પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓમાનના સુલતાન હૈયથમ બિન તારીક અલ સઇદને અભિનંદન પાઠવ્યા

Posted On: 12 JAN 2020 9:37PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓમાનના સુલતાન હૈથમ બિન તારીક અલ સઇદને પદ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

"હું હૈથમ બિન તારીક અલ સઇદને ઓમાનના સુલતાનનું પદ સંભાળવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વ હેઠળ ઓમાન પ્રગતિ અને સમૃદ્ધિ ચાલુ રાખશે અને વૈશ્વિક શાંતિમાં ફાળો આપશે.

ઓમાન સાથે ભારતના હજારો વર્ષ જુનાં સંબંધો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સુલતાન હૈથમ બિન તારીક અલ સઇદ સાથે મળીને કામ કરવાની આશા રાખીએ છીએ.

 

GP/DS

 



(Release ID: 1599232) Visitor Counter : 155