મંત્રીમંડળ

બાળકો સંબધિત જાતીય શોષણના ગુનાઓ માટે આકરી સજાની જોગવાઇ


બાળકો સંબંધિત જાતીય ગુનાઓ માટે મૃત્યુદંડની જોગવાઇ

જાતીય ગુનાઓ સામે બાળકોને સુરક્ષા માટે બાળ જાતીય ગુના સંરક્ષણ કાયદો (પોક્સો) 2012માં સુધારા માટે કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી

Posted On: 10 JUL 2019 6:08PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ દ્વારા બાળકોને જાતીય શોષણ સામે સુરક્ષા આપવા માટે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત બાળ જાતીય ગુના સંરક્ષણ કાયદો 2012 (પોક્સો)માં સુધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. તેમાં બાળકો સંબંધિત જાતીય ગુનાઓ બદલ મૃત્યુદંડ સહિત આકરી સજાની જોગવાઇ કરવામાં આવી છે.

અસર:

  • કાયદામાં સુધારા દ્વારા આકરી સજાની જોગવાઇથી બાળકો સંબંધિત ગુનાઓમાં ઘટાડો આવવાની સંભાવના છે.
  • તેનાથી આપત્તિમાં ફસાયેલા બાળકોના હિતોનું રક્ષણ કરી શકાશે અને તેમની સુરક્ષા તેમજ સન્માન સુનિશ્ચિત કરી શકાશે.
  • સુધારાનો હેતુ બાળકો સંબંધિત ગુનાઓ અને તે સંબંધિત સજાની વ્યવસ્થાને વધુ સ્પષ્ટ કરવાનો છે.

પૃષ્ઠભૂમિ:

પોક્સો, કાયદો 2012 બાળકોને જાતીય શોષણ, જાતીય ગુના તેમજ અશ્લીલ સામગ્રી સામે સુરક્ષા આપવા માટે લાવવામાં આવ્યો હતો, જેનો હેતુ બાળકોના હિતોનું રક્ષણ કરવાનો અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરવાનો છે. આ કાયદા અંતર્ગત 18 વર્ષથી ઓછી ઉંમરના હોય તેમને બાળકો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે અને દરેક સ્તરે બાળકોના હિતો તેમજ તેમના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તેમના શારીરિક, માનસિક તેમજ સામાજિક વિકાસને સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. આ કાયદો લૈંગિક સમાનતા પર આધારિત છે.

RP


(Release ID: 1578276)