પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 1 માર્ચ 2019ના રોજ તમિલનાડુમાં કન્યાકુમારીની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
28 FEB 2019 7:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 માર્ચ 2019ના રોજ તમિલનાડુના કન્યાકુમારીની મુલાકાત લેશે. તેઓ કન્યાકુમારી અને તમિલનાડુ માટે શ્રેણીબદ્ધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે. આ પરિયોજનાઓ સમગ્ર તમિલનાડુમાં રેલવે અને માર્ગ કનેક્ટિવિટીમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
રેલવે
કન્યાકુમારી ખાતે પ્રધાનમંત્રી વિવિધ રેલવે પરિયોજનાઓનો શુભારંભ કરાવશે, જે આ મુજબ છે-
* મદુરાઈ અને ચેન્નઈ વચ્ચે તેજસ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે
તેજસ એક્સપ્રેસ મદુરાઈ અને ચેન્નઈ વચ્ચે સીધી અને ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે.
આધુનિક સુવિધાઓથી સજ્જ, તેજસ એક્સપ્રેસ આ વિભાગમાં દિવસના સમયમાં મુસાફરી કરતા સંખ્યાબંધ મુસાફરોને લાભદાયી નીવડશે.
આ બીજી તેજસ એક્સપ્રેસ સેવા છે. પ્રથમ સેવા મુંબઈથી કરમાલી વચ્ચે શરૂ કરવામાં આવી હતી.
* રામેશ્વરમ અને ધનુષકોડી વચ્ચે રેલવે કનેક્ટિવિટીની પુનઃસ્થાપન માટે ભૂમિપૂજન
રામેશ્વરમ અને ધનુષકોડી તમિલનાડુમાં મુખ્ય તીર્થધામ અને પ્રવાસન સ્થળો છે.
1964માં રામેશ્વરમમાં આવેલા ચક્રવાતમાં ધનુષકોડી રેલવે સ્ટેશન તુટી ગયું હતું અને ત્યારથી તે નિષ્ક્રિય છે.
આ પ્રદેશમાં રેલવે કનેક્ટિવિટીનું પુનઃસ્થાપન થવાથી, પ્રવાસન ક્ષેત્રને ખૂબ મોટો વેગ મળશે અને આ વિસ્તારની મુલાકાત લેતા હજારો યાત્રાળુઓને તેનો લાભ થશે.
* પાંબન પુલ (પાંબન ખાડી પર પુલ)ના પુનઃસ્થાપન માટે ભૂમિપૂજન
પાંબન પુલ મુખ્ય ભૂમિ અને રામેશ્વરમના ટાપુને સાંકળતી રેલવે લિંક પૂરી પાડે છે.
વર્તમાન પુલ 104 વર્ષ જુનો છે. જુના પુલના સ્થાને નવા પુલનું નિર્માણ થશે અને વર્તમાન રેલવે પુલને સમાંતર તેનું બાંધકામ કરવામાં આવશે.
આ પુલના કારણે રામેશ્વરમ પ્રદેશમાં પ્રવાસનની સંભાવનાઓ વધશે.
માર્ગ પરિવહન
પ્રધાનમંત્રી કન્યાકુમારીમાં તકતીનું અનાવરણ કરીને માર્ગ પરિવહનના વિવિધ પરિયોજનાઓનો શુભારંભ કરાવશે.
રાષ્ટ્રને સમર્પિત કરશે: મદુરાઈ – રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 87ના મદુરાઈ – રામનાથપુરમ વિભાગનો 2/4 લેન
આ વિભાગમાં તમિલનાડુના ત્રણ જિલ્લા મદુરાઈ, શિવગંગા અને રામનાથપુરમ આવરી લેવામાં આવ્યા છે. કન્યાકુમારી જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ -47ના મર્થન્દામ જંકશન અને પાર્વતીપૂરમ જંકશન પર ફ્લાયઓવર. રાષ્ટ્રીય ધોરીમાર્ગ - 44ના પાનગુડીથી કન્યાકુમારી વિભાગ વચ્ચે ફોર લેન.
શિલાન્યાસ: રાષ્ટ્રીય ધોરીમાર્ગ -785ના મદુરાઈ – ચેટ્ટીકુલમ વિભાગનો ફોર લેન
રાષ્ટ્રીય ધોરીમાર્ગ- 785ના ચેટ્ટીકુલમ –નાથમ વિભાગનો ફોર લેન. કન્યાકુમારીમાં માર્ગ સલામતી પાર્ક અને પરિવહન સંગ્રહાલયનો પ્રારંભ.
માર્ગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આ પ્રોજેક્ટ્સથી તમિલનાડુના વિવિધ પ્રદેશોમાં માર્ગ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. તેનાથી પ્રવાસીઓ માટે સલામત અને ઝડપી મુસાફરી સુનિશ્ચિત થશે.
પ્રધાનમંત્રી કન્યાકુમારીમાં જનસભાને પણ સંબોધશે.
RP
(રીલીઝ આઈડી: 1566725)
મુલાકાતી સંખ્યા : 223