ચૂંટણી આયોગ

સોશિયલ મીડિયાના મંચોએ ભારતીય ચૂંટણી પંચ સમક્ષ ‘લોકસભાની વર્ષ 2019ની ચૂંટણી માટે નૈતિકતાની સ્વૈચ્છિક આચારસંહિતા’ પ્રસ્તુત કરી

Posted On: 20 MAR 2019 8:08PM by PIB Ahmedabad

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઑફ ઇન્ડિયા (IAMAI)એ આજે મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરા અને ચૂંટણી કમિશનરો શ્રી અશોક લવાસા તથા શ્રી સુશિલ ચંદ્રા સમક્ષ લોકસભાની વર્ષ 2019ની ચૂંટણી માટે નૈતિકતાની સ્વૈચ્છિક આચારસંહિતા પ્રસ્તુત કરી હતી. IAMAI અને સોશિયલ મીડિયાનાં પ્રતિનિધિઓ સાથે ગઇકાલે યોજાયેલી બેઠક પછી નૈતિકતાની આચારસંહિતા વિકસાવવામાં આવી છે. આ બેઠકમાં ફેસબુક, વ્હોટ્સએપ, ટ્વીટર, ગૂગલ, શેરચેટ અને ટિકટોક વગેરેનાં પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.

મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરાએ આ પગલાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આચારસંહિતાની રચના સારી શરૂઆત છે, આવશ્યક પણ છે તેમજ તેનું કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સહભાગીઓએ નૈતિકતાની આચારસંહિતામાં વ્યક્ત કરેલી કટિબદ્ધતાઓને સચોટ રીતે પાલન કરવાની જરૂર છે. આ મંચ જનપ્રતિનિધિત્વ ધારા, 1951ની કલમ 126 હેઠળ કોઈ પણ ઉલ્લંઘનની પ્રક્રિયા પર ત્રણ કલાકની અંદર કામગીરી કરવા કટિબદ્ધ છે, જે સિંહા સમિતિની ભલામણો મુજબ છે.

આ તમામ મંચ ઇસીઆઈ માટે વ્યવસ્થા પ્રત્યે કટિબદ્ધ રહેવાની ઊંચી પ્રાથમિકતા વ્યક્ત કરવા સંમત પણ થયાં છે અને લોકસભાની ચૂંટણીનાં સમયગાળા દરમિયાન કોઈ પણ ઉલ્લંઘન પર તાત્કાલિક કામગીરી કરવા પ્રતિબદ્ધ ટીમોની નિમણૂક કરવામાં આવી છે. સહભાગીઓ રાજકીય વિજ્ઞાપન માટે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ સમિતિ દ્વારા રજુ થયેલી પ્રી-સર્ટિફાઇડ જાહેરાતોને જમા કરવા પણ સંમત થયાં હતાં. નૈતિકતાની આચારસંહિતામાં પેઇડ રાજકીય જાહેરાતોમાં પારદર્શકતા જાળવવાની પણ તેમણે ખાતરી આપી હતી. IAMAI આ આચારસંહિતામાં ઉલ્લેખિત વિવિધ પગલાં લેવા સહભાગીઓ સાથે સંકલન સાધવા પણ સંમત થયા છે. સહભાગીઓએ સ્વૈચ્છિકપણે મતદારોમાં જાગૃતિ અભિયાન હાથ ધરવાની પણ કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

નૈતિકતાની આચારસંહિતા સોશિયલ મીડિયા મંચનાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને નૈતિક ઉપયોગને સુનિશ્ચિત કરવા વિકસાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ લોકસભાની વર્ષ 2019ની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયાની સંકલિતતા જાળવવાનો છે. આચારસંહિતા સ્વૈચ્છિકપણે સહભાગીઓ દ્વારા તાત્કાલિક અસર સાથે કામગીરીમાં આવી છે.

 

વિગતવાર ચારસંહિતા માટે આ લિંક પર ક્લીક કરો.

 



(Release ID: 1569215) Visitor Counter : 359


Read this release in: English , Urdu , Marathi , Hindi