મંત્રીમંડળ

મંત્રીમંડળે તમિલનાડુના કુન્નુરમાં વાયરલ વેક્સીન નિર્માણના નવા એકમની સ્થાપના માટે પાશ્ચર ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયાને 30 એકર ભૂમિની ફાળવણી માટે મંજૂરી આપી

Posted On: 13 FEB 2019 9:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તમિલનાડુના કુન્નુરમાં નવા વાયરલ વેક્સીન ઉત્પાદન એકમની સ્થાપના માટે પાશ્ચર ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડિયા (પીઆઈઆઈ)ને 30 એકર ભૂમિની ફાળવણી માટે મંજૂરી આપી દીધી છે.

આ પરિયોજના અંતર્ગત પીઆઈઆઈ કુન્નુરમાં વાયરલ વેક્સીન (જેવી કે ટીસીએ એન્ટિ મીઝ્લ વેક્સીન, જેઈ વેક્સીન વગેરે) અને એન્ટી સિરા (જેવી કે સર્પ વિષ વિરોધી અને એન્ટી રેબીઝ સિરા)નું ઉત્પાદન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટેની જમીન વિનામુલ્યે ફાળવવામાં આવશે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ પરિયોજના માટે ઉપયોગમાં લેવામાં આવનાર ભૂમિનો ઉપયોગ ‘ઔદ્યોગિક’ થી બદલીને ‘સંસ્થાગત’ પણ કરવામાં આવશે.

ફાયદાઓ:

જમીનની ફાળવણીથી બાળકો માટે જીવન રક્ષક રસીઓના ઉત્પાદનને પ્રોત્સાહન મળવાની સાથે-સાથે દેશમાં રસીકરણ સુરક્ષા કાયમી થવા, રસીકરણ પર ખર્ચો ઘટાડવા અને આયાતના વિકલ્પોને ઘટાડવામાં મદદ મળશે. વર્તમાન સમયમાં તેની આયાત કરવામાં આવે છે.

 

RP

 



(Release ID: 1564392) Visitor Counter : 113