નાણા મંત્રાલય

6 નવેમ્બર, 2019નાં રોજ મંત્રીમંડળ દ્વારા મંજૂર થયેલા સ્થગિત થયેલા એફોર્ડેબલ અને મિડલ-ઇન્કમ હાઉસિંગ પ્રોજેક્ટ માટે ‘સ્પેશ્યલ વિન્ડો ફોર ફંડિંગ’ વિશે અવારનવાર પૂછાતાં પ્રશ્રો

Posted On: 07 NOV 2019 2:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે મંત્રીમંડળે એફોર્ડેબલ અને મિડલ-ઇન્કમ હાઉસિંગ સેક્ટરમાં અટકી ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે પ્રાથમિકતાનાં ધોરણે ઋણ પ્રદાન કરવા માટે સ્પેશ્યલ વિન્ડો ફંડની રચના કરવાની મંજૂરી આપી હતી.

ફંડનાં ઉદ્દેશો માટે સરકાર પ્રાયોજક તરીકે કામ કરશે અને સરકારે કુલ રૂ. 10,000 કરોડ સુધીનું ઉમેરણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

ફંડ કેટેગરી-2 એઆઇએફ (વૈકલ્પિક રોકાણ ફંડ) તરીકે સ્થાપિત થશે, જેની નોંધણી સેબીમાં થશે તેમજ તેનું સંચાલન વ્યવસાયિક ધોરણે થશે.

સ્પેશ્યલ વિન્ડો અંતર્ગત પ્રથમ એઆઇએફ માટે એવી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી કે, એસબીઆઈકેપ વેન્ચર્સ લિમિટેડને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે રોકવામાં આવશે.

આ ફંડ ડેવલપર્સને રાહત પૂરી પાડશે, અધૂરાં વિવિધ પ્રોજેક્ટને પૂર્ણ કરવા ડેવલપર્સને જરૂરી ફંડ આપવામાં આવશે, પરિણામે મકાનનાં ગ્રાહકોને યોગ્ય સમયે મકાનો મળી રહે.

રિયલ એસ્ટેટ ઉદ્યોગ અન્ય કેટલાંક ઉદ્યોગો સાથે સીધો સંકળાયેલો હોવાથી આ ક્ષેત્રની વૃદ્ધિથી ભારતીય અર્થતંત્રનાં અન્ય મુખ્ય ક્ષેત્રોમાં તણાવ ઓછો થશે.

પૃષ્ઠભૂમિ

આદરણીય નાણાંમંત્રીએ 14 સપ્ટેમ્બર, 2019નાં રોજ જાહેરાત કરી હતી કે, એફોર્ડેબલ અને મિડલ-ઇન્કમ હાઉસિંગ માટે સ્પેશ્યલ વિન્ડો ફંડ ઊભું કરવામાં આવશે. આ સ્પેશ્યલ વિન્ડો ફંડ વિવિધ નાણાકીય ખેંચ અનુભવતા હાઉસિંગ પ્રોજેક્ટ માટે જરૂરી ડેવલપર્સને આપશે, જેથી મકાનનાં ગ્રાહકોને લાભ મળશે.

વળી આ ફંડ માટે આંતર-મંત્રીમંડળીય ચર્ચાવિચારણા યોજાઈ હતી તેમજ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ, બેંકો, એનબીએફસી, રોકાણકારો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ સહિત હાઉસિંગ ઉદ્યોગ સાથે સરકારનાં પ્રતિનિધિઓએ ચર્ચા કરી હતી. મકાનનાં ગ્રાહકો, ડેવલપર્સ, ધિરાણકારો અને રોકાણકારોની સમસ્યાઓને નક્કી કરવામાં આવી હતી, જેનું સમાધાન સ્પેશ્યલ વિન્ડો દ્વારા થઈ શકશે.

કેન્દ્રીય મંત્રીમંડળે 6 નવેમ્બર, 2019નાં રોજ અટકી ગયેલા એફોર્ડેબલ અને મિડલ-ઇન્કમ હાઉસિંગ પ્રોજેક્ટ માટે સ્પેશ્યલ વિન્ડો ફંડ પર અવારનવાર પૂછાતાં કેટલાક પ્રશ્નો અને જવાબો

  1. આ સ્પેશ્યલ વિન્ડોમાં સરકાર અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સની ભૂમિકા શું છે?

જવાબ: સરકાર સૂચિત ફંડનાં પ્રાયોજક તરીકે કામ કરશે તથા સેબી (એઆઇએફ) નિયમનો, 2012 અંતર્ગત અધિકાર અને જવાબદારી ધરાવશે, જ્યારે ઇન્વેસ્ટમેન્ટ મેનેજર ફંડ ઊભું કરવા, રોકાણ કરવા અને ફંડની ટીમનું વ્યવસ્થાપન કરવા માટે જવાબદાર છે.

  1. ફંડની સાઇઝ શું છે?

જવાબ: સરકાર સ્પેશ્યલ વિન્ડો ફંડ દ્વારા એફોર્ડેબલ અને મિડલ-ઇન્કમ ગ્રૂપ હાઉસિંગ સેક્ટરમાં રૂ. 10,000 કરોડની મૂડી ઉમેરશે. બેંકો, એલઆઇસી અને અન્ય કંપનીઓ ફંડમાં એટલું પ્રદાન કરશે, જેથી કુલ આશરે રૂ. 25,000 કરોડનું ભંડોળ પેદા થશે.

  1. ફંડનું વ્યવસ્થાપન કોણ કરશે?

જવાબ: સ્પેશ્યલ વિન્ડો અંતર્ગત પ્રથમ એઆઇએફ માટે, એસબીઆઈકેપ વેન્ચર્સ લિમિટેડને ઇન્વેસ્ટમેન્ટ મેનેજર તરીકે રોકવામાં આવશે.

  1. ફંડનાં રોકાણકારો કોણ હશે?

જવાબ: સ્પેશ્યલ વિન્ડો અંતર્ગત ઊભા કરવામાં આવેલા એઆઇએફને સરકાર અને અન્ય ખાનગી ક્ષેત્રોનાં ફંડનું રોકાણ કરવામાં આવશે, જેમાં રોકડ સદ્ધરતા ધરાવતી નાણાકીય સંસ્થાઓ, સોવેરિયન વેલ્થ ફંડ, સરકારી અને ખાનગી બેંકો, સ્થાનિક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ, ગ્લોબલ પેન્શન ફંડ અને અન્ય સંસ્થાગત રોકાણકારો સામેલ છે.

  1. એનપીએ અને એનસીએલટી હેઠળનાં પ્રોજેક્ટને લાસ્ટ માઇલ ફંડિંગ ગણી શકાશે?

જવાબ: હા. હિતધારકો પાસેથી પ્રાપ્ત થયેલા આંતરિક માહિતીને આધારે સરકારે રોકાણની તકો વધારવાનો નિર્ણય લીધો છે, જેમાં એનપીએ અને એનસીએલટી પ્રોજેક્ટ સામેલ છે. ધિરાણ માટેની તમામ એપ્લિકેશન્સની સમીક્ષા ફંડનાં રોકાણ માટેની સમિતિ કરશે અને સમિતિ પૂરતી કાળજી રાખીને તથા મૂળ રોકણકારો અને કાનુની સલાહકારો સાથે ચર્ચા કર્યા પછી મંજૂરી આપશે.

6. એનસીએલટી પ્રક્રિયામાંથી પસાર થતાં ક્યાં પ્રોજેક્ટ સ્પેશ્યલ વિન્ડો હેઠળ લાયકાતને પાત્ર ગણી શકાશે?

જવાબ: એનસીએલટીમાં જતાં અગાઉ કૉર્પોરેટ ઇન્સોલ્વન્સીમાંથી પસાર થતાં કોઈ પણ કે તમામ પ્રોજેક્ટ્સની વિચારણા સ્પેશ્યલ વિન્ડો દ્વારા ફંડિંગ માટે થઈ શકશે, જેની રિઝોલ્યુશન પ્રોસેસ એવા સ્તરે હશે જેને ધિરાણકારોની સમિતિએ ઇન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોસેસ મંજૂરી કરી નથી/નકારી કાઢી.

  1. આ ફંડનું રોકાણ એવા કિસ્સાઓમાં થશે, જેની સાથે સંબંધિત સુનાવણી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડતર હોય?

જવાબ: ના. આ સ્પેશ્યલ વિન્ડો ફંડ નિર્માણ માટે પર્યાપ્ત ફંડનાં અભાવે સ્થગિત થઈ ગયા હોય એવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ એવા પ્રોજેક્ટ્સ પર ધ્યાન આપશે, જે એનપીએ કે એનસીએલટી કામગીરીમાંથી પસાર થતાં હોય, જેનું નિર્માણકાર્ય ફંડ ઉપલબ્ધ થયા પછી તરત શરૂ થઈ શકે.

  1. ફંડિંગ માટે પ્રોજેક્ટ્સને પસંદ કરવા માટેનાં માપદંડો કયા હશે?

જવાબ: ફંડિંગ નીચેનાં માપદંડો પૂર્ણ કરતાં પ્રોજેક્ટને આપવામાં આવશે:

  • પર્યાપ્ત ફંડને કારણે સ્થગિત થઈ ગયેલા પ્રોજેક્ટ
  • એફોર્ડેબલ અને મિડલ ઇન્કમ કેટેગરી
  • નેટવર્થ પોઝિટિવ પ્રોજેક્ટ્સ (એનપીએ સહિત અને એનએસલીટી કામગીરીમાંથી પસાર થતા પ્રોજેક્ટ્સ)
  • રેરા રજિસ્ટર્ડ
  • પૂર્ણ થવાને આરે આવેલા પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા
  1. એફોર્ડેબલ (વાજબી) અને મિડ-ઇન્કમ (મધ્યમ આવક) હાઉસિંગ પ્રોજેક્ટ એટલે શું?

જવાબ: સ્પેશ્યલ વિન્ડો અંતર્ગત પ્રથમ ફંડનાં ઉદ્દેશો માટે એફોર્ડેબલ (વાજબી) અથવા મિડ-ઇન્કમ (મધ્યમ આવક) ધરાવતા હાઉસિંગને આ રીતે પરિભાષિત કરવામાં આવશે – જેમાં એવો કોઈ પણ હાઉસિંગ પ્રોજેક્ટ સામેલ હશે, (ફંડ ડોક્યુમેન્ટમાં વિસ્તૃત રીતે સમજાવવામાં આવશે) જેનાં કોઈ પણ હાઉસિંગ યુનિટનું રેરા કાર્પેટ એરિયા 2000 ચોરસ મીટરથી વધારે નહીં હોય અને એની કિંમત નીચે મુજબ હશેઃ

  • મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં રૂ. 2 કરોડ સુધી કે એનાથી ઓછી કિંમતનાં પ્રોજેક્ટ
  • રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર, ચેન્નાઈ, કોલકાતા, પૂણે, હૈદરાબાદ, બેંગલોર અને અમદાવાદમાં રૂ. 1.5 કરોડ સુધી કે એનાથી ઓછી કિંમત ધરાવતાં પ્રોજેક્ટ
  • બાકીનાં ભારતમાં રૂ. 1 કરોડ સુધી કે એનાથી ઓછી કિંમત ધરાવતાં પ્રોજેક્ટ.

10. નેટવર્થ પોઝિટિવ પ્રોજેક્ટ એટલે શું?

જવાબ: સ્પેશ્યલ વિન્ડો દ્વારા ફંડિંગનાં ઉદ્દેશ માટે નેટવર્થ પોઝિટિવ પ્રોજેક્ટ્સ એટલે એવા પ્રોજેક્ટ હશે, જેનું કુલ મૂલ્ય પ્રાપ્ત રકમ ઉપરાંત વેચાયા વિનાનાં પુરવઠાનું મૂલ્ય પ્રોજેક્ટ પૂર્ણ કરવાનાં ખર્ચ અને પ્રોજેક્ટ-સ્તરે બાકીની જવાબદારીઓથી વધારે હશે.

11. આ યોજના અંતર્ગત કઈ કિંમતનાં પ્રોજેક્ટને લાભ થશે?

જવાબ: કૃપા કરીને જવાબ નંબર 9 જુઓ.

12. વિવિધ શહેરો માટે કિંમતની ટોચમર્યાદા હેઠળ કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવશે?

જવાબ: આ કિંમતમાં સામાજિક સુવિધાઓ, પાર્કિંગ, હાઉસિંગ સોસાયટી, બ્રોકરેજ, ડિપોઝિટ, રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટીનાં ચાર્જ માટેનાં વધારાનાં કોઈ ચાર્જ સામેલ નહીં હોય.

13. કાર્પેટ એરિયાની પરિભાષા શું છે?

જવાબ: કાર્પેટ એરિયા એટલે રેરાની કલમ 2ની પેટાકલમ (કે)ની જોગવાઈમાં કરવામાં આવેલી વ્યાખ્યા એટલે કાર્પેટ એરિયાનો અર્થ એવો થશે – આ એરિયા એપાર્ટમેન્ટનો ચોખ્ખો વપરાશ કરી શકાય એટલો વિસ્તાર છે, જેમાં બહારની દિવાલો, સર્વિસ શાફ્ટ્સ હેઠળનાં ભાગો, એક્સક્લૂઝિવ બાલ્કની કે વરંડાનો વિસ્તાર સામેલ નથી તેમજ છતનો ખુલ્લો એરિયા પણ સામેલ નથી. જોકે એપાર્ટમેન્ટની આંતરિક વિભાજન કરતી દિવાલોને આવરી લેવામાં આવી છે.

14. આ ફંડનું રોકાણ વિલા પ્રોજેક્ટ્સમાં પણ થઈ શકે?

જવાબ: ફંડનું રોકાણ કોઈ પણ પ્રોજેક્ટમાં થશે, જે 200 ચોરસ મીટરથી ઓછી સાઇઝ ધરાવતાં મકાનનાં એકમોનું કામકાજ પૂર્ણ કરવા રોકાણનો ઉદ્દેશ પૂર્ણ કરે છે અને શહેર-મુજબ કિંમતનાં નીતિનિયમો રૂ. 2 કરોડની ટોચમર્યાદાને આધિન છે.

15. સમગ્ર ભારતમાં કયા શહેરોમાં મકાનનાં અટકી ગયેલા પ્રોજેક્ટ્સને ફંડ આપવામાં આવશે? ફંડની ફાળવણી પ્રદેશ મુજબ થશે?

જવાબ: ફંડ દ્વારા પોર્ટફોલિયો ઇન્વેસ્મેન્ટ સમગ્ર ભારતમાં થાય છે, જેમાં કોઈ ભૌગોલિક નિયંત્રણો લાગુ પડતાં નથી. પ્રોજેક્ટનાં સ્તર, ડેવલપરનાં સ્તર અને શહેરનાં સ્તર પર ટોચમર્યાદા પ્રમાણભૂત જોખમ વ્યવસાયની પદ્ધતિ મુજબ હશે.

  1. એફોર્ડેબલ (વાજબી) અને મિડ-ઇન્કમ (મધ્યમ આવક) ધરાવતા સમુદાય અંતર્ગત અટકી ગયેલા રિયલ એસ્ટેટ હાઉસિંગ પ્રોજેક્ટ્સનો કયો હિસ્સો આવે છે?

જવાબ: ઉદ્યોગનાં અંદાજ મુજબ, એફોર્ડેબલ અને મિડ-ઇન્કમ સેગમેન્ટ હેઠળ અટકી ગયેલા 90 ટકા પ્રોજેક્ટ આવે છે.

17. શું પસંદ કરાયેલા અટકી પડેલા પ્રોજેક્ટની રિટેલ લોનની પુનઃરચના કરવામાં આવશે?

જવાબઃ આ આરબીઆઇની માર્ગદર્શિકા અને બેન્ક બોર્ડની મંજૂર થયેલી નીતિઓ અનુસાર કરાશે.

18.  ભંડોળમાંથી ઘર-ખરીદનારાઓને કેવી રીતે ફાયદો પહોચશે?

જવાબઃ અટકી પડેલો પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી તે વહેલા પુરો થશે અને સખત મહેનત કરીને કમાયેલા પૈસાનું તેમાં રોકાણ કરનારા ઘર-ખરીદનારાઓને તેમના ઘરનો સમયસર કબજો પ્રાપ્ત થશે.

19. ડેવલપર્સ દ્વારા સંબંધિત પ્રોજેક્ટ ઉપર ફાળવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ થાય છે કે નહીં તેના પર દેખરેખ રાખવાની શું પ્રક્રિયા છે?

જવાબઃ અટકી પડેલા બાંધકામ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે મૂડી પુરી પાડવા વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ડેવલપર/નિમણૂંક કરાયેલી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપનીની સાથે રોકાણ મેનેજર તે બાબતની ખાતરી કરશે કે ભંડોળનો છેવટનો ઉપયોગ માત્ર પ્રોજેક્ટ પૂર્ણ કરવાના હેતુસર જ કરવામાં આવે. RERA દ્વારા જાળવવામાં આવતું નિર્ધારિત નાણાકીય નિયમન અપનાવવામાં આવશે.

20. શું વર્તમાન ધીરાણકર્તાઓને વહેંચણી અને અમલીકરણ ઉપર દેખરેખ રાખવાની સત્તા આપવામાં આવશે?

જવાબઃ ભંડોળ સંચાલક દ્વારા ડેવલપર દ્વારા સીધા અથવા ત્રાહિત પક્ષકારની સેવાઓ દ્વારા મૂડીની વહેંચણી અને પ્રોજેક્ટના અમલીકરણ ઉપર દેખરેખ હાથ ધરવામાં આવશે. મંજૂર કરાયેલી પ્રક્રિયાના ભાગરૂપે વર્તમાન ધીરાણકર્તાઓનો પરામર્શ કરવામાં આવશે.

21. પ્રોજેક્ટની પસંદગી કરી લીધા બાદ, ભંડોળ પુરુ પાડવા માટે શું પ્રક્રિયા રહેશે?

જવાબઃ રોકાણ સંચાલક બાહ્ય વાજબી કાળજી સંસ્થાઓ દ્વારા પુરી પડાયેલી જાણકારીઓ સહિત વિગતવાર રોકાણ સમીક્ષા હાથ ધરશે. આ નિરીક્ષણ કાર્યપદ્ધતિ ભંડોળ પુરુ પાડવા અને ભંડોળ રોકાણની મંજૂરીના ભાગરૂપે ડેવલપર્સ સાથે કરાર આધારિત વ્યવસ્થાના ભાગરૂપે હશે. દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ ભંડોળની વહેંચણી કરવામાં આવશે.

22. કેવી રીતે આ યોજના હેઠળ અનેક પ્રોજેક્ટ્સને લાભ થવાની ધારણાં છે?

જવાબઃ ઔદ્યોગિક અંદાજ અનુસાર, અટકી પડેલા પ્રોજેક્ટની શ્રેણીમાં, અંદાજે 4.58 લાખ આવાસ એકમોને આવરી લેતા 1509 આવાસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. રોકાણ માટે લાયકાત માપદંડો પરીપૂર્ણ કરતા પ્રોજેક્ટને ધીરાણ પુરું પાડવામાં આવશે. કોઇ એક પ્રોજેક્ટ માટે મહત્તમ ધીરાણની રકમ રૂ.400 કરોડ હશે. ઉપરાંત અંતિમ વિગતવાર યોજનાના ભાગરૂપે એક ડેવલપર માટે અને કોઇ એક શહેર માટે મહત્તમ મર્યાદા મુકવામાં આવશે.

23. ભંડોળ પુરું પાડવાની જોગવાઇ માત્ર મધ્યમ અને વ્યાજબી આવાસોની શ્રેણી માટે છે. પૂર્ણ નહીં થયેલા વૈભવી આવાસોની શ્રેણી અંગે શું જોગવાઇ છે?

જવાબઃ મધ્યમ અને વ્યાજબી આવાસોની શ્રેણી માટે વિશિષ્ટ વ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જોકે, આ શ્રેણીમાં ડેવલપર્સની સમસ્યાઓ દૂર કરવાથી પરોક્ષ રીતે વૈભવી આવાસોની શ્રેણી સહિત સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરને એકંદરે ફાયદો પહોંચી શકે છે.

24. એકવખત ભંડોળ પ્રાપ્ત થઇ જાય ત્યારબાદ પ્રોજેક્ટના અમલીકરણ માટે અપેક્ષિત સમયમર્યાદા શું છે?

જવાબઃ વિશિષ્ટ વ્યવસ્થાનો હેતુ અટકી પડેલા પ્રોજેક્ટનું બાંધકામ વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે. તે અનુસાર, સંબંધિત પ્રોજેક્ટના બાંધકામ અને વેચાણ સમય મર્યાદાને પહોંચી વળવા ભંડોળની રૂપરેખા તૈયાર કરવામાં આવશે?

25. જો ડેવલપર અસક્ષમ હોય તો પ્રોજેક્ટનું બાંધકામ કોણ કરશે?

જવાબઃ રોકાણ સમીક્ષાના ભાગરૂપે, પ્રોજેક્ટ માટે ડેવલપર બદલવાની કોઇ જરૂરિયાત હોય તો તે અંગેનો નિર્ણય રોકાણ સંચાલક કરશે.

26. નાણાંનો ઉપયોગ કોઇ વિસંગતતા વગર થાય તે સુનિશ્ચિત કરવા માટે કોણ જવાબદાર સત્તામંડળ હશે?

જવાબઃ રોકાણ સંચાલક, નિમણૂંક કરવામાં આવેલી સંચાલન કંપનીઓ અને સંબંધિત નાણાકીય નિયંત્રણોની મદદથી ભંડોળના નાણાંનો ઉપયોગ પ્રોજેક્ટના બાંધકામ અને તેને પૂર્ણ કરવા માટે થાય તે સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે.

27. ફાળવામાં આવેલું ભંડોળ બજારની ગતિશિલતાને કેવી રીતે પ્રભાવિત કરશે?

જવાબઃ કૃપા કરીને જવાબ નં. 22 ધ્યાન પર લો.

28. ભંડોળ થકી રોકાણની પદ્ધતિ શું રહેશે?

જવાબઃ ભંડોળ કાયદાકીય, નિયમનકારી અને અન્ય બાબતોને આધીન પ્રાથમિક રીતે તેના રોકાણની સંરચના બિન-રૂપાંતરીય ડિબેન્ચરના સ્વરૂપમાં રાખે તેવી ધારણા છે.

29. બજારમાં મૂડીની પ્રવાહિતતા સુધારવા માટે સરકાર દ્વારા કયા વધારાના પગલાં હાથ ધરવામાં આવી રહ્યાં છે?

જવાબઃ આવાસ અને બાંધકામ ઉદ્યોગ ઉપર સર્જાયેલા દબાણને ધ્યાનમાં રાખીને આવાસ ક્ષેત્રને ગતિ પુરી પાડવા માટે ભૂતકાળમાં સરકાર દ્વારા અનેક પગલાંઓ હાથ ધરવામાં આવ્યાં છે, જેમ કેઃ

  • વ્યાજબી આવાસો ઉપર ITમાં છૂટછાટ પુરી પાડવી
  • રેપો રેટ/બાહ્ય બેન્ચમાર્ક સાથે જોડાયેલી લોન પ્રોડક્ટ રજૂ કરવી
  • પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY)નું અમલીકરણ
  • HFCsને તરલતાનો ટેકો
  • તણાવયુક્ત NBFC અથવા HFC પાસેથી બેન્ક દ્વારા ખરીદાયેલી મિલકતો માટે આંશિક સરકારી બાંહેધરી
  • હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA) ઉપર વ્યાજ ઘટાડવું

30. શું પ્રોજેક્ટના વિકાસ દરમિયાન તેમાં ઘર ખરીદનારાઓની કોઇપણ પ્રકારની સામેલગીરી હશે?

જવાબઃ ઘર ખરીદનારાઓને પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થાય તે માટે હોમ લોનના બાકી હપ્તાઓની ચૂકવણી કરીને તેમની જવાબદારીઓનું પાલન કરવા ધીરાણ સંસ્થાઓ (NBFC/HFC/બેન્ક)સાથે કામગીરી કરવાની જરૂરિયાત રહેશે.

31. શું ઘર ખરીદનારાઓ માટે કોઇ ચોક્કસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે?

જવાબઃ ઘર ખરીદનારાઓને પ્રવર્તમાન કાયદાકીય અને નિયમનકારી માળખા અને ધીરાણ કરનારી સંસ્થાઓની સ્ટાન્ડર્ડ બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિઓ અનુસાર વધારાના ઋણ અને તેમની વર્તમાન હોમ લોનના પુનઃનિર્માણ માટે જરૂરી માર્ગદર્શન મેળવવા તેમની સંબંધિત ધીરાણકર્તા સંસ્થાઓનો સંપર્ક સાધવાની સલાહ આપવામાં આવે છે.

32. પસંદગી કરેલા માપદંડની અંદર યોગ્યતા ન ધરાવતા પ્રોજેક્ટ વિશે શું જોગવાઇ છે?

જવાબઃ આ પ્રોજક્ટને ભંડોળ, પુનઃનિર્માણ અને ઉપાયો માટે વર્તમાન વૈકલ્પિક માર્ગ અપનાવવાનો રહેશે.

33. ભંડોળની વળતર અપેક્ષાઓ શું છે?

જવાબઃ રોકાણ સંચાલક દરેક પ્રોજક્ટની જોખમ રૂપરેખા અને ખાસિયતોના આધારે વળતર નિર્ધારિત કરશે.

34. જો ડેવલપર અથવા અગાઉની ભંડોળ પુરું પાડતી સંસ્થા/બેન્ક અને NBFC ઘર ખરીદનારાઓના હિત ઉપર પોતાનું હિત સાધવા માંગતા હોય તો શું? શું આ સમસ્યાના નિવારણ માટે ભંડોળને કોઇ સત્તા હશે?

જવાબઃ ભંડોળ દ્વારા પુરી પડાયેલી મૂડીનો ઉપયોગ માત્ર અટકી પડેલા પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે જ કરવાનો રહેશે. આ બાબત પ્રોજેક્ટના તમામ હિતધારકો માટે ફાયદાકારક છે.

35. અટકી પડેલા પ્રોજેક્ટની નહીં વહેચાયેલા આવાસો/રદ થયેલા બૂકિંગ માટે કોણ જવાબદાર રહેશે?

જવાબઃ પ્રાથમિક જવાબદારી ડેવલપરની રહેશે. જોકે, જે-તે પ્રોજેક્ટ ઉપર આધારિત બાબતોને ધ્યાનમાં રાખીને રોકાણ સંચાલક પણ જરૂરી કાર્યવાહી માટે નિર્ણય લઇ શકે છે.

36. રોકાણ માટે કયા પ્રકારની વાજબી સાવધાની હાથ ધરવામાં આવશે?

જવાબઃ રોકાણ સંચાલક સૌ પ્રથમ પ્રોજેક્ટ ભંડોળની રોકાણ યોગ્યતા પરીપૂર્ણ થાય છે કે નહીં તે માટે આંતરિક નાણાકીય વિશ્લેષણ પૂર્ણ કરશે. આ ઉપરાંત બાહ્ય વ્યાજબી સાવધાની સંસ્થાઓ દ્વારા પ્રવર્તમાન ધિરાણકર્તાઓ સાથે પરામર્સ સહિત માલિકી, નાણાકીય, રિયલ એસ્ટેટ અને કાયદેસર બાબતોને આવરી લેતી પૂરક બાબતો હાથ ધરવામાં આવશે.

37. સરકાર કેવી રીતે તે બાબત સુનિશ્ચિત કરશે કે પસંદ કરાયેલા ડેવલપર કથિત છેતરપિંડી અથવા ભંડોળની ઉચાપાત માટે જવાબદાર નથી અને ડેવલપર/પ્રમોટરના નાના જૂથ દ્વારા ભંડોળનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો નથી?

જવાબઃ પ્રોજેક્ટ અને ડેવલપરની પસંદગી રોકાણ સંચાલક અને ભંડોળની રોકાણ સમિતિની વિશેષાધિકારની બાબત રહેશે. સરકાર સહિત રોકાણકારો તે પ્રક્રિયાની નાણાકીય હેતુલક્ષિતામાં કોઇ હસ્તક્ષેપ કરશે નહીં. રોકાણ સમિતિનો નિર્ણય રોકાણકારો સાથે હાથ ધરાયેલા અંશદાન સમજૂતીમાં સંમત થયા અનુસાર ભંડોળના રોકાણ ઉદ્દેશો દ્વારા માર્ગદર્શન મેળવશે. છેતરપિંડી અથવા નાણાંનો અન્ય હેતુ માટે ઉપયોગમાં સંડોવાયેલા પ્રોજેક્ટને ભંડોળ માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.

 

NP/DS/GP/RP

 

 



(Release ID: 1590917) Visitor Counter : 312


Read this release in: Urdu , English , Hindi , Tamil