મંત્રીમંડળ

મંત્રીમંડળે આરઆરટીએસના દિલ્હી-ગાઝીયાબાદ-મેરઠ કોરીડોરને મંજૂરી આપી

પોસ્ટેડ ઓન: 19 FEB 2019 8:55PM by PIB Ahmedabad

કેન્દ્રીય મંત્રીમંડળે નીચેના પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે:

  1. 30,274 કરોડ રૂપિયાના કુલ ખર્ચે 82.15 કિલોમીટર (68.03 કિલોમીટર એલિવેટેડ અને 14.12 કિલોમીટર ભૂગર્ભમાં) આવરી લેતા રિજનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ (આરઆરટીએસ)નું નિર્માણ;
  2. ગ્રાન્ટ અને સબોર્ડીનેટ ધિરાણના રૂપમાં 5634 કરોડ રૂપિયાની કેન્દ્રીય નાણાકીય સહાય;
  3. પરિયોજના માટે સંસ્થાગત વ્યવસ્થા તથા કાયદાકીય માળખું અને
  4. પરિયોજનાને મંજૂર કરવા માટેની શરતો.

મુખ્ય વિશેષતાઓ:

આરઆરટીએસ ભારતમાં અમલીકૃત આ પ્રકારનું સૌપ્રથમ, રેલ આધારિત હાઈ સ્પીડ પ્રાદેશિક ટ્રાન્ઝીટ વ્યવસ્થા તંત્ર છે. એકવાર ચાલુ થઇ ગયા બાદ રાષ્ટ્રીય રાજધારી ક્ષેત્ર (એનસીઆર)માં તે સૌથી વધુ ઝડપી, સૌથી વધુ આરામદાયક અને સૌથી વધુ સુરક્ષિત વાહનવ્યવહારનું સાધન બનશે. આ પરિયોજનામાં અન્ય શહેરી વાહનવ્યવહાર વ્યવસ્થાને અસરકારક અને ચોકસાઈપૂર્ણ રીતે સંકલિત કરવાનો સમાવેશ થાય છે, જે ડિઝાઇનીંગ, ટેકનોલોજી અને સંસ્થાગત વ્યવસ્થાપનની નવીન પદ્ધતિઓનો સ્વીકાર કરીને જ શક્ય બની શકે તેમ છે.

આરઆરટીએસનો ઉદ્દેશ્ય શહેરી વાહનવ્યવહાર વ્યવસ્થાને સુગમ બનાવવાનો છે કે, જે પુષ્કળ વિકાસ અને ખાનગી વાહનોમાં થયેલા વધારાના લીધે ગંભીર હાલતમાં છે અને આ રીતે પ્રવાસન માળખાગત વ્યવસ્થા અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર ભાર મૂકવાનો તથા લોકોને સુરક્ષિત, સંરક્ષિત ભરોસાપાત્ર, ઝડપી અને અનૂકુળ જાહેર વાહનવ્યવહાર પૂરો પાડવાનો છે.

આ પરિયોજના મહિલાઓ, બાળકો અને સમાજના તરછોડાયેલા વિભાગની જરૂરિયાતો પ્રત્યે સંવેદનશીલ બનીને ‘સર્વગ્રાહી પહોંચ’ પૂરી પાડવા માટે બનાવેલી છે. સુરક્ષિત, સંરક્ષિત અને આરામદાયક વાહનવ્યવહાર એ માત્ર જાહેર વાહનવ્યવહાર પ્રત્યે આકર્ષણ વધારવા માટે જ મુશ્કેલ નથી પરંતુ સમાનતા અને સંકલિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે સમાજના તરછોડાયેલા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વિભાગોની વધુ સક્રિયતા અને ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે પણ અગત્યનો છે.

આ પરિયોજના રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્ત માલિકીના રૂપમાં રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એનસીઆરટીસી) નામના સ્પેશિયલ પર્પઝ વિહિકલ (એસપીવી) દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના એકસમાન યોગદાન સહિત સંયુક્ત માલિકીમાં, નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા બહુપક્ષીય/દ્વિપક્ષીય સંસ્થાઓ પાસેથી ધિરાણ લઇને, કૉર્પોરેટ પ્રશાસનને મજબૂત બનાવવા, પારદર્શકતા તેમજ તમામ હિતધારકોની ભાગીદારીને વધારીને તેમની જવાબદારી સુનિશ્ચિત કરવા માટે સામાન્ય રીતે જે પણ જરૂરી છે, જુદી-જુદી ઔપચારિકતાઓ, સિવિસી દિશાનિર્દેશો અને ડીપીઈ દિશાનિર્દેશોનું અનુસરણ કરતા તેમજ વેબસાઈટ વગેરે સાર્વજનિક ક્ષેત્ર પર જરૂરી સૂચના પૂરી પાડવા માટેની દરખાસ્ત મૂકવામાં આવી છે.

લાભ:

આરઆરટીનું અમલીકરણ એ ભીડ, હવાના પ્રદૂષણ અને સંતુલનને જાળવી રાખવા તેમજ સંતુલિત પ્રાદેશિક વિકાસના મુદ્દાને સંબોધવા માટે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં જરૂરી વધારાની વાહનવ્યવહાર માળખાગત સુવિધા પૂરી પાડશે.

 

RP


(રીલીઝ આઈડી: 1565471) મુલાકાતી સંખ્યા : 188