માહિતી અને પ્રસારણ મંત્રાલય

રોજગારના અવસરો લઈને જાગૃતતા ફેલાવવા માટે ઈ-રોજગાર સમાચાર લોન્ચ કર્યું

ઈ-જર્નલથી સંચારના ઈલેક્ટ્રોનિક માધ્યમો તરફ ગયેલા યુવા વાચકોના ઉભરતા પડકારોને પૂર્ણ કરવાની આશા

Posted On: 08 AUG 2019 10:16AM by PIB Ahmedabad

નવી દિલ્હી, 07-08-2019

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે હાલમાં જ રોજગાર સમાચારના ઈ-સંસ્કરણનો શુભારંભ કર્યો. ઉમેદવારોને જાહેર ક્ષેત્રના ઉપક્રમો સહિત સરકારી નોકરીઓમાં રહેલી તકોની જાણકારી આપવા માટે તેનો શુભારંભ કરાયો છે. તેમાં વિશેષજ્ઞો દ્વારા કારકિર્દી સંબંધી લેખોથી વિવિધ ક્ષેત્રોમાં રહેલી કારકિર્દીની તકો અને સંસ્થાઓમાં પ્રવેશ સંબંધી જાણકારી તેમજ માર્ગદર્શન પણ ઉપલબ્ધ કરાવાશે. આશા છે કે આનાથી સંચારના ઈલેક્ટ્રોનિક માધ્યમો તરફ જઈ રહેલા યુવા વાચકોના ઉભરતા પડકારોનો સામનો કરી શકશે.

આ જર્નલનું મૂલ્ય પ્રિન્ટ સંસ્કરણની કિંમત કરતા 75 ટકા ઓછું રાખવામાં આવ્યું છે. તે 400 રૂપિયાના વાર્ષિક મૂલ્ય પર ઉપલબ્ધ છે.

 

 

 

 

આપ www.employmentnews.gov.in વેબસાઈટ પર જઈને અને ઈ-વર્જન ટેબ પર ક્લિક કરી જોઈ શકો છો.

પૃષ્ઠભૂમિ

રોજગાર સમાચાર એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ (અંગ્રેજી)ની હિંદી આવૃત્તિ છે. એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયનું ફ્લેગશિપ સાપ્તાહિક રોજગાર જર્નલ છે. તેને વર્ષ 1976માં દેશના બેરોજગાર યુવાનોને રોજગારીની તકોની માહિતી ઉપલબ્ધ કરાવવા માટે શરુ કરવામાં આવ્યું હતું. આ જર્નલ અંગ્રેજી (એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ), હિન્દી (રોજગાર સમાચાર) અને ઉર્દૂ (રોજગાર સમાચાર)માં પ્રકાશિત થાય છે. તેની પ્રચાર  સંખ્યા એક લાખ કોપી પ્રતિ સપ્તાહ છે.

આ જર્નલ નીચે જણાવેલ જગ્યાઓ પર રોજગાર સંબંધિત જાણકારી, રોજગાર પૂરક પ્રશિક્ષણ કાર્યક્રમો, રોજગાર સંબંધી પરીક્ષાઓ સાથે જોડાયેલ પ્રવેશ સંબંધી નોટિસ અને ભરતી પરીક્ષાઓના  પરિણામ પ્રકાશિત કરે છે.

અ) મંત્રાલયો / વિભાગો / કાર્યાલયો / સંગઠનો / સ્વાયત્ત સંસ્થાઓ / સોસાયટીઓ / કેન્દ્રીય, રાજકીય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો અંતર્ગત આવનારા સાર્વજનિક ક્ષેત્રના ઉપક્રમો,

બ) રાષ્ટ્રીય બેંકો  / આરઆરબી / યુપીએસસી / એસએસસી / સંવૈધાનિક તેમજ વૈધાનિક નિગમો અને

ક) કેન્દ્ર  / રાજ્ય સરકારોના વિશ્વ વિદ્યાલયો / કોલેજો અથવા યુજીસી  / એઆઈસીટીઆઈ પાસેથી માન્યતા પ્રાપ્ત સંસ્થા

આ ઉપરાંત એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ સામાજિક – આર્થિક મુદ્દાઓ પર સંપાદકીય સામગ્રી અને કારકીર્દી સંબંધી સલાહ આપે છે, જે યુવાનોને જ્ઞાન વધારવામાં મદદરૂપ થાય છે. આ રોજગાર જર્નલ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના યુવાનોને એક માર્ગદર્શક તરીકે મદદ કરે છે. તેમનામાં બજારમાં રોજગારી માટેની સમજ વિકસે છે અને રોજગારી ઉપલબ્ધતાની તકો તરફ ધ્યાન અપાવે છે, જેના પર કોઈપણ નજર નથી જતી. આ સાપ્તાહિક યુવાઓને તેમની કારકિર્દીને લઈને યોગ્ય નિર્ણય માટે શિક્ષિત કરે છે.

આ જર્નલને સામાજિક જવાબદારી પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ તેની સાથે-સાથે એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ / રોજગાર સમાચાર નિયમિત રીતે યોગ્ય નામના મેળવી રહ્યું છે. આ જર્નલ દર શનિવારે દેશના દરેક ભાગમાં ઉપલબ્ધ હોય છે.

 

DK/NP/J.Khunt/GP


(Release ID: 1581532) Visitor Counter : 380