નાણા મંત્રાલય

આર્થિક સમીક્ષા અનુસાર દેશના સામાજિક ક્ષેત્રો અને ગરીબોના કલ્યાણ માટે ડેટા તૈયાર થવો જોઈએ. સમાજના કલ્યાણ માટે તેને સાર્વજનિક કરવો જોઈએ;

લોકોનો ડેટા, લોકો દ્વારા અને લોકો માટે, સરકારનો મંત્ર હોવો જોઈએ

Posted On: 04 JUL 2019 12:18PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-07-2019

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે ર્થિક મીક્ષા 2018-19 સંસદમાં રજૂ કરવામાં આવી. આર્થિક મીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં લાભ નથી હોતો ત્યાં ખાનગી ક્ષેત્ર રોકાણ નથી કરી શકતું, એટલા માટે સરકારે ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો જોઈએ અને લોકોના કલ્યાણ માટે દેશના સામાજિક ક્ષેત્ર અને ગરીબોની સ્થિતિને સુધારવા માટે ડેટા તૈયાર કરવો જોઈએ.

સરકા પાસે પહેલાથી નાગરિકોના વહીવટી, સર્વેક્ષણ, સંસ્થાગત અને ટ્રાન્ઝેક્શનની ડેટા ઉપલબ્ધ છે પરંતુ ડેટા એટલે કે ડેટા જુદા જુદા સરકારી એકમોમાં ઉપસ્થિત છે અને તેમને એક જગ્યાએ એકત્રિત કરવાની જરૂર છે. સૂચનાઓના ઉપયોગના માધ્યમથી સરકાર નાગરિકોના જીવનને સરળ બનાવી શકે છે. ડેટાઓના આધાર પર ઉપર્યુક્ત નીતિઓ તૈયાર કરી શકાય છે જેનાથી સાર્વજનિક કલ્યાણના કાર્યોને પાર પાડવામાં સરળતા રહેશે. સાથે તેનાથી સરકારી સેવાઓમાં જવાબદારી નિર્ધારણ સુનિશ્ચિત કરવાની સાથે મોટા પાયે સુશાસનમાં નાગરિકોની ભાગીદારી સુનિશ્ચિત કરી શકાશે.

મીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરના વર્ષોમાં ડેટાનું મહત્વ વધ્યું છે અને તેને લઈને ખર્ચમાં પણ ઘટાડો થયો છે જયારે લઘુત્તમ સ્તર પર લોકોને તેનાથી મળનારા લાભમાં અનેક ગણો વધારો થયો છે. એટલા માટે સમાજમાં ડેટાનો ઉપયોગ વધ્યો છે. આર્થિક સમીક્ષામાં વાત પણ જણાવવામાં આવી છે કે ખાનગી ક્ષેત્રોએ જ્યાં લાભ જોયો ત્યાં ડેટા એકત્રિત કરવામાં ઉલ્લેખનીય કામગીરી કરી છે, પરંતુ સરકારે તે સામાજિક ક્ષેત્રોમાં હસ્તક્ષેપ કરવો જોઈએ જ્યાં ડેટા એકત્રિત કરવા માટે ખાનગી ક્ષેત્ર પૂરી રીતે રોકાણ નથી કરી શક્યું. અંગતતાની સુરક્ષા અને ગોપનીય ડેટાઓને વહેંચવા માટે પહેલાથી ઉચ્ચતમ ટેકનોલોજી ઉપલબ્ધ છે, એવી સ્થિતિમાં સરકાર અંગતતા કાયદાની મર્યાદામાં રહીને નાગરિકોની ઉન્નતી માટે ડેટા તૈયાર કરાવી શકે છે.

આર્થિક મીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે હમણાં તાજેતરના વર્ષોમાં પ્રકાશિત ડેટામાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઇ છે. વૈશ્વિક ડેટાનું પાયાગત માળખું વિશ્વસનીય, ઝડપી અને સુરક્ષિત છે. કેટલાક દાયકાઓ પહેલા ડેટા એકત્રિત કરવા માટે ખાસ્સો પરિશ્રમ કરવો પડતો હતો પરંતુ આજે શૂન્ય ખર્ચ પર તેને સરળતાથી ઓનલાઈન એકત્રિત કરી શકાય તેમ છે, ભલે તે સમગ્ર દેશમાં વિખેરાયેલ કેમ ના હોય. ડેટા સાયન્સના માધ્યમથી ક્ષેત્રમાં સતત નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેથી ડેટાનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય. સાથે લઘુત્તમ ખર્ચ પર ડેટા એકત્રિત કરવા, સંગ્રહણ, પ્રસંસ્કરણ અને તેના વિસ્તરણમાં સુવિધા મળી રહી છે કે જે અભૂતપૂર્વ છે.

આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે જુદા જુદા મંત્રાલયોમાં વિખેરાયેલા પડેલા ડેટા સંગ્રહને એક જગ્યાએ એકત્રિત કરીને નાગરિકોને વધુ સારી સુવિધાઓનો અનુભવ કરાવી શકાય છે, એટલે કે તેના માધ્યમથી આપણા નાગરિકોને વધુ સારી સેવા ઉપલબ્ધ કરાવી શકાય છે. તેનાથી કલ્યાણકારી યોજનાઓમાં ત્રુટીની આશંકા પણ ઓછી થશે. આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે જુદા જુદા ક્ષેત્રોમાં એકત્રિત કરવામાં આવેલ ડેટાનો અત્યાર સુધી ઉપયોગ નથી થઇ શક્યો. સરકારે સામાજિક રૂપે જરૂરી ડેટાનો ઉપયોગ સુનિશ્ચિત થાય તે અંગે વિચાર કરવો જોઈએ. સરકારે ક્ષેત્રમાં પગલા ભરવાની જરૂરિયાત છે. લોકોની વધુ સારી સ્થિતિ માટે ડેટાને એકત્રિત કરવા દરમિયાન અંગતતાની જટિલતાને ધ્યાનમાં લેવી જોઈએ અને તેના ઉપયોગમાં પારદર્શકતા રાખવી જોઈએ. સમીક્ષામાં જણાવ્યું છે કે ડેટાને લોકો દ્વારા, લોકો માટે એકત્રિત કરવો જોઈએ.

અંગતતાની સુરક્ષા અને ગોપનીય ડેટાઓને વહેંચવા માટે પહેલાથી ઉચ્ચ ટેકનોલોજી ઉપલબ્ધ છે, એવી સ્થિતિમાં સરકાર અંગતતા કાયદાની મર્યાદામાં રહીને નાગરિકોની ઉન્નતિ માટે ડેટા તૈયાર કરી શકે છે. ડેટા લોકો દ્વારા લોકો માટે એકઠો વો જોઈએ.

જન કલ્યાણ માટે ડેટાના વિષયમાં વિચારતા વાતનું ધ્યાન રાખવું પડશે કે અમીર વર્ગના લોકોની અંગતતાની પ્રાથમિકતા ગરીબો પર થોપવામાં ના આવે. આર્થિક સમીક્ષામાં તેની પરિકલ્પના કરવામાં આવી છે કે ડેટા એકત્રિત કરતી વખતે લોકોની સહમતિ લેવામાં આવે અથવા કાયદાકીય હદમાં રાજ્યો દ્વારા ડેટા એકઠો કરવામાં આવે. ડેટા એકઠો કરવાનું કામ ચાર તબક્કાઓ- એકત્રીકરણ, સંગ્રહણ, પ્રક્રિયા અને વિસ્તરણ- માં કરવામાં આવે.

આર્થિક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે ભારત આધારના માધ્યમથી ડેટા અને ટેકનોલોજીના મોરચા પર ક્રાંતિ કરી રહ્યું છે. સરકારે ડેટાને લોકોની વધુ સારી સ્થિતિ કરવાના દ્રષ્ટિકોણથી જોવી જોઈએ અને ક્ષેત્રમાં રોકાણ કરવાની જરૂરિયાત છે. જનકલ્યાણની માટે એકત્રિત કરનાર ડેટાને કાયદાની મર્યાદામાં એકત્રિત કરી શકાય તેમ છે. ડેટાના મહત્વને રાષ્ટ્રીય રાજમાર્ગોના મહત્વની જેમ સમજવું જોઈએ. બંધારણની ભાવના અંતર્ગત ડેટા લોકોનો. લોકો દ્વારા, લોકોનો માટે હોવો જોઈએ.

 

DK/NP/J.Khunt/GP



(Release ID: 1577193) Visitor Counter : 310


Read this release in: English , Marathi , Bengali , Tamil