નાણા મંત્રાલય

જીએસટી કાઉન્સિલનો કાયદા અને પ્રક્રિયામાં ફેરફારો સાથે સંબંધિત નિર્ણય

પોસ્ટેડ ઓન: 21 JUN 2019 7:53PM by PIB Ahmedabad

જીએસટી કાઉન્સિલની 35મી બેઠક આજે કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. નવી સરકારે શપથ લીધા પછી કાઉન્સિલની આ પ્રથમ બેઠક હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ રાજ્યમંત્રી શ્રી અનુરાગ ઠાકુર ઉપરાંત મહેસૂલ સિચવ શ્રી અજય ભૂષણ પાંડે અને નાણાં મંત્રાલયનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતાં. જીએસટી કાઉન્સિલે કાયદા અને પ્રક્રિયા સાથે સંબંધિત નીચેનાં ફેરફારો કરવાની ભલામણ કરી હતીઃ

કરદાતાઓને પર્યાપ્ત તક આપવા તેમજ વ્યવસ્થાને સ્વીકારવા રિટર્ન ભરવાની નવી સિસ્ટમ તબક્કાવાર રીતે પ્રસ્તુત થશે, જે નીચે મુજબ જણાવવામાં આવી છેઃ

  1. જુલાઈ, 2019થી સપ્ટેમ્બર, 2019 વચ્ચે રિટર્ન ભરવાની નવી વ્યવસ્થા (ફક્ત ફોર્મ GST ANX-1 અને ફોર્મ GST ANX-2) કરદાતાઓ માટે પરીક્ષણ માટે ઉપલબ્ધ થશે. કરદાતાઓને અત્યારની જેમ ફોર્મ GSTR-1 અને ફોર્મ GSTR-3B ભરવાનું ચાલુ રહેશે;
  2. ઓક્ટોબર, 2019થી ફોર્મ GST ANX-1 ફરજિયાત બની જશે. મોટા કરદાતાઓ (અગાઉનાં વર્ષમાં કુલ ટર્નઓવર રૂ. 5 કરોડથી વધારે હોય)ને ફોર્મ GST ANX-1 માસિક ધોરણે ભરવું પડશે, જ્યારે નાના કરદાતાઓને જાન્યુઆરી, 2020માં ઓક્ટોબર, 2019થી ડિસેમ્બર, 2019નાં ત્રિમાસિક ગાળા માટે પહેલી વાર ફોર્મ GST ANX-1 ભરવું પડશે.
  3. ઓક્ટોબર અને નવેમ્બર, 2019 માટે મોટા કરદાતાઓ માસિક ધોરણે FORM GSTR-3B ભરવાનું ચાલુ રહેશે અને જાન્યુઆરી, 2020માં ડિસેમ્બર, 2019 માટે પહેલી વાર ફોર્મ GST RET-01 ભરાશે. એ પણ નોંધી શકાય છે કે, ઓક્ટોબર, 2019થી મોટા અને નાના એમ બંને કરદાતાઓ માસિક ધોરણે ઇન્વોઇસ ફોર્મ GST ANX-1 વગેરે અપલોડ કરી શકશે. આ ગાળા દરમિયાન સાથે સાથે ફોર્મ GST ANX-2 જોઈ શકશે, પણ આ પ્રકારનાં ફોર્મ GST ANX-2 પર કોઈ પણ કામગીરીને મંજૂરી નહીં મળે.
  4. ઓક્ટોબર, 2019થી નાના કરદાતાઓ ફોર્મ GSTR-3B ભરવાનું બંધ કરશે અને ફોર્મ GST PMT-08 ભરવાનું શરૂ કરશે. તેઓ જાન્યુઆરી, 2020માં ઓક્ટોબરથી ડિસેમ્બર 2019નાં ત્રિમાસિક ગાળા માટે તેમનું ફોર્મ GST-RET-01 પહેલીવાર ભરશે
  5. જાન્યુઆરી, 2020થી ફોર્મ GSTR-3B તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર થઈ જશે

ફોર્મ GSTR-9, ફોર્મ GSTR-9Aમાં વાર્ષિક રિટર્ન ભરવાની કરદાતાઓને પડતી મુશ્કેલીઓ અને ફોર્મ GSTR-9Cમાં સમાધાન નિવેદન આપવવામાં પડતી મુશ્કેલીઓને કારણે આ રિટર્ન્સ/સમાધાન નિવેદન જમા કરવા માટેની તારીખ લંબાવીને 31.08.2019 કરવામાં આવી છે.

ફોર્મ GST ITC-04માં વેપાર અને ઉદ્યોગને જોબ વર્ક સાથે સંબંધિત તમામ વિગતો જાહેર કરવા માટે પર્યાપ્ત સમય આપવા જુલાઈ, 2017થી લંબાવીને જૂન, 2019 માટેનાં સમયગાળા માટે કથિત ફોર્મને ભરવા માટેની તારીખને લંબાવીને 31.08.2019 કરવામાં આવી છે.

જીએસટી કાઉન્સિલની અગાઉની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોનો અમલ કરવા મેટ જીએસટી કાયદાઓમાં ચોક્કસ સુધારા કરવામાં આવશે.

સતત બે વર્ષનાં ગાળા માટે રિટર્ન ન ભરવા પર ઇ-વે બિલનાં બ્લોકિંગ સાથે સંબંધિત સીજીએસટી નિયમોનો નિયમ 138E 21.08.2019થી અમલમાં આવશે, જે માટે અગાઉ 21.06.2019ની તારીખ જાહેર થઈ હતી.

તારીખ 07.03.2019નાં રોજ બહાર પડેલા નોટિફિકેશન નંબર 2/2019 – સેન્ટ્રલ ટેક્ષ (રેટ) હેઠળ કરવેરાની ચૂકવણીનાં વિકલ્પનો લાભ લેવા માટે ફોર્મ GST CMP-02માં ઇન્ટિમેશન ફાઇલ કરવા માટેની છેલ્લી તારીખ 30.04.2019થી લંબાવીને 31.07.2019 કરવામાં આવી છે.

 

J. Khunt/RP


(રીલીઝ આઈડી: 1575293) મુલાકાતી સંખ્યા : 393
આ રીલીઝ વાંચો: English , हिन्दी , Bengali