પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પેસિફિક ટાપુ રાષ્ટ્રોનાં નેતાઓ સાથે બહુપક્ષીય બેઠક યોજી
Posted On:
25 SEP 2019 3:45AM by PIB Ahmedabad
74માં યુએજીએની સાથે સાથે ન્યૂયોર્કમાં 24 સપ્ટેમ્બર, 2019નાં રોજ ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ ડેવલપિંગ સ્ટેટ્સ (પીએસઆઇડીએસ) લીડર્સ મીટિંગનું આયોજન થયું હતું. આ બેઠકમાં ફિજી, કિરિબતી પ્રજાસત્તાક, માર્શલ આઇલેન્ડ્સ પ્રજાસત્તાક, ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા, નૌરા પ્રજાસત્તાક, પલાઉ પ્રજાસત્તાક, પપુઆ ન્યૂ જિનિવાનું સ્વતંત્ર રાષ્ટ્ર, સમોઆનું સ્વતંત્ર રાષ્ટ્ર, સોલોમન આઇલેન્ડ, કિંગ્ડમ ઓફ ટોંગા, ટુવાલુ અને વનુઆતુ પ્રજાસત્તાકનાં વડાઓનું પ્રતિનિધિમંડળ સહભાગી થયું હતું.
પેસિફિક ટાપુ રાષ્ટ્રો સાથે ભારતનાં સંબંધો એક્ટ ઇસ્ટ પોલિસી સાથે વધારે ગાઢ બન્યાં છે, જેનાં પરિણામે કાર્યલક્ષી ફોરમ ફોર ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ કોઓપરેશન (એફઆઇપીઆઇસી) સ્થાપિત થયો છે. એફઆઇપીઆઇસીની પ્રથમ અને બીજી બેઠક અનુક્રમે ફિજી (2015) અને જયપુર (2016)માં યોજાઈ હતી. એફઆઇપીઆઇસીનાં શિખર સંમેલનો દરમિયાન પ્રધાનમંત્રીએ ભારતની પેસિફિક ટાપુ રાષ્ટ્રોને ગાઢ ભાગીદાર રાષ્ટ્રો બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી તેમજ તેમનાં વિકાસલક્ષી એજન્ડામાં આગળ વધવા તેમની સાથે ગાઢપણે કામ કરવાની તૈયારી દાખવી હતી. પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની સાથે સાથે બહુપક્ષીય સ્વરૂપમાં પહેલી વાર પીએસઆઇડીએસનાં નેતાઓને મળ્યાં છે.
નેતાઓએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી, જેમાં સતત વિકાસના લક્ષ્યાંકો (એસડીજી) હાંસલ કરવા માટે વિકાસલક્ષી અનુભવો વહેંચવા, પુનઃપ્રાપ્ય ઊર્જામાં સહકાર વધારવા, આપત્તિનો સામનો કરવા મજબૂત માળખા માટે નવેસરથી શરૂ થયેલા ગઠબંધનમાં સામેલ થવા, ક્ષમતા નિર્માણ માટે, ભારત-સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ હેઠળ વિવિધ પ્રોજેક્ટનો અમલ કરવા અને ભારત અને પીએસઆઇડીએસ વચ્ચે ભવિષ્યમાં સહકાર માટેની યોજના જેવા મુદ્દાઓ સામેલ હતા.
પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત અને પીએસઆઇડીએસ સમાન મૂલ્યો અને સહિયારું ભવિષ્ય ધરાવે છે. તેમણે લોકોનાં જીવનની ગુણવત્તા વધારવા અને લોકોને સક્ષમ બનાવવા પ્રદાન કરવા અને અસમાનતા ઘટાડવા સમાવેશક અને ટકાઉ વિકાસલક્ષી નીતિઓની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત આબોહવામાં પરિવર્તનની અસરનાં પડકારને ઝીલવા પણ એટલો જ કટિબદ્ધ છે અને પીએસઆઇડીએસનાં પ્રયાસોને ટેકો આપશે, જેથી જરૂરી વિકાસલક્ષી અને ટેકનિકલ સહાય દ્વારા તેમનાં વિકાસલક્ષી લક્ષ્યાંકો પાર પડશે.
પ્રધાનમંત્રી મોદીએ આબોહવામાં પરિવર્તનની વાસ્તવિકતા પર ભાર મૂક્યો હતો અને આબોહવામાં પરિવર્તનની નુકસાનકારક અસરો ઘટાડવા કુલ ઊર્જાનાં ઉત્પાદનમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો હિસ્સો વધારવા માટે અપીલ કરી હતી. તેમણે વૈકલ્પિક ઊર્જાને વિકસાવવા માટે ભારતનો અનુભવ વહેંચવાની તૈયારી પણ વ્યક્તિ કરી હતી. ક્ષેત્રનાં ઘણાં દેશો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં સામેલ થયા છે એનાં પર તેમણે સંતોષ વ્યક્ત કરીને અન્ય દેશોને પણ આ પહેલમાં સામેલ થવા આમંત્રણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ પીએસઆઇડીએસનાં નેતાઓને કોઅલિશન ફોર ડિઝાસ્ટર રિસાઇલન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ)માં જોડાવા પણ આમંત્રણ આપ્યું હતું.
પોતાનાં મૂળભૂત મંત્ર “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ”ની ભાવના સાથે પ્રધાનમંત્રીએ તેમની પસંદગીનાં ક્ષેત્રમાં ઉચ્ચ અસર ધરાવતાં વિકાસલક્ષી પ્રોજેક્ટનો અમલ કરવા 12 મિલિયન અમેરિકન ડોલરની સહાય (દરેક પીએસઆઇડીએસને 1 મિલિયન ડોલર) ફાળવવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત 150 મિલિયન ડોલરની કન્સેશનલ લાઇન ઑફ ક્રેડિટની જાહેરાત થઈ હતી, જેનો લાભ દરેક પીએસઆઇડીએસ દેશ એની જરૂરિયાત અનુસાર સૌર, પુનઃપ્રાપ્ય ઊર્જા અને આબોહવા સાથે સંબંધિત પ્રોજેક્ટ માટે લઈ શકે છે.
પ્રધાનમંત્રી મોદીએ સહભાગી દેશો દ્વારા પસંદ કરાયેલા પ્રાથમિકતા ધરાવતાં ક્ષેત્રોમાં આઇટીઇસી કાર્યક્રમ હેઠળ વિશેષ અભ્યાસક્રમોનું આયોજન કરવા તાલીમ પ્રસ્તુત કરવા અને પ્રદાન કરવા ટેકનિકલ નિષ્ણાતોને નિયુક્ત કરવાની દરખાસ્ત રજૂ કરી હતી. આ રીતે પ્રધાનમંત્રીએ ક્ષમતા નિર્માણ માટે વિકાસલક્ષી સહાય પ્રદાન કરવા માટેની એમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ દરખાસ્તમાં વિદેશી સેવા સંસ્થામાં પેસિફિક ટાપુ રાષ્ટ્રનાં રાજદૂતોને તાલીમ સામેલ છે. પ્રધાનમંત્રીએ આરોગ્યનાં ક્ષેત્રમાં ‘ઇન્ડિયા ફોર હ્યુમિનિટી’ પ્રોગ્રામ અંતર્ગત પેસિફિક ક્ષેત્રિય હબમાં જયપુર ફૂટ આર્ટિફિશિયલ લિમ્બ ફિટમેન્ટ કેમ્પનું આયોજન કરવાની રજૂઆત કરી હતી.
લોકો વચ્ચે સંપર્કને મજબૂત બનાવવા પ્રધાનમંત્રીએ ડિસ્ટિન્ગ્યુઇશડ વિઝિટર્સ પ્રોગ્રામની જાહેરાત કરી હતી, જે અંતર્ગત આ દેશોનાં પ્રસિદ્ધ લોકો ભારતની મુલાકાત લઈ શકે છે. પીઆઇસીમાંથી સાંસદનાં પ્રતિનિધિમંડળને પણ ભારત આવકાર આપશે. ઉચ્ચ સ્તરીય જોડાણ જાળવી રાખવા પ્રધાનમંત્રીએ વર્ષ 2020નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં પોર્ટ મોરેસ્બીમાં આયોજિત ત્રીજી એફઆઇપીઆઇસી શિખર સંમેલન માટે તમામ નેતાઓને આમંત્રણ આપ્યું હતું.
પ્રધાનમંત્રી મોદીએ બંને પક્ષો વચ્ચે જોડાણ અને સાથસહકારનાં સંબંધોને ગાઢ બનાવવા માટે મૂકેલી દરખાસ્તને પીએસઆઇડીએસનાં નેતાઓએ આવકાર આપ્યો હતો તથા તેમની સંબંધિત સરકારો પાસેથી સંપૂર્ણ સાથસહકારની પુનઃખાતરી આપી હતી.
NP/J.Khunt/GP/RP
(Release ID: 1586406)
Visitor Counter : 239