માહિતી અને પ્રસારણ મંત્રાલય
ભારતના 50માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દ્વારા ઓપન એર સ્ક્રિનિંગ માટે ‘જોય ઑફ સિનેમા’ વિષય પર આધારિત ફિલ્મોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી
બે સ્થળોએ 14 ફિલ્મોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે
જૂની ક્લાસિક ફિલ્મો ‘પડોશન’ અને ‘ચલતી કા નામ ગાડી’ સાથે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નો પણ આ શ્રેણીમાં સમાવેશ
प्रविष्टि तिथि:
22 OCT 2019 11:16AM by PIB Ahmedabad
ભારતના 50માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દ્વારા ઓપન એર સ્ક્રિનિંગ શ્રેણી અંતર્ગત પ્રદર્શિત થનારી ફિલ્મોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. 20 નવેમ્બરથી 28 નવેમ્બર, 2019 દરમિયાન ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ (IFFI), ગોવા તેની સ્વર્ણિમ જયંતીની ઉજવણી કરશે. સિનેમા રસિકોને સિનેમાનો સર્વોત્તમ અનુભવ પુરો પાડવા માટે IFFI દ્વારા દર વર્ષે ઓપન એર સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવે છે.
50માં IFFIના ઓપન એર એર સ્ક્રિનિંગ માટેનો વિષય ‘સિનેમાનો આનંદ’ (જોય ઑફ સિનેમા) રાખવામાં આવ્યો છે. પ્રેક્ષકો માટે કોમેડી તેમજ સંબંધિત (તમામ સમયગાળાની ક્લાસિક કોમેડી સહિત) ભારતીય પેનોરમા વિભાગની પસંદ કરાયેલી ફિલ્મોનું સ્ક્રિનિંગ થશે. ચાલુ વર્ષે 21મી નવેમ્બરથી 27મી નવેમ્બર, 2019 દરમિયાન પણજીના જોગર્સ પાર્ક (એલ્ટિન્હો, પણજી) અને મિરામાર બિચ પર સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવશે. જોગર્સ પાર્ક ખાતે કોમેડી અને સંબંધિત વિષયની ફિલ્મોનું સ્ક્રિનિંગ કરાશે જ્યારે મિરામાર બિચ ખાતે ભારતીય પેનોરમા વિભાગની પસંદ કરાયેલી ફિલ્મોનું સ્ક્રિનિંગ યોજવામાં આવશે. ઓપન એર સ્ક્રિનિંગ તમામ માટે ખુલ્લુ રહેશે, તેના માટે કોઇ રજિસ્ટ્રેશનની જરૂરિયાત રહેશે નહીં. દરેક માટે વિનામૂલ્યે પ્રવેશ રહેશે.
|
જોગર્સ પાર્ક, એલ્ટિન્હો ખાતે સ્ક્રિનિંગ થનારી ફિલ્મો
|
મિરામાર બિચ ખાતે સ્ક્રિનિંગ થનારી ફિલ્મો
|
- ચલતી કા નામ ગાડી (1958)
- પડોશન (1968)
- અંદાજ અપના અપના (1994)
- હેરાફેરી (2000)
- ચેન્નાઇ એક્સપ્રેસ (2013)
- બધાઇ હો (2018)
- ટોટલ ધમાલ (2019)
|
- નાચોમ-ઇયા કુમ્પાસર (કોંકણી)
- સુપર 30 (હિંદી)
- આનંદી ગોપાલ (મરાઠી)
- ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક (હિંદી)
- હેલ્લારો (ગુજરાતી)
- ગલી બોય (હિંદી)
- F2 – ફન એન્ડ ફ્રસ્ટ્રેશન (તેલુગુ)
|
DK/NP/J. Khunt/DS/RP
(रिलीज़ आईडी: 1588705)
आगंतुक पटल : 647