મંત્રીમંડળ

આંતર-રાજ્ય જળ વિવાદોનો ઝડપથી અને કુશળતાપૂર્વક ઉકેલ લાવવ મંત્રીમંડળ દ્વારા આંતર-રાજ્ય નદી જળ વિવાદ (સુધારા) બિલ, 2019ને મંજૂરી આપવામાં આવી

Posted On: 10 JUL 2019 6:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળ દ્વારા આંતર-રાજ્ય નદી જળ વિવાદો (સુધારા) બિલ, 2019ને મંજૂરી આપવામાં આવી છે. આંતર-રાજ્યોમાં નીકળતી નદીઓ અને નદીઓના વિસ્તારોમાં વહેતા પાણી સંબંધિત વિવાદોના નિર્ણય માટે આ બિલને મંજૂરી આપવામાં આવી છે.

 

તેનાથી આંતર-રાજ્ય નદીઓના પાણીના વિવાદોના નિર્ણયની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે. આંતર-રાજ્ય નદી જળ વિવાદોના નિર્ણયને વધુ સુવ્યવસ્થિત કરવા માટે અને વર્તમાન સંસ્થાકીય માળખું વધુ મજબૂત કરવા માટે આ બિલ રાજ્ય નદી જળ વિવાદ કાયદો, 1956માં સુધારા માટે લાવવામાં આવ્યું છે.

 

અસર:

આવા કેસોના નિર્ણય માટે ચુસ્ત સમયમર્યાદા સહિત વિવિધ ખંડપીઠો સાથે સિંગલ ટ્રિબ્યુનલની રચના કરવાથી એક કરતા વધુ રાજ્યો વચ્ચે વહેતી નદીઓના વિવાદોનો તાકીદે ઉકેલ આવશે. આ બિલમાં સુધારાના કારણે તેમાં મોકલવામાં આવેલા પાણીના વિવાદોનો નિર્ણય ઝડપથી આવશે.

 

જ્યારે એક કરતા વધુ રાજ્યો વચ્ચે વહેતી નદીઓના પાણી સંબંધિત કોઇપણ વિવાદ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા આ કાયદા અંતર્ગત કોઇપણ વિનંતી આવે અને આ વિવાદ વાટાઘાટો દ્વારા ઉકેલાઇ શકે તેમ નથી તેવો કેન્દ્ર સરકારનો અભિપ્રાય હશે ત્યારે કેન્દ્ર સરકારે પાણીના વિવાદના નિર્ણય માટે જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના કરશે.

 

RP



(Release ID: 1578270) Visitor Counter : 418