ચૂંટણી આયોગ

એપ્રિલ 2020માં નિવૃત્ત થઇ રહેલા સભ્યોની ખાલી બેઠકો ભરવા માટે રાજ્યસભાના સાંસદોની દ્વિવાર્ષિક ચૂંટણી યોજાશે

Posted On: 25 FEB 2020 11:14AM by PIB Ahmedabad

17 રાજ્યોમાંથી ચૂંટવામાં આવેલા રાજ્યસભાના 55 સાંસદોની મુદત એપ્રિલ 2020માં સમાપ્ત થઇ રહી છે જેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

અનુક્રમ નંબર

રાજ્ય

બેઠકોની સંખ્યા

નિવૃત્તિની તારીખ

  1.  

મહારાષ્ટ્ર

7

02.04.2020

 

  1.  

ઓડિશા

4

  1.  

તામિલનાડુ

6

  1.  

પશ્ચિમ બંગાળ

5

  1.  

આંધ્રપ્રદેશ

4

09.04.2020

 

  1.  

તેલંગાણા

2

  1.  

આસામ

3

  1.  

બિહાર

5

  1.  

છત્તીસગઢ

2

  1.  

ગુજરાત

4

  1.  

હરિયાણા

2

  1.  

હિમાચલ પ્રદેશ

1

  1.  

ઝારખંડ

2

  1.  

મધ્યપ્રદેશ

3

  1.  

મણીપુર

1

  1.  

રાજસ્થાન

3

  1.  

મેઘાલય

1

12.04.2020

 

ઉપર ઉલ્લેખ કરવામાં આવેલી ખાલી જગ્યાઓની વિગતોનું નિવેદન આપેલ બીડાણ-એ (હાઇપર લિંક કરેલ)માં છે. પંચ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યસભાના સાંસદોની ઉપર દર્શાવેલી દ્વિવાર્ષિક ચૂંટણી નીચે દર્શાવેલા કાર્યક્રમ અનુસાર યોજવામાં આવશે:

અનુક્રમ નંબર

ચૂંટણીનું સમયપત્રક

તારીખ

1

જાહેરનામુ બહાર પાડવાની તારીખ

06 માર્ચ, 2020 (શુક્રવાર)

2

નામાંકન ભરવાની છેલ્લી તારીખ

13 માર્ચ , 2020 (શુક્રવાર)

3

નામાંકનની તપાસ

16 માર્ચ, 2020 (સોમવાર)

4

ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ

18 માર્ચ, 2020 (બુધવાર)

5

ચૂંટણીની તારીખ

26 માર્ચ, 2020 (ગુરુવાર)

6

ચૂંટણીના કલાકો

સવારે 09:00 થી સાંજે 04:00

7

મત ગણતરી

26 માર્ચ, 2020 (ગુરુવાર)ના રોજ સાંજે 05:00 વાગે

8

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટેની અંતિમ તારીખ

30 માર્ચ, 2020 (સોમવાર)

 

પંચે નિર્દેશ કર્યો છે કે મતદાન પત્રક પર ઉમેદવારની પસંદગી ચિહ્નિત કરવા માટે પૂર્વ નિર્ધારિત વિવરણ અનુસાર વાદળી રંગની સ્કેચ પેનનો ઉપયોગ કરવાનો રહેશે જે ચૂંટણી અધિકારી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉપરોક્ત ચૂંટણી માટે અન્ય કોઇપણ પેનનો ઉપયોગ કોઇપણ સંજોગોમાં કરી શકાશે નહીં.

મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત થઇ શકે તે માટે ચૂંટણીની પ્રક્રિયા પર નજીકથી દેખરેખ રાખવા માટે નિરીક્ષકોની નિમણૂક કરીને પૂરતાં પગલાં લેવામાં આવશે.

 

SD/DS/GP/RP

 


(Release ID: 1604269)