માહિતી અને પ્રસારણ મંત્રાલય

70માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ડિયા નેટવર્કીંગ ગાલા યોજાયો

Posted On: 21 FEB 2020 9:54AM by PIB Ahmedabad

માહિતી અને પ્રસારણ વિભાગે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રી (સીઆઈઆઈ)ના સહયોગથી બર્લિનેલ 2020માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના પ્રથમ દિવસે ઇન્ડિયા નેટવર્કીંગ રિસેપ્શનનુ આયોજન કર્યું હતું. આ પ્રસંગે ટોચના ફિલ્મ ફેસ્ટિવલ અધિકારીઓ, ઈન્ટરનેશનલ ફિલ્મ એસોસિએશન્સ, ફિલ્મ એજન્સીઓ અને પ્રસિદ્ધ પ્રોડકશન હાઉસ ભારત સાથે સહયોગ વધારવા માટે હાજર રહ્યાં હતાં.

આ સમારંભમાં ચર્ચાઓ જે મુખ્ય વિષય ઉપર કેન્દ્રિત થઈ હતી તેમાં આ વર્ષમાં હવે પછી યોજાનાર IFFIની 51મી આવુર્તિમાં ફિલ્મના સહનિર્માણ માટે અને ભારત સાથે ભાગીદારી વિકસાવવાની ચર્ચાનો સમાવેશ થતો હતો. સમારંભમાં સામેલ થયેલા લોકોને ભારતમાં ફિલ્મ નિર્માણ આસાન બને તે માટે સરકારે હાથ ધરેલી નીતિ વિષયક પહેલ અને શૂટીંગની અરજીઓ માટે સિંગલ પોઈન્ટ સંપર્ક તરીકે કામ કરતા વેબ પોર્ટલ (www.ffo.gov.in) મારફતે સમજ આપવામાં આવી હતી.

ઇન્ડિયા નેટવર્કીંગ ઈવનિંગમાં 80 થી 100 લોકો સામેલ થયા હતા. ડેલીગેશન જેમને મળ્યુ હતું તેમાં કેલિડોસ્કોપિક એન્ટરટેઈનનમેન્ટના માલિક અને મેનેજીંગ ડિરેકટર શ્રી બોબી બેદી, ઈન્ડો જર્મન ફિલ્મસના સ્થાપક સ્ટીફન ઓટનબ્રુચ, બર્લીન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલના હેડ માર્કેટીંગ અને એડવર્ટાઈઝીંગ શ્રી જાના વોલ્ફ, કેટાલ્યુન્યા ફિલ્મસ કમિશનના કાર્લોટા જ્યુએરીયો બર્નુસ, યુરોપિયન ફિલ્મ પ્રમોશનના ડેપ્યુટી મેનેજીંગ ડિરેકટર શ્રી જો મુહલબર્ગર, ક્રોએશિયન ઓડિયો વિઝ્યુઅલના હેડ ઓફ પ્રમોશન અન્ડ ફેસ્ટીવલ્સ, ઈરેના જેલીક, સ્ક્રીન ડેઈલીનાં હેટ્ટી હેલ્ડન, એમડીએમ ઓનલાઈનના ડૉ. માર્કસ ઘોર્શ્ચ અને ચેલ્સીયા ફિલ્મ ફેસ્ટિવલનાં સહ-સ્થાપક સોનિયા જીન બાપ્ટિસ્ટ તથા અન્ય મહાનુભવોનો સમાવેશ થાય છે.

નેટવર્કીંગ ઈવનિંગમાં સામેલ થયેલા મહાનુભવોએ ભારત અને IFFI-2020 લંભવિત સહયોગ કરવા માટે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ બાબત મેકીંગ ઇન્ડિયામાં ફિલ્મના હવે પછીના સ્થળ તરીકે મિડીયા અને મનોરંજન ક્ષેત્ર માટે વૃદ્ધિની આકર્ષક તકો દર્શાવે છે.

DK/DS/RP



(Release ID: 1603917) Visitor Counter : 167