પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી આવતીકાલે ઉત્તરપ્રદેશમાં ઝાંસીની મુલાકાત લેશે
ઉત્તરપ્રદેશમાં ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કરશે
297 કિલોમીટરની લંબાઈ ધરાવતાં ઝાંસી – ખૈરાર સેક્શનનાં ઇલેક્ટ્રિફિકેશનનું ઉદઘાટન કરશે
બુંદેલખંડ માટે પાણી પુરવઠો સુનિશ્ચિત કરતી યોજનાનો શિલાન્યાસ કરશે
Posted On:
14 FEB 2019 6:42PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 ફેબ્રુઆરી, 2019નાં રોજ ઉત્તરપ્રદેશમાં ઝાંસીની મુલાકાત લેશે. જ્યાં તેઓ વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી ઝાંસીમાં ડિફેન્સ કોરિડોરનો શિલાન્યાસ કરશે. ભારતે દેશને સંરક્ષણ ક્ષેત્રમાં વિવિધ શસ્ત્રસરંજામોનું ઉત્પાદન કરવામાં સ્વનિર્ભર બનાવવા તમિલનાડુ અને ઉત્તરપ્રદેશમાં બે ડિફેન્સ કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશનાં ઝાંસીમાં બનાવવામાં આવનાર ડિફેન્સ કોરિડોર છ મહત્વપૂર્ણ સ્થાનો પૈકિ એક છે. પ્રધાનમંત્રીએ ફેબ્રુઆરી, 2018માં ઉત્તરપ્રદેશ ઇન્વેસ્ટર્સ સમિટમાં રાજ્યમાં આવો જ એક કોરિડોર બુંદેલખંડ ક્ષેત્રમાં પણ બનાવવાની જાહેરાત કરી હતી.
શ્રી મોદી 297 કિલોમીટરની લંબાઈ ધરાવતા ઝાંસી-ખૈરાર રેલવે સેક્શનનાં ઇલેક્ટ્રિફિકેશનનું પણ ઉદઘાટન કરશે. એનાથી આ સેક્શન પર ટ્રેનોની અવરજવર ઝડપથી થશે અને સાથે સાથ કાર્બનનાં ઉત્સર્જનમાં પણ ઘટાડો થશે.
પ્રધાનમંત્રી પશ્ચિમી ઉત્તરપ્રદેશને વીજળીનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવેલ પશ્ચિમી-ઉત્તર આંતરક્ષેત્રીય વીજળી ટ્રાન્સમિશન લાઇન પણ દેશને અર્પણ કરશે.
પ્રધાનમંત્રી પહાડી બાંધ આધુનિકીકરણ યોજનાનું પણ ઉદઘાટન કરશે. આ બંધ ધસાન નદી પર બનાવવામાં આવ્યો છે.
તમામ માટે પીવાનાં સ્વચ્છ પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાની સરકારની યોજના અંતર્ગત પ્રધાનમંત્રી બુંદેલખંડ ક્ષેત્રનાં ગ્રામીણ વિસ્તારોમાં પાઇપલાઇન મારફતે પાણીનાં પુરવઠાની યોજનાનું પણ શિલારોપણ કરસે. આ યોજના એ દ્રષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે કે એનાથી દુષ્કાળથી અસરગ્રસ્ત બુંદેલખંડ ક્ષેત્રમાં પાણીનો પુરવઠો મળી શકશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી ઝાંસી શહેર માટે ‘અમૃત’ અંતર્ગત પીવાનાં પાણીનાં પુરવઠાની યોજનાનાં બીજા ચરણનું પણ શિલારોપણ કરશે.
શ્રી મોદી ઝાંસીમાં જૂનાં રેલવે ડિબ્બાને નવા બનાવવા માટે વર્કશોપનો પણ શિલાન્યાસ કરશે. એનાથી બુંદેલખંડ વિસ્તારમાં લોકો માટે રોજગારીની સંભાવનાઓ ઊભી થશે.
પ્રધાનમંત્રી ઝાંસી-માણિકપુર અને ભીમસેન-ખૈરાર સેક્શન પર 425 કિલોમીટરની લંબાઈ ધરાવતાં રેલવે માર્ગનાં ડબલિંગની યોજનાનો શિલાન્યાસ કરશે. તેનાથી ટ્રેનોની અવરજવર સરળ થશે સાથે-સાથે બુંદેલખંડ ક્ષેત્રનાં સંપૂર્ણ વિકાસમાં પણ મદદ મળશે.
પ્રધાનમંત્રી આ અગાઉ વારાણસી અને વૃંદાવન પણ ગયા હતા. વારાણસીમાં તેમણે પ્રવાસી ભારતીય દિવસને સંબોધન કર્યું હતું અને વૃંદાવનમાં શાળામાં વંચિત સમુદાયનાં વિદ્યાર્થીઓને ત્રણ અબજમું ભોજન પીરસ્યું હતું.
RP
(Release ID: 1564673)