સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

આરોગ્ય વિભાગના મુખ્યસચિવે નોવલ કોરોનાવાયરસ પર કાર્યવાહી અને તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી


ચીનથી આવતા મુસાફરો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી

Posted On: 05 FEB 2020 2:49PM by PIB Ahmedabad

આરોગ્ય વિભાગના મુખ્ય સચિવે નોવલ કોરોનાવાયરસના પડકાર સામે રાજ્યોની તૈયારી અંગેની સમીક્ષા કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, વિદેશી બાબતો, નાગરિક ઉડ્ડયન, ફાર્મા, આરોગ્ય સંશોધન વિભાગ, સભ્ય સચિવ (એનડીએમએ), અને ગૃહ મંત્રાલય, વાણિજ્ય, સૈન્ય અને સંરક્ષણના અન્ય અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 2019- nCOV સાથે સંબંધિત , નીચેની સુધારેલી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે:

  1. હાલના વિઝા (પહેલાથી જારી કરેલા ઇ-વિઝા સહિત) હવે ચીનથી મુસાફરી કરનારા કોઈપણ વિદેશી નાગરિક માટે માન્ય નથી.
  2. લોકોને અગાઉથી એક માર્ગદર્શિકા દ્વારા ચીનની યાત્રા ટાળવાની સલાહ આપવામાં આવી છે. પછી, ચીન જતા લોકોની વાપસી પર છૂટ આપવામાં આવશે.
  3. જેમને ભારતની મુલાકાત લેવી ફરજિયાત છે એવા લોકો બેઇજિંગમાં ભારતીય દૂતાવાસ (visa.beijing@mea.gov.in) અથવા શાંઘાઈ (Ccons.shanghai@mea.gov.in) અથવા ગુઆંગઝુ (Visa.guangzhou@mea.gov.in) માં આવેલા વાણિજ્ય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે
  4. ચીનમાં ભારતીય દૂતાવાસ બે હોટલાઈન નંબરો +8618610952903 અને +8618612083629 અને ઇમેઇલ - helpdesk.beijing@mea.gov.in. પર 24x7 કાર્યરત છે. કોઈ પણ સહાયની જરૂર હોય તેવા ભારતીય નાગરિકો આ હોટલાઇન્સ અને ઇમેઇલ પર દૂતાવાસ સાથે સંપર્ક કરી શકે છે.
  5. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સાથે સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રશ્નો માટે,  24 * 7 હેલ્પલાઇન નંબર + 91-11-23978046 પર સંપર્ક કરી શકો છો અથવા ncov2019[at]gmail[dot]com પર ઇમેઇલ કરી શકો છો.

 

DK/SD/DS/GP/BT



(Release ID: 1602044) Visitor Counter : 206