નાણા મંત્રાલય
ભારતને ઉચ્ચ મધ્યમ આવક સમૂહમાં પ્રવેશ માટે વ્યક્તિદીઠ વાસ્તવિક જીડીપી 5000 ડૉલર વધારવા માટે વ્યક્તિદીઠ ઉર્જા વપરાશ અઢી ગણો વધારવાની જરૂરિયાત
ઉર્જા સક્ષમતા કાર્યક્રમોથી ભારતમાં 50 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ બચત અને 2017-18માં લગભગ 108.28 મિલિયન ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થયો
Posted On:
04 JUL 2019 12:07PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04-07-2019
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 2018-19ની આર્થિક સમીક્ષા રજૂ કરી હતી. આર્થિક સમીક્ષામાં કહેવાયું છે કે, ભારતમાં વ્યક્તિદીઠ ઉર્જા વપરાશ વૈશ્વિક સરેરાશ કરતા ત્રીજા ભાગનો છે જે અઢી ગણો વધારીને ઉચ્ચ મધ્યમ આવક સમૂહમાં પ્રવેશ કરવા માટે 2010ના મૂલ્યોમાં વ્યક્તિદીઠ વાસ્તવિક જીડીપી 5000 ડૉલર કરવાની જરૂર છે. આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ભારતને 0.8ના એચડીઆઇ સ્તર સુધી પહોંચવા માટે પોતાનો વ્યક્તિ દીઠ ઉર્જા વપરાશ ચાર ગણા સુધી વધારવો પડશે. તેના માટે મોટાપાયે સ્રોતોની જરૂરિયાત પડશે જે સમય અનુસાર વધારવા પડશે.
આર્થિક સમીક્ષામાં ટાંકવામાં આવ્યું છે કે ભારતની વસ્તી વિશ્વની વસ્તીના લગભગ 18 ટકા હિસ્સો છે પરંતુ ભારત વિશ્વના પ્રાથમિક ઉર્જાના લગભગ 6 ટકાનો ઉપયોગ કરી રહ્યું છે. વૈશ્વિક વ્યક્તિ દીઠ 1.8 ટન ઓઇલ સમતુલ્ય સરેરાશની તુલનાએ ભારતનો વ્યક્તિ દીઠ ઉર્જા વપરાશ 0.6 ટન ઓઇલ સમતુલ્ય બરાબર છે.
ઉર્જા વપરાશ તેમજ વિવિધ સામાજિક સંકેતકો વચ્ચે ઘનિષ્ઠ સંબંધોની ચર્ચા કરતા આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે, ઉર્જા કોઇપણ અર્થતંત્રના વિકાસની પ્રક્રિયાનો સ્તંભ છે. સરકારની પ્રાથમિકતા સતત તેમજ સ્વચ્છ ઉર્જા સ્રોતોની પહોંચ સુનિશ્ચિત કરવાની છે. આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ભારતનું આર્થિક ભવિષ્ય અને સમૃદ્ધિ તેના દ્વારા પોતાના તમામ નાગરિકોને સસ્તા, ભરોસાપાત્ર અને સતત ઉર્જા પૂરા પાડવાની ક્ષમતા પર નિર્ભર છે.
ઉર્જા સક્ષમતા - સુખદ સ્થિતિ
આર્થિક સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ઉર્જા સક્ષમતા એક રણનીતિ છે જે ઉર્જા સ્રોતોના બહેતર ઉપયોગના માધ્યમથી સુખદ સ્થિતિમાં લાવી શકાય છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં નીતિગત નિર્દેશમાં અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં ઉર્જા સક્ષમતા કાર્યક્રમો વધારવાની સાથે સાથે વધુ સમૃદ્ધિ માટે દેશના કુદરતી સ્રોતોના બહેતર ઉપયોગના ટેકનિકલ ઉકેલ સામેલ કરવા જોઇએ.
સમીક્ષામાં બીઇઇ અભ્યાસની ચર્ચા કરતા કહેવામાં આવ્યું છે કે ઉર્જા સમક્ષમતા કાર્યક્રમથી 2017-18માં 53,000 કરોડ રૂપિયાની કુલ ખર્ચ બચત થઇ છે અને તેનાથી 108.28 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઓછુ કરવામાં મદદ મળી છે. આવું મુખ્યરૂપે ત્રણ કાર્યક્રમ – પરફોર્મ અચીવ એન્ડ ટ્રેડ (પીએટી), ઉજાલા અને સ્ટાન્ડર્ડ એન્ડ લેબલિંગની ઉર્જા તીવ્રતાના કારણે થયું છે.
આર્થિક સમીક્ષામાં કહ્યું હતું કે ભારતમાં જીડીપીની ઉર્જા તીવ્રતા વિકસિત દેશોની તુલનાએ ઘણી વધુ ઘટીને વ્યક્તિ દીઠ જીડીપીના સ્તર પર આવી ગઇ છે. ભારતનો જીડીપી પ્રાથમિક ઉર્જા તીવ્રતા 1990ના 0.0004 ઓઇલ સમતુલ્યથી ઘટીને 2017માં 0.0002 ઓઇલ સમલુત્ય થઇ ગઇ છે.
DK/NP/J.Khunt/GP
(Release ID: 1577118)
Visitor Counter : 296