મંત્રીમંડળ

મંત્રીમંડળે મધ્યપ્રદેશની સરકારને ભોપાલ એરપોર્ટ પર એએઆઈની અતિક્રમિત થયેલી 106.76 એકર જમીન મધ્યપ્રદેશની સરકારને સુપરત કરવાની એએઆઈની દરખાસ્તને મંજૂરી આપી

Posted On: 07 MAR 2019 2:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભોપાલનાં ગાંધીનગરમાં સ્થિત એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એએઆઈ)ની અતિક્રમણ થયેલી 106.76 એકર જમીન મધ્યપ્રદેશની રાજ્ય સરકારને સુપરત કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે. મધ્યપ્રદેશની સરકાર દ્વારા આ જમીનનાં બદલામાં 95.56 એકર જમીન એએઆઈને સુપરત કરવામાં આવી છે. બાકીની 10.20 એકર (અંદાજે) જમીન મધ્યપ્રદેશની સરકાર એએઆઈને હવે સુપરત કરશે.

લાભ:

એએઆઈની અતિક્રમણ કરેલી જમીન 106.76 એકરનાં બદલામાં મધ્યપ્રદેશની સરકાર અંદાજે 96.56 એકર જમીન પ્રદાન કરવા સંમત થઈ છે, જે ભોપાલ એરપોર્ટની હાલની જમીનને લગોલગ છે અને એનો ઉપયોગ એએઆઈ દ્વારા ઉડ્ડયનનાં ઉદ્દેશો માટે થઈ શકશે. એનાથી 106.76 એકર જમીનને મુક્ત કરવામાં મદદ મળશે, જેનો ઉપયોગ મધ્યપ્રદેશની સરકાર દ્વારા વિવિધ ઉદ્દેશો માટે થાય છે જેવા કે, સરકારી કચેરીઓનાં સંકુલ, જાહેર સુવિધાઓ સાથે સંબંધિત સેવાઓ અને સ્થળાંતરિત થયેલા સિંધી પરિવારોનાં પુનર્વસન માટે. આ જમીનનાં બદલામાં હવે રાજ્ય સરકાર 96.56 એકર જમીન એએઆઈને આપવા તૈયાર થઈ છે, જે ભોપાલ એરપોર્ટ સાથે સંલગ્ન છે, જેનો ઉપયોગ ઉડ્ડયનનાં ઉદ્દેશો સાથે છે. ઉપરાંત આ જમીનની રજૂ થયેલી જમીનનો એએઆઈ ઉડ્ડયન સાથે સંબંધિત કામગીરીઓ માટે ઉચિતપણે ઉપયોગ કરી શકશે, એટલે આ મંજૂરીથી લોકોને મોટો લાભ થશે.

 

NP/J.Khunt/GP/RP


(Release ID: 1567925) Visitor Counter : 192