મંત્રીમંડળ

મંત્રીમંડળે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના બીજા તબક્કાને મંજૂરી આપી

Posted On: 19 FEB 2020 4:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે 2024-25 સુધી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) [એસબીએમ (જી)]ના બીજા તબક્કાને મંજૂરી આપી દીધી છે. તે ખુલ્લામાં શૌચ મુક્ત પ્લસ (ઓડીએફ પ્લસ) ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં ઓડીએફ સંતુલિતતા અને ઘન તથા પ્રવાહી કચરાના વ્યવસ્થાપન (એસએલડબ્લ્યુએમ)નો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ એ બાબતની પણ ખાતરી કરવા ઉપર કામ કરશે કે કોઇપણ વ્યક્તિ રહી ન જાય અને દરેક વ્યક્તિ શૌચાલયનો ઉપયોગ કરે. એસબીએમ (જી) ફેઝ-2નું અમલીકરણ પણ મિશન મોડમાં કરવામાં આવશે. તેનો કુલ અંદાજીત નાણાકીય બજેટ ખર્ચ 2020-21થી લઈને 2024-25 સુધીમાં 52,497 કરોડ રૂપિયા છે જેમાં કેન્દ્ર અને રાજ્ય બંનેના હિસ્સાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 15માં નાણાકીય પંચે આગામી નાણાકીય વર્ષ માટે ગ્રામ્ય સ્થાનિક એકમો દ્વારા અમલીકૃત કરવા ગ્રામ્ય પાણીનો પુરવઠો અને સ્વચ્છતા માટે ૩૦,375 કરોડ રૂપિયાની દરખાસ્ત રજૂ કરી છે. ઓડીએફ પ્લસ કાર્યક્રમ એ ખાસ કરીને ગ્રે વોટર મેનેજમેન્ટ માટે MGNREGA સાથે પણ મળીને કામ કરશે અને તે હમણાં તાજેતરમાં જાહેર કરવામાં આવેલ જળ જીવન મિશન માટે પણ પૂરક બનશે.

આ કાર્યક્રમ અંતર્ગત વર્તમાન ધારાધોરણો અનુસાર નવા પાત્રતા ધરાવતા પરિવારોને વ્યક્તિગત પરિવાર માટે શૌચાલય (આઈએચએચએલ)નું નિર્માણ કરવા માટે 12,000 રૂપિયાની નાણાકીય સહાય આપવાની જોગવાઈ યથાવત રહેશે. ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન (એસએલડબ્લ્યુએમ) માટેના નાણાકીય ધારાધોરણોને વધુ તર્કસંગત બનાવવામાં આવ્યા છે અને પરિવારોની સંખ્યાને બદલે માથાદીઠના આધાર પર બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય સ્તર પર કમ્યુનીટી મેનેજ્ડ સેનીટરી કોમ્પલેક્ષ (સીએમએસસી)ના બાંધકામ માટે ગ્રામ પંચાયતો (જીપી)ને આપવામાં આવતી નાણાકીય સહાય પ્રત્યેક સીએમએસસી દીઠ 2 લાખ રૂપિયાથી વધારીને ૩ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

આ કાર્યક્રમ રાજ્યોને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર કાર્યકારી માર્ગદર્શિકા અનુસાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અમલમાં મુકવામાં આવશે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની ભંડોળ ફાળવણીની પેટર્ન તમામ ઘટકો માટે ઉત્તર પૂર્વના રાજ્યો, હિમાલયન રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે 90:10, અન્ય રાજ્યો માટે 60:40 અને બાકીના કેન્દ્ર શાસિત પ્રદેશો માટે 100:૦૦ રહેશે.

ઓડીએફનો એસએલડબ્લ્યુએમ ઘટકની દેખરેખ ઉત્પાદન-પરિણામ માનાંકોના આધાર પર મુખ્યત્વે ચાર ક્ષેત્રો માટે રાખવામાં આવશે: પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થાપન, બાયો ડીગ્રેડેબલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (જેમાં પશુઓના મળ વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે), ગ્રે વોટર મેનેજમેન્ટ તથા મળ કાદવ વ્યવસ્થાપન.

એસબીએમ-જી ફેઝ 2 રોજગારીનું નિર્માણ કરવાનું કાર્ય તથા પરિવારો માટે શૌચાલય અને કમ્યુનીટી શૌચાલયોના નિર્માણ કરવાના કાર્ય તથા એસએલડબ્લ્યુએમ માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે કમ્પોસ્ટ ખાડા, સોક પીટ્સ, વેસ્ટ સ્ટેબીલાઈઝેશન પોન્ડ્સ, મટીરીયલ રીકવરી સુવિધાઓ વગેરેના નિર્માણ દ્વારા ગ્રામ્ય અર્થતંત્રને પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ પણ યથાવત ચાલુ રાખશે.

02જી ઓક્ટોબર 2014ના રોજ એસબીએમ (જી)ની જાહેરાતના સમયે દેશમાં ગ્રામ્ય સ્વચ્છતા કવરેજ 38.7% નોંધવામાં આવ્યું હતું. આ મિશનની શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ શૌચાલયોનું નિર્માણ કરી દેવામાં આવ્યું છે. તેના પરિણામ સ્વરૂપે તમામ રાજ્યોમાં ગ્રામ્ય વિસ્તારોએ પોતાને 2જી ઓક્ટોબર, 2019ના રોજ ખુલ્લામાં શૌચ મુક્ત ઓડીએફ જાહેર કરી છે. આમ છતાં, પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલય વિભાગે તમામ રાજ્યોને સલાહ આપી છે કે તેઓ એ બાબતની પુનઃ ખાતરી કરે કે ગ્રામીણ ક્ષેત્રોમાં એકપણ પરિવાર એવો ન હોય જેની પાસે હજુ પણ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ ન હોય અને જો આવા કોઈ પરિવાર મળી આવે તો તેમને વ્યક્તિગત પરિવાર માટે શૌચાલયનું નિર્માણ કરવા માટે જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવે જેથી કરીને આ કાર્યક્રમ અંતર્ગત કોઇપણ વ્યક્તિ પાછળ ન છૂટી જાય તેની સંપૂર્ણ ખાતરી કરી શકાય.

 

SD/GP/BT/DS/RP



(Release ID: 1603693) Visitor Counter : 533