પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી એકાઉન્ટન્ટ્સ જનરલની કોન્ક્લેવને સંબોધિત કરશે

Posted On: 20 NOV 2019 3:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 21 નવેમ્બર, 2019ના રોજ એકાઉન્ટન્ટ્સ જનરલ ડેપ્યુટી એકાઉન્ટન્ટ્સ જનરલ કોન્ક્લેવને સંબોધિત કરશે. શ્રી નરેન્દ્ર મોદી AsG અને ડેપ્યુટી AsGને સંબોધન કરતા દેશભરમાં કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઑફ ઇન્ડિયાની ઓફિસમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરશે.

‘Transforming Audit and Assurance in a Digital World’ વિષય પર હાલની કોન્ક્લેવ, અનુભવ અને શિક્ષણને એકીકૃત કરવા અને આગામી કેટલાક વર્ષો સુધી ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગના પરિપેક્ષ્યને ધ્યાનમાં રાખીને યોજવામાં આવી રહી છે. આજે ઝડપથી બદલાતી નીતિ અને શાસન વ્યવસ્થાના વાતાવરણમાં સરકાર જે રીતે ડેટા પર આધાર રાખી રહી છે તે જોતાં, ટેકનોલોજી સાંચાલિત સંસ્થાઓનાં વિભાગોમાં પરિવર્તન લાવવાની પદ્ધતિઓ પર વિચારવિમર્શ કરવા પેનલ ચર્ચાઓ અને જૂથ ચર્ચાઓનું આયોજન કરાયું છે.

વિભાગ IA&AD – One System લાગુ કરીને આંતરિક રીતે ઓડિટ પ્રક્રિયાઓને સ્વચાલિત કરી રહ્યું છે. વિભાર ઇન્ટરેક્ટિવ એકાઉન્ટ્સ અને ડિજિટલ ઓડિટ રિપોર્ટ્સ રજૂ કરવા ઓડિટ સંસ્થાઓની જરૂરિયાતને ઘટાડવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંસ્થાકીય જ્ઞાન વધારવા માટે, સંસાધનોને સચોટ બનાવવા અને કોઈ પણ સમયે, ગમે ત્યાંથી શીખી શકાય તે માટે ઇન્ફોર્મેશન ટેકનૉલોજી આધારિત ટૂલ કિટ્સ વિકસાવવા માટે આઇટી આધારિત પ્લેટફોર્મના લાભ માટેના પ્રયાસો પણ ચાલુ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ નવા યુગમાં ઊભા થતાં પડકારોને પહોંચી વળવા ઓડિટમાં પરિવર્તન લાવવાની દિશામાં ટેકનૉલોજી સાથે આગળ વધ્યું છે.

 

RP/DS



(Release ID: 1592423) Visitor Counter : 92