મંત્રીમંડળ

મંત્રીમંડળે ચૂંટણીલક્ષી વ્યવસ્થાપન અને વહીવટના ક્ષેત્રમાં ભારતીય ચૂંટણી પંચ અને માલદીવ્સના ચૂંટણી પંચ વચ્ચે સહયોગ અંગેના સમજૂતી કરારોને મંજૂરી આપી

Posted On: 04 DEC 2019 1:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતીય ચૂંટણી પંચ અને માલદીવ્સના ચૂંટણી પંચની વચ્ચે ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટના ક્ષેત્રમાં સહયોગ અંગેના સમજૂતી કરારો (એમઓયુ)ના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. તેમાં ચૂંટણી પ્રક્રિયાના સંગઠનાત્મક અને ટેકનીકલ વિકાસના ક્ષેત્રમાં જાણકારીઓ અને અનુભવોનું આદાનપ્રદાન, માહિતી વહેંચવામાં સહયોગ, સંસ્થાગત મજબૂતી અને ક્ષમતા નિર્માણ, કર્મચારીઓની તાલીમ અને નિયમિત રીતે પર ચર્ચા વિચારણા વગેરેનો સમાવેશ થાય છે.

પ્રસ્તાવિત એમઓયુ દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપશે. તેનો ઉદ્દેશ્ય માલદીવ્સના ચૂંટણી પંચને ટેકનીકલ સહાયતા/ક્ષમતા નિર્માણમાં સહાયતા આપવાનો, ચૂંટણી વ્યવસ્થાપન અને વહીવટના ક્ષેત્રમાં સહયોગ પર ધ્યાન આપવાનો છે.

 

DK/NP/DS/GP/RP



(Release ID: 1594840) Visitor Counter : 143