પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં ગોરખપુરથી “પીએમ - કિસાન” યોજનાનો શુભારંભ કર્યો


પ્રધાનમંત્રીએ ગોરખપુર અને પૂર્વ ઉત્તરપ્રદેશ માટે અનેકવિધ વિકાસ યોજનાઓનું અનાવરણ કર્યું

Posted On: 24 FEB 2019 6:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગોરખપુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (PM-KISAN)નો પ્રારંભ કર્યો.

આ શુભારંભની સાથે આજે રૂ. 2,000નો પ્રથમ હપ્તો સીધો પસંદગીના ખેડૂત લાભાર્થીઓના ખાતામાં જમા થઈ જશે.

પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી (PM-KISAN)ના શુભારંભ પ્રસંગે પશુપાલન અને માછીમારીની કામગીરીમાં જોડાયેલા ખેડૂતોનો પણ અભિનંદન આપ્યા હતા કારણ કે, આ ખેડૂતોના પરિવારોનો પણ હવે કિસાન ક્રેડીટ કાર્ડ ઉપલબ્ધ થશે.

આ પ્રસંગે હાજર રહેલી મેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે આજનો દિવસ ઇતિહાસમાં કંડારાઈ જશે, કારણ કે આઝાદી પછીની ખેડૂતો માટેની સૌથી મોટી યોજનાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર ખેડૂતોને સક્ષમ અને શક્તિમાન બનાવવા માટે દ્રઢ નિશ્ચય ધરાવે છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોને તમામ જરૂરી સાધનો પૂરા પાડવા માટે સજ્જ છે, જેથી વર્ષ 2022 સુધીમાં તેમની આવક બમણી કરી શકાય.

અંદાજે 12 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિથી લાભ થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનામાં રૂ. 75,000 કરોડ સીધા ખેડૂતોના ખાતામાં દર વર્ષે જમા થશે. તેમણે રાજ્ય સરકારોને અનુરોધ કર્યો હતો કે વહેલામાં વહેલી તકે લાભાર્થી ખેડૂતોની યાદી કેન્દ્ર સરકારને મોકલી આપે કે જેથી ખેડૂતોને આ યોજનાનો લાભ સમયસર મળી શકે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારોએ અવાર નવાર ધિરાણ માફીની જાહેરાતો કરી હોવા છતાં ખેડૂતોને લાંબા ગાળા માટે અથવા તો ઘનિષ્ઠ સહાય પૂરી પાડવામાં આવી નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તેમને રાહત તો પૂરી પાડશે, પરંતુ સાથે સાથે ગ્રામીણ અર્થતંત્રમાં જંગી રોકાણ થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ નાણાંની સીધા હસ્તાંતરણ પર આધારિત છે અને તેથી આ સમગ્ર રકમ ખેડૂતોના ખાતામાં પહોંચશે.

તેમણે જણાવ્યું કે સરકાર દેશના ઘણા ભાગોમાં અંદાજે એક લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ લાંબા સમયથી અધૂરી પડેલી સિંચાઈ યોજનાઓ માટે કરી રહી છે, જે ખેડૂતો માટે મોટી અને લાંબા ગાળા માટેની સહાય બની રહેશે. તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે દેશમાં ખેડૂતોને 17 કરોડ સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. નીમ કોટીંગ યુરિયા યોજના, 22 પાક માટે પડતર ખર્ચ કરતાં 50 ટકા વધુ લઘુત્તમ ટેકાના ભાવ આપવામાં આવ્યા છે. તેમણે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અને ઈ-નામ પ્લેટફોર્મ અંગે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને હવે કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે રૂ. 1.60 લાખ સુધીનું ધિરાણ ઉપલબ્ધ થશે. તેમણે ખેડૂતોને લાભ થાય તેવી અન્ય કલ્યાણ યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પૂર્વ ઉત્તરપ્રદેશનો સમગ્ર વિસ્તારમાં ઝડપી પરિવર્તન આવી રહ્યુ છે. ઉદ્યોગો, કનેક્ટિવિટી અને આરોગ્ય ક્ષેત્રમાં આ પરિવર્તન દેખાઈ રહ્યું છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગોરખપુર અને પૂર્વ ઉત્તરપ્રદેશ માટે રૂ. 10,000 કરોડના મૂલ્યના પરિયોજનાઓનું આજે અનાવરણ અથવા તો તેની શિલારોપણ વિધિ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે આ યોજનાઓને કારણે જીવન સરળ બનશે, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, આયુષમાન ભારત વગેરે યોજનાઓ સૌનો સાથ, સૌનો વિકાસના પ્રતિક સમાન છે.

 

RP


(Release ID: 1566157) Visitor Counter : 246