માહિતી અને પ્રસારણ મંત્રાલય

લંડન પુસ્તક મેળામાં ભારતીય પવેલિયનનું ઉદ્ઘાટન

Posted On: 13 MAR 2019 12:45PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 13-03-2019

       

માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં સંયુક્ત સચિવ શ્રી વિક્રમ સહાય અને પ્રકાશન વિભાગના મહાનિદેશક, સુશ્રી સાધના રાઉતે ગઈકાલે લંડન પુસ્તક મેળામાં ભારતીય પવેલિયનનું ઉદ્ઘાટન કર્યું. આ પુસ્તક મેળાનું 12 થી 14 માર્ચ દરમિયાન લંડન ઓલમ્પિયામાં આયોજન કરવામાં આવ્યું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00143JE.jpg  https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021VY5.png

ભારતીય પવેલિયનમાં મહાત્મા ગાંધીની 150મી જયંતી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં ભારતની સંસ્કૃતિ, ઈતિહાસ, લોકસાહિત્યના અન્ય વિવિધ શીર્ષકો ઉપરાંત ‘ક્લેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી’નું ડિજીટલ સંસ્કરણનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીના જીવનકાળની બાબતમાં એક સંવાદાત્મક ડિજીટલ મીડિયા અનુભવ, સ્ટેચ્યૂ ઑફ યૂનિટી અને ભારતની અન્ય મુખ્ય ઉપલબ્ધિઓનો પણ આ મંડપમાં સમાવેશ કરાયો છે.

        કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધીના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક સંસ્કરણો તૈયાર કરવાની બાબતમાં એક સેમિનાર લંડન ઓલમ્પિયામાં આયોજિત કરાશે. અપર મહાનિદેશક બીઓસી શ્રી રવિરામ કૃષ્ણ અને લંડનમાં ભારતીય ઉચ્ચ આયોગના વરિષ્ઠ અધિકારી પણ આ અવસરે ઉપસ્થિત હતા.

NP/J.KHUNT/GP                                             


(Release ID: 1568766) Visitor Counter : 231