મંત્રીમંડળ
મંત્રીમંડળે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના કાર્યાલયમાં નાયબ નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના એક પદનું સર્જન કરવા માટે મંજૂરી આપી
प्रविष्टि तिथि:
15 APR 2019 12:36PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનું એક પદ ઊભું કરવા માટે મંજૂરી આપી છે, જે ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષકના કાર્યાલયમાં પે લેવલ-17 (એક એસટીએસ સ્તરનું પદ નાબૂદ કરીને)માં રહેશે.
નાયબ નિયંત્રક અને મહાલેખા પરીક્ષક રાજ્યોનાં ઓડિટ, ટેલિકોમ્યુનિકેશનનાં ઓડિટ વચ્ચે સંકલન પર નજર રાખશે તથા ઇન્ડિયા ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ (આઇએએન્ડએડી)ની અંદર વિવિધ માહિતી વ્યવસ્થાઓ (આઇએસ)ની પહેલનું સંકલન કરશે.
આ પદ ઊભું કરવાથી લગભગ 21 લાખ રૂપિયાનો ખર્ચ આવશે.
NP/J.Khunt/GP/RP
(रिलीज़ आईडी: 1570639)
आगंतुक पटल : 300