પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ઇન્ડિયા કાર્યક્રમને સંબોધન કર્યું

Posted On: 02 MAR 2019 1:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાનભવનમાં આયોજિત કન્સ્ટ્રક્શન ટેકનોલોજી ઇન્ડિયા 2019ને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક દરેક પરિવારનું ઘરનાં ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટેની કેન્દ્ર સરકારની સુનિશ્ચિતતા કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતનાં ઝડપી શહેરીકરણને ધ્યાનમાં રાખીને ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના, હૃદય અને અમૃત સહિત કેટલીક યોજનાઓમાંથી કેટલાંક પાસાં હાઉસિંગ ક્ષેત્રમાં પરિવર્તનલક્ષી છે. તેમણે જણાવ્યું હતું કે, વિવિધ ભૌગોલિક સંજોગોમાં ટેકનોલોજીનો સ્વીકાર કરવો પણ એક મોટો પડકાર છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઘણો બધો ભાર એફોર્ડેબલ હાઉસિંગ, રિયલ એસ્ટેટ ક્ષેત્ર, કૌશલ્ય વિકાસ અને હાઉસિંગ ટેકનોલોજી પર મૂકવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રીએ તેમનાં સ્વપ્ન પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, દરેક ભારતીય પાસે વર્ષ 2022 સુધીમાં ઘરનું ઘર હોવું જોઈએ અને 1.3 કરોડ મકાનોનું નિર્માણ તેમનાં શાસનકાળમાં થઈ રહ્યું છે. તેમણે ગરીબોની ક્ષમતાઓ વધારવા અને તેમને મદદ કરવા દરેકને સંયુક્તપણે કામ કરવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે કરવેરા અને અન્ય પ્રોત્સાહનો આપીને લોકોને ઘર ખરીદવાનું પણ સરળ બનાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, રિયલ એસ્ટેટ (નિયમન અને વિકાસ) ધારો (રેરા)એ ડેવલપર્સમાં ઉપભોક્તાનો વિશ્વાસ વધાર્યો છે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શકતા આવી છે. તેમણે જણાવ્યું હતું કે, કુશળ માનવીય પ્રતિભાઓની મોટી સંખ્યા ઊભી કરવામાં આવી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. તેમણે જણાવ્યું હતું કે, નિર્માણ ક્ષેત્રમાં હવે આપત્તિ સામે વ્યવસ્થાને મજબૂત કરવા, ઊર્જાદક્ષતા અને સ્થાનિક નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ એક પ્લેટફોર્મ છે, જે ભારતમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણોની નિર્માણ ઇકોસિસ્ટમને વધારવા મદદરૂપ થઈ શકે છે. તેમણે જાહેરાત કરી હતી કે, એપ્રિલ, 2019 થી માર્ચ, 2020 સુધીનાં સમયગાળાને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી વર્ષ તરીકે ઉજવવામાં આવશે.


RP



(Release ID: 1567170) Visitor Counter : 223