કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

લોકપાલની વેબસાઈટનું ઉદ્ઘાટન

Posted On: 16 MAY 2019 1:08PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 16-05-2019

લોકપાલના અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી પિનાકી ચંદ્ર ઘોષે આજે લોકપાલના દરેક સભ્યોની ઉપસ્થિતિમાં લોકપાલની વેબસાઈટનું ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર એનઆઈસીના મહાનિદેશક શ્રીમતી નીતા વર્મા પણ ઉપસ્થિત હતા. આ વેબસાઈટનું નિર્માણ રાષ્ટ્રીય માહિતી વિજ્ઞાન કેન્દ્ર (એનઆઈસી)એ કર્યું છે અને તેમાં લોકપાલનું સંચાલન અને કાર્યપદ્ધતિ સંબંધી આધારભૂત માહિતી આપવામાં આવી છે. આ વેબસાઈટ http:// lokpal.gov.in  પર જોઈ શકાશે.

લોકપાલ સ્વતંત્ર ભારતમાં એક અલગ પ્રકારની પ્રથમ સંસ્થા છે, જેની સ્થાપના લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 અંતર્ગત કરાઈ છે. જે આ અધિનિયમના કાર્યક્ષેત્ર અને હદમાં આવનારા લોક સેવકો વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ અને વિવેચન કરશે.

કેન્દ્ર સરકારના ન્યાયમૂર્તિ શ્રી પિનાકી ચંદ્ર ઘોષને લોકપાલના પ્રથમ અધ્યક્ષ નિયુક્ત કરાયા હતા, જેમને 23 માર્ચ, 2019ના રોજ રાષ્ટ્રપતિએ હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. સરકારે આની સાથે જ ચાર ન્યાયિક અને બિન-ન્યાયિક સભ્યોની નિમણૂંક પણ કરી. લોકપાલનું હંગામી કાર્યાલય વર્તમાનમાં નવી દિલ્હી સ્થિત હોટલ અશોકથી કાર્યરત છે.

લોકપાલના સંદર્ભમાં નિયમોને અધિસૂચિત કરવા અને ફરિયાદ સ્વીકાર કરવા માટે નિયમાવલીની પ્રક્રિયા તૈયાર કરવામાં આવી રહી છે. 16 એપ્રિલ, 2019 સુધી પ્રાપ્ત દરેક ફરિયાદોનું લોકપાલ કાર્યાલય દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું અને તેનું નિવારણ કરવામાં આવ્યું. આ સમય બાદ મળેલી ફરિયાદોનું પરીક્ષણ ચાલુ છે.

DK/NP/J.Khunt/GP        


(Release ID: 1572106)