પ્રધાનમંત્રીનું કાર્યાલય

સિંગાપુરના સામાજિક નીતિઓ માટેના સંકલન અને વરિષ્ઠ મંત્રી શ્રી થરમન શનમુગરત્નમે આજે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

Posted On: 06 JAN 2020 5:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ ભારતમાં શ્રી શનમુગરત્નમનું સ્વાગત કર્યું અને શ્રી શન્મુગરત્નમને નવ વર્ષ પર હાર્દિક શુભકામનાઓ પાઠવી અને તેમના માધ્યમથી સિંગાપુરના પ્રધાનમંત્રી શ્રી લી સિયન લૂંગને પણ શુભેચ્છા પાઠવી.

 

પ્રધાનમંત્રી શ્રી અને શ્રી શનમુગરત્નમે દ્વિપક્ષીય સંબંધો પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે માળખાગત સુવિધા, કૌશલ્ય, ભારત – સિંગાપુર વ્યાપક આર્થિક સહયોગ સમજૂતી (સીઈસીએ) અને ડિજિટલ અર્થવ્યવસ્થા સહિત આર્થિક સહયોગના ક્ષેત્રમાં પરસ્પર સહયોગની ઘણી બાબતો પર ચર્ચા કરી. શ્રી શન્મુગરત્નમે ભારતના સામાજિક પરિવર્તન અને ડિજિટલ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રસંશા કરી.

પ્રધાનમંત્રીએ માખાગત સુવિધા, પ્રવાસન, ડિજિટલ ચૂકવણી પ્રક્રિયા, નવાચાર અને વહીવટી ક્ષેત્રમાં ભારત અને સિંગાપોરની વચ્ચેના ભાવિ સહયોગને વધુ મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી.

 

NP/DS/GP



(Release ID: 1598546) Visitor Counter : 121