મંત્રીમંડળ
મંત્રીમંડળે અટલ ઇનોવેશન મિશન ચાલુ રાખવાની મંજૂરી આપી
Posted On:
07 MAR 2019 2:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે સ્કૂલ સ્તરે મળેલી ભવ્ય સફળતાને ધ્યાનમાં રાખતાં અટલ ઇનોવેશન મિશન (AIM) ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ઉપરાંત 10,000 સ્કૂલોમાં અટલ ટિંકરિંગ લેબના વિસ્તરણ માટે અટલ ઇનોવેશન મિશન દ્વારા 2019-20 સુધી રૂ.1000 કરોડ સુધી ઉદભવતા ખર્ચને પણ મંજૂરી આપી છે.
વિગતો
- AIM દેશમાં સંશોધનને પ્રોત્સાહન અને સહાયતા આપવા બહુવિધ કાર્યક્રમો ધરાવે છે.
- અત્યાધુનિક અટલ ટિંકરિંગ લેબ (ATLs) હજારો સ્કૂલોમાં સ્થાપવામાં આવી રહી છે, વિશ્વકક્ષાના અટલ ઇન્ક્યુબેશન સેન્ટર (AIC) અને અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટર (ACIC) વિશ્વવિદ્યાલયો અને ઉદ્યોગોમાં સ્થાપવામાં આવી રહ્યાં છે.
- અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ (ANICs) થકી રાષ્ટ્રીય સુસંગતતા અને સામાજિક મહત્ત્વના ક્ષેત્રોમાં પ્રોડક્ટ વિકાસના પ્રોત્સાહનમાં સહાયતા અપાઇ રહી છે.
નાણાકીય અસરોઃ
- ATL સાધનોની દેખભાળ અને કામગીરીલક્ષી ખર્ચાઓ માટે દરેક ATL પ્રથમ વર્ષમાં રૂ.12 લાખ અને ત્યારપછીના 4 વર્ષ માટે પ્રતિ વર્ષ 2 લાખ સુધીનું અનુદાન મેળવે છે.
- દરેક પસંદ કરાયેલી AIC આયોજિત લક્ષ્યાંકની પ્રાપ્તિની સમીક્ષા અને પુરાવાના આધારે 3-5 વર્ષના સમયગાળા દરમિયાન રૂ.10 કરોડ સુધીનુ અનુદાન પ્રતિ વર્ષ હપ્તાઓમાં મેળવશે.
- સંશોધકોને ANICs અંતર્ગત રૂ.1 કરોડ સુધીનું વ્યાપારીકરણ અને તકનિકી વિસ્તારણ અનુદાન પ્રાપ્ત થશે.
અસરઃ
- આ મિશન અંતર્ગત અટલ ટિંકરિંગ લેબ (ATL) અને અટલ ઇન્ક્યુબેશન સેન્ટર (AIC) જેવી અનેક સાહસિક અને ભવિષ્યલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે, જેને વ્યાપક સ્વીકૃતિ મળી છે.
- ભારત સરકારના અનેક મંત્રાલયો/વિભાગોએ AIMની મદદ અને તકનિકી સહાયતા દ્વારા સંશોધન સંબંધિત પ્રવૃતિઓ હાથ ધરી છે.
- ATL કાર્યક્રમ અંતર્ગત 2020 સુધીમાં 10,000થી વધારે શાળાઓ આ લેબ સ્થાપે તેવી ધારણાં છે.
- સમગ્ર દેશમાં 100થી વધારે અટલ ઇન્ક્યુબેશન કેન્દ્રો (AICs)ની સ્થાપના થવાની સંભાવના છે, જે પ્રથમ પાંચ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 50-60 સ્ટાર્ટઅપ્સને સહાયતા કરશે.
- 100થી વધુ સંશોધકો/સ્ટાર્ટઅપ્સ તેમના સંશોધનના ઉત્પાદનમાં થોડી સહાયતા મેળવે તેવો અંદાજ છે.
- મંત્રાલય દ્વારા સહાયતા કરાતા અન્ય કાર્યક્રમો વધુ ફાયદાકારક સાબિત થશે.
- દરેક ઇન્ક્યુબેટર દર ચાર વર્ષે 50-60 ટેક્નોલોજી સંચાલિત નવીન સ્ટાર્ટઅપ્સ વિકસાવે તેવી ધારણા છે.
- 100+ ઇન્ક્યુબેટરની સ્થાપના આ રીતે 5000-6000 નવીન સ્ટાર્ટઅપ્સ વિકસાવશે અને સ્થાપવામાં આવી રહેલા નવા ઇન્ક્યુબેટર સાથે તેની સંખ્યામાં ઉતરોત્તર વધારો થશે.
- આ સંશોધન સંચાલિત સ્ટાર્ટઅપ્સના કારણે રોજગારીની તકો પેદા થવાની સંભાવના ખૂબ જ વધે છે.
અમલીકરણ વ્યૂહરચના અને લક્ષ્યાંકોઃ
- AIM ખુલ્લી, સ્પર્ધાત્મક, ઓનલાઇન અરજી દ્વારા દરેક લાભાર્થીની પસંદગી કરે છે અને તેમને સીધી જ ભંડોળની ફાળવણી કરે છે. AIM વિવિધ પ્રકારની વસ્તીને એક-બીજા સાથે જોડીને ATLs, AICs વગેરેમાં ક્ષમતાનું નિર્માણ કરવા સમગ્ર દેશમાં તેના નિષ્ણાતો અને નેટવર્કનો ફાયદો ઉઠાવે છે. વધુમાં શિક્ષણવિદો, સંશોધન અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વચ્ચે માહિતી અને તકનિકનો પ્રવાહ સુનિશ્ચિત કરવાની સાથે સાથે AIMs પહેલોની સફળતા સુનિશ્ચિત કરવા AIM લાભાર્થીઓ સાથે માર્ગદર્શન સહાયતા પુરી પાડવા કોર્પોરેટ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો જોડવામાં આવે છે. અત્યાર સુધી, સમગ્ર દેશમાંથી 5441 અટલ ટિંકરિંગ લેબની પસંદગી કરવામાં આવી છે જેમાંથી તેમની સંબંધિત સ્કૂલોમાં લેબની સ્થાપના કરવા માટે 623 જિલ્લાઓમાંથી 2171 ATLsને તેમના અનુદાનનો પ્રથમ હપ્તો મળી ચૂક્યું છે. સમગ્ર દેશમાં 101 અટલ ઇન્ક્યુબેશન કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે, જેમાંથી 31ને તેમના અનુદાનનો પ્રથમ હપ્તો મળી ચૂક્યો છે.
- ચોવિસ અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ (ANIC) શરૂ કરવામાં આવ્યા છે અને તેના માટે 800થી વધારે અરજીઓ પ્રાપ્ત થઇ છે. દરેક ANIC દિઠ 2-3 વિજેતાઓ પસંદ કરવામાં આવશે અને આયોજિત લક્ષ્યાંકની પ્રાપ્તિની સમીક્ષા અને પુરાવાના આધારે તેઓ 3 હપ્તામાં રૂ. 1 કરોડ સુધીનું અનુદાન પ્રાપ્ત કરશે.
- AIMનો મેન્ટર ઓફ ચેન્જ કાર્યક્રમ ATLની સફળતા સુનિશ્ચિત કરવા ફરજિયાત કરાયો છે. આ કાર્યક્રમ દ્વારા વ્યાપક શ્રેણીમાં કુશળતા ધરાવતા ATL વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન પુરુ પાડવા જુદી-જુદી વ્યાવસાયિક પૃષ્ઠભૂમિમાંથી વિશિષ્ટ લાયકાત ધરાવતા માર્ગદર્શકોને પસંદ કરવામાં આવે છે. આ માર્ગદર્શકો AIM દ્વારા આવશ્યક પદ્ધતિ અનુસાર ATLs કામગીરી કરે તે બાબત સુનિશ્ચિત કરવા સ્કૂલ પ્રશાસન સાથે સંકલન પણ કરે છે. આજ દિન સુધી 1,300થી વધુ ATL સ્કૂલોમાં 2,500થી વધારે સંખ્યામાં માર્ગદર્શકો સક્રીય રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરું પાડી રહ્યાં છે.
- પૃષ્ઠભૂમિઃ
- AIMનો ઉદ્દેશ શાળાઓ, વિશ્વવિદ્યાલયો, સંશોધન સંસ્થાઓ, MSME અને ઔદ્યોગિક સ્તરે સમગ્ર દેશમાં સંશોધન અને ઉદ્યોગ સાહસિકતાના વાતાવરણનું નિર્માણ કરવાનો અને તેને પ્રોત્સાહિત કરવાનો છે. આ મિશનની સ્થાપના માનનીય નાણામંત્રીએ 2015ના બજેટ પ્રવચનમાં કરેલી જાહેરાત અનુસાર NITI આયોગ અંતર્ગત કરવામાં આવી છે.
NP/J.Khunt/GP/RP
(Release ID: 1568107)
Visitor Counter : 271