પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી રામ જેઠમલાણીનાં નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 08 SEP 2019 11:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ વકીલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી રામ જેઠમલાણીનાં અવસાન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી રામ જેઠમલાણીજીનાં નિધન સાથે ભારતે ઉત્કૃષ્ટ કક્ષાનાં વકીલ અને પ્રતિષ્ઠિત જાહેર હસ્તી ગુમાવી છે, જેમણે કોર્ટ અને સંસદ એમ બંનેમાં કિંમતી પ્રદાન કર્યું હતું. તેઓ વિનોદવૃત્તિ ધરાવતાં હતાં, હંમેશા ઉત્સાહમાં રહેતાં હતાં અને કોઈ પણ વિષય પર પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરતાં ક્યારેય ખચકાટ અનુભવતા નહોતા.

શ્રી રામ જેઠમલાણીજીનાં વ્યક્તિત્વનાં શ્રેષ્ઠ પાસામાંનું એક પાસું પોતાનાં મનની વાત નિર્ભિક રીતે રજૂ કરવાનું હતું. કટોકટીનાં કસોટીનાં દિવસ દરમિયાન જાહેર સ્વતંત્રતા માટે તેમની લડાઈ અને તેમનું મનોબળ હંમેશા યાદ રહેશે. જરૂરિયાતમંદોને મદદ કરવી તેમનાં વ્યક્તિત્વનું અભિગન્ન અંગ હતું.

મને શ્રી રામ જેઠમલાણીજી સાથે વાર્તાલાપ કરવા અનેક તકો મળી હતી. આ માટે હું મારી જાતને નસીબદાર ગણું છું. આ દુઃખદ ક્ષણોમાં એમનાં પરિવાર, મિત્રો અને તેમના અનેક પ્રશંસકોને મારી સાંત્વના. તેમની અનુપસ્થિતિ હોય શકે છે પરંતુ તેમનું પથપ્રદર્શક કાર્ય હંમેશા યાદ રહેશે! ઓમ શાંતિ!”

 

RP



(Release ID: 1584485) Visitor Counter : 172