પર્યાવરણ અને વન મંત્રાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્થળાંતર કરનાર પ્રજાતિઓ વિશેના યુ.એન. શિખર સમેલનનું ઉદઘાટન કરશે.
CMS COP-13ની મેજબાની ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે: શ્રી પ્રકાશ જાવડેકર
Posted On:
10 FEB 2020 4:54PM by PIB Ahmedabad
10 ફેબ્રુઆરી, 2020
સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમના નેજા હેઠળ પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતર પ્રજાતિઓ (સીએમએસ)ના સંમેલનની 13મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (સીઓપી), ભારત દ્વારા 17 થી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં યોજાશે.. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરી હતી.
યજમાન તરીકે, ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત સરકાર 1983 થી સ્થળાંતરીત વન્ય પ્રાણીઓના સંરક્ષણ સંમેલન (સીએમએસ) પર હસ્તાક્ષર કરનાર છે. ભારત સરકાર આ સ્થળાંતરીત દરિયાઈ જાતિઓ/પ્રજાતિઓની સુરક્ષા અને સંરક્ષણ માટે જરૂરી પગલાં લઈ રહી છે. તેમજ એમના સંરક્ષણ અને બચાવ માટેની યોજનાની તૈયારી કરી છે જે માટે સાત જાતિઓ જેમકે ડુગોંગ, વ્હેલ શાર્ક, સમુદ્રી કાચબો (બે પ્રજાતિઓ)ની ઓળખ કરાઇ છે.
કેન્દ્રીય પર્યાવરણમંત્રીએ જણાવ્યું હતું કે “સીએમએસ સીઓપી-13ની મેજબાનીએ ભારતમાં વન્યપ્રાણી સંરક્ષણ તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, 17 ફેબ્રુઆરી 2020 ને સોમવારે સીએમએસ સીઓપી 13નું ઉદઘાટન કરશે. 130 દેશોના પ્રતિનિધિઓ, પ્રખ્યાત સંરક્ષણવાદીઓ અને વન્યપ્રાણી સંરક્ષણના ક્ષેત્રમાં કાર્યરત આંતરરાષ્ટ્રીય એનજીઓ સીઓપીમાં ભાગ લેશે.”
15 અને 16 મી ફેબ્રુઆરીએ, પૂર્વ-સીઓપી બેઠકો જેમાં સ્ટેકહોલ્ડર સંવાદ, ઉચ્ચ-સ્તરની સેગમેન્ટ મીટિંગ અને ચેમ્પિયન નાઇટ એવોર્ડ સહિતના સમારોહ યોજશે. સીઓપીનું ઉદઘાટન સમારોહ અને પૂર્ણ સત્ર 17 ફેબ્રુઆરીએ યોજાશે ત્યારબાદ 22 ફેબ્રુઆરીના રોજ સમાપન સમારોહ સુધી સાઇડ ઇવેન્ટ્સ અને વર્કિંગ ગ્રુપની બેઠકો થશે. આ સાથે જ, ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રદર્શન ક્ષેત્રમાં વન્યપ્રાણી સંરક્ષણની શ્રેષ્ઠ પ્રથાઓનું પ્રદર્શિત કરશે.
ભારતમાં સીએમએસ સીઓપી 13 ની થીમ છે, “સ્થાનાંતરિત પ્રજાતિઓ ગ્રહને જોડે છે અને અમે તેમનું ઘરમાં સ્વાગત કરીએ છીએ. “સીએમએસ સીઓપી 13 લોગો દક્ષિણ ભારતના પરંપરાગત આર્ટફોર્મ‘ કોલામ ’થી પ્રેરિત છે. સીએમએસ સીઓપી -13 ના લોગોમાં, કોલમ આર્ટ ફોર્મનો ઉપયોગ ભારતમાં અમુર ફાલ્કન, હમ્પબેક વ્હેલ અને દરિયાઇ કાચબા જેવી મુખ્ય સ્થળાંતર પ્રજાતિઓને દર્શાવવા માટે કરવામાં આવે છે.
સીએમએસ સીઓપી 13, "ગિબી - ધ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ" માટેનો માસ્કોટ એ એક ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિ છે જેને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અંતર્ગત સર્વોચ્ચ સંરક્ષણનો દરજ્જો આપવામાં આવ્યો છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (સીએએફ) કે જે આર્ક્ટિક અને ભારતીય મહાસાગરો વચ્ચેના ક્ષેત્રને આવરી લેતા પ્રમુખ પક્ષી ફ્લાયવે નેટવર્કનો ભારત પણ એક ભાગ છે, એટલે કે ઓછામાં ઓછા 279ની વસ્તીમાંથી 182 સ્થળાંતરીત પ્રજાતિઓને આવરી લે છે, જેમાં 29 વૈશ્વિક સ્તરે જોખમી જાહેર થયેલી જાતિઓ પણ છે.
યજમાન તરીકે, બેઠક બાદના સમયગાળા દરમિયાન ભારતને પ્રમુખ તરીકે નામિત કરવામાં આવશે. સી.ઓ.પી.ના પ્રમુખ પદને રાજકીય નેતૃત્વ પ્રદાન કરવાનું અને સકારાત્મક પરિણામોની આપવાનું કામ સોંપવામાં આવ્યું છે, જે સંમેલનના ઉદ્દેશોને આગળ ધપાવશે છે, જેમાં પાર્ટીઓનાં સમ્મેલન દ્વારા અપનાવવામાં આવેલા ઠરાવો અને નિર્ણયોના અમલીકરણ માટેના પ્રયત્નોનો સમાવેશ થાય છે.
ખોરાક, સૂર્યપ્રકાશ, તાપમાન, આબોહવા વગેરે જેવા વિવિધ પરિબળોને લીધે જુદા જુદા સમય દરમિયાન જંગલી પ્રાણીઓની સ્થળાંતરિત પ્રજાતિઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓમાં મૂળનિવાસસ્થાન થી અન્ય સ્થળ વચ્ચેનું સ્થળાંતર અથવા હિલચાલ કેટલીક વાર હજારો કિલોમીટર / માઇલ સુધી હોય છે.સ્થળાંતર રૂટમાં સામાન્ય રીતે માળખાની સાઇટ્સ, સંવર્ધન સાઇટ્સ, પ્રાધાન્યવાળા ખોરાકની ઉપલબ્ધતા અને દરેક સ્થળાંતર પહેલાં અને પછી યોગ્ય રહેઠાણની ઉપલબ્ધતા હોવી જરૂરી છે.
ભારત વન્યપ્રાણી સૃષ્ટિની અનેક સ્થળાંતરિત પ્રજાતિઓનું ઘર છે જેમાં સ્નો ચિત્તા, અમુર ફાલ્કન્સ, બાર હેડ ગીઝ, બ્લેક નેકડ ક્રેન્સ, દરિયાઇ કાચબા, ડમ્પોંગ્સ, હમ્પબેક્ડ વ્હેલ, વગેરેનો સમાવેશ છે અને સાઇબેરીયન ક્રેન્સ (1998), મરીન ટર્ટલ્સ (2007), ડુગોંગ્સ (2008) અને રેપ્ટર્સ (2016)ના સંરક્ષણ અને સંચાલન પર સીએમએસ સાથે કાયદેસર રીતે બંધનકર્તા એમઓયુ પર હસ્તાક્ષર પણ કર્યા છે.
SD/GP/DS
(Release ID: 1602660)
Visitor Counter : 599