કર્યો હતો અને ટેકનોલોજી અને શસ્ત્રોની તબદીલીના હેતુને ઉચ્ચ અગ્રતા આપશે તેમ જણાવ્યું હતું. બંને નેતાઓએ સંરક્ષણ ક્ષેત્રે સહયોગ માટે પાયારૂપ ગણાતા વિનિમય અને સહયોગને સત્વરે ભાગીદારીની કામગીરી સત્વરે પૂર્ણ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના વતન પ્રદેશની સલામતિ સહયોગ તથા માનવ તસ્કરી, આતંકવાદ અને હિંસક અને આંત્યંતિક પરિબળો, ડ્રગ્સની હેરફેર તથા સાયબર ક્ષેત્રના ગુનાઓ સામે સંયુક્ત રીતે લડત આપવાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંનેએ નેતાઓએ કરાર કરવા માટેની પોતાની સહિયારી કટિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે યુઅસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી અને ભારતના ગૃહ વિભાગ બંનેની સંવાદ પ્રક્રિયાને જોમ આપવાના નિર્ણયને આવકાર્યો છે. પ્રતિબંધિત ડ્રગ્સને કારણે નાગરિકો સામે ઉભા થતા જોખમ સામે લડવામાં પણ બંનેએ પોતાની સહિયારી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અને મૂડીરોકાણના વધતા જતા મહત્વના પાસાને સમજીને તથા લાંબા ગાળાની વ્યાપાર સ્થિરતાને અને તેને કારણે ભારત અને અમેરિકા બંને દેશોના અર્થતંત્રોને થનારા લાભને સમજ્યા છે. આથી જ તેમણે હાલમાં ચાલી રહેલી વાટાઘાટોને ઝડપથી પૂર્ણ કરવા માટેની તત્પરતા દાખવી છે. બંને આશા રાખે છે કે આ દ્વિપક્ષી ઘનિષ્ઠ વ્યાપાર કરારનો પ્રથમ તબક્કો દ્વિપક્ષી વ્યાપારી સંબંધોની પૂર્ણ ક્ષમતાને પ્રતિબિંબિત કરીને બંને દેશોમાં સમૃદ્ધિ, મૂડીરોકાણ અને રોજગાર નિર્માણની પ્રક્રિયાને સાચા અર્થમાં આગળ ધપાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાયડ્રોકાર્બન ક્ષેત્રે વેપાર અને મૂડીરોકાણની વિસ્તરતી જતી કડીઓને આવકારી હતી. તેમની બંનેની દેશોની વ્યુહાત્મક ભાગીદારી વડે, ભારત અને અમેરિકા બંનેને દેશોની સંબંધિત ઊર્જા સુરક્ષામાં વધારો થશે અને વ્યુહાત્મક જોડાણોને વેગ મળશે તથા ઉદ્યોગો તથા અન્ય સહયોગીઓ વચ્ચે સંબંધોમાં વૃદ્ધિ થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આયાત આધારિત કોકીંગ/ધાતુ અને નેચરલ ગેસનો પાયો વિસ્તૃત કરવાનુ મહત્વ સ્વીકાર્યુ હતું અને તાજેતરમાં થયેલા વ્યાપાર કરારને આવકારી ભારતના બજારમાં એલએનજીનો પૂરવઠો વધારવાનો નિર્ણય કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ન્યુક્લિયર પાવર કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ અને વોશિગ્ટન ઈલેક્ટ્રિક કંપની વચ્ચે ટેકનો- ઈકોનોમિક ઑફરને આવકારી છે તથા વહેલામાં વહેલી તકે ભારતમાં 6 ન્યુક્લિયર રિએકટરના બાંધકામને પ્રોત્સાહિત કરવાનુ તેમજ તેને સત્વરે આખરી સ્વરૂપ આપવા માટે સંમતિ દાખવી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવાચાર ક્ષેત્રે લાંબા ગાળાના સંબંધો અંગે સંતોશ વ્યક્ત કર્યો છે તેમણે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર (ઈસરો) અને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ અડમિનિસ્ટ્રેશન (નાસા) મારફતે વિશ્વના પ્રથમ ડ્યુઅલ ફ્રિકવન્સી સિન્થેટિક એપરેચર રડાર સેટેલાઈટ માટે એક જોઈન્ટ મિશન વિકસાવવાના તથા લોંચ કરવાના હાલમાં ચાલી રહેલા પ્રયાસોને આવકાર્યા છે તથા અને અર્થ ઓબ્ઝર્વેશન, મંગળ, અને અન્ય ગ્રહો અંગે સંશોધન હેલિયોફિજિક્સ, સમાનવ અવકાશયાત્રા અને વ્યાપારી ધોરણે અવકાશ સહયોગ અંગે ચાલી રહેલી વાટાઘાટોને પણ બિરદાવી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહયોગ તથા શિક્ષણ ક્ષેત્રે “યન્ગ ઈનોવેટર્સ” ઈન્ટર્નશિપ સહિતની વિનિમયની તકો માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે અને તાજેતરમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની વધી રહેલી સંખ્યાને આવકારી હતી.

કોરોના વાયરસ-19 જેવા રોગો ફાટી નિકળતા અટકે તેને રોકવા, જરૂરી સંશોધન અને તેની વિરૂદ્ધ પ્રતિભાવ આપવાની કટિબદ્ધતા માટેના વૈશ્વિક પ્રયાસોને સમર્થનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આવા રોગો અટકાવવાના, તેના વહેલા નિદાનના અને ઝડપથી વધતા ફેલાવાને રોકવાના સફળ પ્રયાસો ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારત અને અમેરિકાના ગ્રાહકો માટે ઉચ્ચ ગુણવત્તાયુક્ત, સલામત, અસરકારક, અને પરવડે તેવી દવાઓને પ્રોત્સાહિત કરવાના દ્વિપક્ષી સમજૂતિના કરાર (એમઓયુ)ની પ્રશંસા કરી હતી.

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વ્યુહાત્મક નિકટતા

ભારત અને અમેરિકા વચ્ચે ઘનિષ્ઠ ભાગીદારી એક મુક્ત ખુલ્લા, સમાવેશી, શાંત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મહત્વનું સ્થાન ધરાવે છે. આસિયનના દેશોએ પણ તેને માન્યતા આપી છે. આંતરરાષ્ટ્રીય કાયદાઓનું તથા સુશાસનનુ પાલન, સમુદ્રનો નેવિગેશન, ઓવરફલાઈટ તથા અન્ય કાયદેસરનો ઉપયોગ તથા વિના અવરોધ કાયદેસરની વ્યાપાર પ્રવૃત્તિ અને મેરીટાઈમ વિવાદોનો આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ શાંતિથી હલ લાવવાની બાબતને પણ આવકારી છે.

અમેરિકા ભારતીય સમુદ્ર વિસ્તારમાં સલામતિની સાથે-સાથે વિકાસલક્ષી અને માનવતાવાદી સહાય માટેની ભારતની ભૂમિકાની કદર કરે છે ભારત અને અમેરિકા આ ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ, પારદર્શક, માળખાગત સુવિધાઓના ગુણવત્તાયુક્ત વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ફાયનાન્સ કોર્પોરેશન (ડીએફસી) ભારતમાં રિન્યુએબલ ઊર્જાના પ્રોજેકટસ માટે 600 મિલિયન ડોલરની ધિરાણ સુવિધાની જાહેરાતને અને આ વર્ષે ડીએફસીની ભારતમાં કાયમી હાજરી ઉભી કરવાના નિર્ણયને આવકાર્યો હતો.

ઈન્ડો-પેસફિક ક્ષેત્રમાં અને દુનિયાભરમાં બંને દેશોએ હાથ ધરેલાં અસરકારક વિકાસ ઉપાયોની નોંધ લઈને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસએઈડ અને ઈન્ડિયન ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન વચ્ચે ત્રાહિત દેશોમાં નવી ભાગીદારી અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ભારત અને અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રમાં અર્થપૂર્ણ આચારસંહિતાના પાલન માટે થઈ રહેલા પ્રયાસોને આવકાર્યા છે અને એક અવાજે અનુરોધ કરતાં જણાવ્યું છે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓ મુજબ તમામ દેશોના કાયદેસરના હક્ક અને હિતને નુકશાન થવુ જોઈએ નહી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે નિર્ણય કર્યો હતો કે, ભારત-અમેરિકા-જાપાન ત્રિપક્ષીય શિખર પરિષદને ભારત અને અમેરિકાના સંરક્ષણ અને વિદેશ મંત્રીઓની 2+2 બેઠકોની વ્યવસ્થા ગોઠવીને અન્ય દેશો સાથે ભારત-અમેરિકા-જાપાન ત્રિપક્ષી ચર્ચાઓ હાથ ધરવી જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેરીટાઈમ ક્ષેત્રમાં જાણકારીના આદાન-પ્રદાનની અમેરિકા, ભારત અને અન્ય ભાગીદારો સાથે વહેચણી કરવા બાબતે આશાવાદ વ્યર્ક કર્યો હતો.

વૈશ્વિક નેતૃત્વ માટે ભાગીદારી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકા તથા અન્ય આંતતરરાષ્ટ્રીય સંગઠનો સાથે મળીને સુધારાની પ્રક્રિયાને મજબૂત કરવા માટેની નિષ્ઠા વ્યક્ત કરી હતી.

ભારત અને અમેરિકાએ વિકાસમાન અને ઓછી આવક ધરાવતા દેશોના વધતા જતા દેવાને સિમિત બનાવવાના હેતુથી ધિરાણ આપનાર અને ધિરાણ લેનાર વચ્ચે જવાબદાર, પારદર્શક અને લાબા ગાળાની નાણાંકિય પદ્ધતિ ઘડી કાઢવા માટેની બાબતને મહત્વની તથા યોગ્ય ગણાવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિવિધ સરકારો, ખાનગી ક્ષેત્ર અને નાગરિક સમાજની સંસ્થાઓ સાથે મળીને બ્લુ ડોટ નેટ નામના વિવિધ સહયોગીઓના વિશ્વમાં ઉચ્ચ સ્તરની અને વિશ્વાસપાત્ર માળખાગત સુવિધાઓ પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં રસ દાખવ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે ધિરાણ, તાલિમ અને મેન્ટૉરશિપના પ્રયાસો વડે કન્યાઓ અને મહિલાઓના શિક્ષણ, આર્થિક સશક્તીકરણ અને ઉદ્યોગસાહસિકતા વિકસાવવામાં અને તે અર્થતંત્રમાં મુક્ત અને સંપૂર્ણ રીતે રસ દાખવી શકે તે માટે યુનાઈટેડ સ્ટેટ્સ વિમેન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેરિટી (ડબલ્યુ -જીડીપી)ની પહેલ મુજબ ભારત સરકારના પણ ‘બેટી બચાવો બેટી પઢાઓ’ કાર્યક્રમ માટે પગલાં લેવામાં સમાન રસ વ્યક્ત કર્યો હતો.

ભારત અને અમેરિકાએ સંગઠીત, લોકશાહી, સમાવેશી, સ્થિર અને સમૃદ્ધ અફઘાનિસ્તાન માટે સમાન રસ દર્શાવ્યો હતો. તે અફઘાનોની આગેવાની હેઠળના અને અફઘાનોની મારફતે લાંબા ગાળાની શાંતિ, હિંસક પ્રવૃત્તિઓના અંત, આતંકવાદીઓ માટેનાં સલામત થાણાં નાબૂદ કરવાની અને છેલ્લા 18 વર્ષમાં જે સિદ્ધિ હાંસલ થઈ છે તેને ટકાવી રાખવા માટે હાથ ધરાનારી શાંતિ અને સમન્વયની પ્રક્રિયાને ટેકો આપે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત મારફતે અફઘાનિસ્તાનમાં સ્થિરતા અને વિકાસ પ્રવૃત્તિ ચાલુ રાખવાના પ્રયોસો તથા કનેક્ટિવિટી પૂરી પાડવામાં સહાયક બનવાની હાથ ધરાયેલી કામગીરીને આવકારી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પે આતંકવાદીઓનો પ્રોક્સી તરીકે ઉપયોગ કરવાની સરહદ પારથી થતા કોઈ પણ સ્વરૂપે થતા આતંકવાદની પદ્ધતિને વખોડી કાઢી છે. તેમણે પાકિસ્તાનને અનુરોધ કર્યો છે કે તેમના નિયંત્રણ હેઠળના કોઈ પણ પ્રદેશનો આતંકવાદી પ્રવૃત્તિ હાથ ધરવા ઉપયોગ થવો ન જોઈએ અને મુંબઈના 26/11ના અને પઠાણકોટના હૂમલાના કાવતરાખોરો સહિત આવી પ્રવૃત્તિઓ કરનારા લોકો ઉપરાંત અલ-કાયદા, આઈએસઆઈએસ, જૈશે-એ–મોહંમદ, લશ્કરે-એ –તોયબા, હિઝબુલ-મુઝાહિદ્દીન, હક્કાની નેટવર્ક, ટીટીપી, ડી-કંપની અને તેમના તમામ સહયોગીઓ સામે નક્કર પગલાં લેવા અનુરોધ કર્યો હતો.

ભારત અને અમેરિકા વેપાર અને સંવાદ વ્યવસ્થાને સુગમતા કરી આપતા ખૂલ્લા, ભરોસાપાત્ર અને સલામત ઈન્ટરનેટ માટે કટિબદ્ધ છે. ભારત અને અમેરિકા સલામત અને ભરોસાપાત્ર હોય તેવી તથા માહિતી અને ડેટાના પ્રવાહને સુગમતા કરી આપે તેવી ઈનોવેટીવ ડિજિટલ પદ્ધતિની જરૂરિયાતને પારખે છે અને આ નેતાઓ તેમના ઉદ્યોગો અને શિક્ષણ જગતને ખુલ્લી સલામત, ભરોસાપાત્ર, સ્થિતિસ્થાપક પુરવઠા માટે વ્યુહાત્મક સામગ્રી અને મહત્વની માળખાગત સુવિધાઓ પૂરી પાડવા તેમજ ઉભરતી ટેકનોલોજી અપનાવવા સાથે સંકળાયેલાં જોખમોનુ સ્વતંત્ર રીતે મુલ્યાંકન થઈ શકે તેવી વ્યવસ્થાને આગળ ધપાવવામાં સહયોગ આપવાનો ઈરાદો વ્યક્ત કરે છે.

 

SD/DS/GP/RP


(Release ID: 1604426) Visitor Counter : 322