મંત્રીમંડળ
મંત્રીમંડળે રેડિયો અને ટેલિવિઝનના ક્ષેત્રમાં ભારત અને વિદેશી પ્રસારકો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવેલ સમજૂતી કરારોને મંજૂરી આપી
પોસ્ટેડ ઓન:
09 OCT 2019 2:45PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળની બેઠકે રેડિયો અને ટેલિવિઝનના ક્ષેત્રમાં ભારત અને વિદેશી પ્રસારકો વચ્ચેના સમજૂતી કરારોને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.
ફાયદા:
વિદેશી પ્રસારકો સાથેના સમજૂતી કરારો નીચે મુજબ મદદરૂપ થશે:
- જાહેર પ્રસારકોને નવો દૃષ્ટિકોણ અપનાવવામાં;
- નવી ટેકનોલોજી અને તીવ્ર સ્પર્ધાની માંગને પહોંચી વળવા માટે નવી વ્યૂહરચનાઓ ઘડવામાં;
- મીડિયાના ઉદારીકરણમાં;
- વૈશ્વિકરણમાં.
મુખ્ય અસરો:
પારસ્પરિક આદાનપ્રદાન અને કો-પ્રોડક્શનના માધ્યમથી કરવામાં આવેલ કાર્યક્રમોનું પ્રસારણ દૂરદર્શન અને ઑલ ઇન્ડિયા રેડિયોનાં દર્શકો/શ્રોતાઓને સમાનતા અને સમાવેશીતા તરફ દોરી જશે. ટેકનિકલ જાણકારી, તજજ્ઞો અને માનવ બળની તાલીમ વડે જાહેર પ્રસારકોને પ્રસારણના ક્ષેત્રમાં આવી રહેલા પડકારોને પહોંચી વળવામાં મદદ મળશે.
DK/NP/J.Khunt/DS/RP
(રીલીઝ આઈડી: 1587520)
મુલાકાતી સંખ્યા : 238
આ રીલીઝ વાંચો:
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam