નાણા મંત્રાલય
નાના અને સીમાંત ખેડૂતોને નિશ્ચિત સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન ભંડોળની જાહેરાત કરવામાં આવી
2 હેક્ટર સુધી કૃષિ ભૂમિધારક નાનું ક્ષેત્રફળ ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા પ્રત્યક્ષ આવક સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે
લગભગ 12 કરોડ નાના અને સીમાંત ખેડૂત પરિવારો લાભાન્વિત થવાની આશા
प्रविष्टि तिथि:
01 FEB 2019 1:47PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 01-02-2019
કેન્દ્રીય નાણાં, કોર્પોરેટ બાબતો, રેલવે અને કોલસા મંત્રી શ્રી પીયુષ ગોયલે આજે સંસદમાં વચગાળાનું બજેટ 2019-20 રજૂ કરતા જણાવ્યું કે નાના અને સીમાંત ખેડૂતોને નિશ્ચિત આવક સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે સરકારે પ્રધાનમંત્રી ખેડૂત સન્માન ભંડોળ (પીએમ-ખેડૂત)ની શરૂઆત કરી છે. શ્રી પીયુષ ગોયલે કહ્યું કે આ યોજના અંતર્ગત 2 હેક્ટર સુધીની ભૂમિવાળા નાના ક્ષેત્રફળ ધરાવતા ખેડૂત પરિવારોને 6000 રૂપિયા દર વર્ષે પ્રત્યક્ષ આવક સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ આવક સહાયતા 2000 રૂપિયાના ત્રણ સમાન હફ્તામાં લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં સીધા જ જમા કરાવવામાં આવશે. આ કાર્યક્રમની નાણાકીય પુરવણી ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમથી લગભગ 12 કરોડ નાના અને સિમાંત ખેડૂત પરિવારો લાભાન્વિત થવાની આશા છે. આ કાર્યક્રમ 1 ડીસેમ્બર, 2018થી લાગુ કરવામાં આવશે અને 31 માર્ચ, 2019 સુધીના સમયગાળા માટે પહેલા હપ્તાની આ વર્ષ દરમિયાન ચૂકવણી કરી દેવામાં આવશે. આ કાર્યક્રમ પર 75,000 કરોડ રૂપિયાનો વાર્ષિક ખર્ચ થશે. પીએમ-ખેડૂત મોટાભાગે નાના ખેડૂત પરિવારોને માત્ર નિશ્ચિત પુરક આવક જ ઉપલબ્ધ નહી કરાવે પરંતુ ખાસ રીતે પાક લણણીની ઋતુ પહેલા ખેડૂતોની આકસ્મિક જરૂરિયાતોને પણ પૂરી કરવામાં મદદ કરશે. પીએમ-ખેડૂત, ખેડૂતો માટે એક સન્માનિત જીવન મેળવવા અને જીવવાનો માર્ગ પ્રશસ્ત કરશે.
રાષ્ટ્રીય ગોકુલ મિશન
મંત્રી મહોદયે પશુપાલનના સંદર્ભમાં કહ્યું કે મેં આ વર્ષમાં જ રાષ્ટ્રીય ગોકુલ મિશન માટેની ફાળવણી વધારીને 750 કરોડ રૂપિયા કરી નાખી છે. હું રાષ્ટ્રીય કામધેનુ આયોગની સ્થાપનાની જાહેરાત કરું છું. તેનાથી ગાય સંસાધનોનું સતત આનુવાંશિક ઉન્નયન કરવા અને ગાયોનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવામાં મદદ મળશે. આ આયોગ ગાયો માટે કાયદાઓ અને કલ્યાણ યોજનાઓને અસરકારક રીતે લાગુ કરવા અંગે પણ દેખરેખ રાખશે.
મત્સ્ય પાલન વિભાગ
મત્સ્ય પાલન ક્ષેત્રના વિકાસના વિષયમાં સતત ધ્યાન કેન્દ્રીત કરવા માટે સરકારે અલગથી મત્સ્ય પાલન વિભાગનું સર્જન કરવાનો નિર્ણય લીધો છે. શ્રી ગોયલે કહ્યું કે ગયા બજેટમાં અમારી સરકારે પશુપાલક અને મત્સ્ય પાલક ખેડૂતો માટે પણ ખેડૂત ક્રેડીટ કાર્ડ યોજના (કેસીસી)નો વિસ્તાર કરવાની જાહેરાત કરી હતી. હવે હું ખેડૂત ક્રેડીટ કાર્ડના માધ્યમથી ધિરાણ લઇને પશુપાલન અને મત્સ્ય પાલનની ગતિવિધિઓ ચલાવી રહેલા ખેડૂતો માટે 2 ટકા વ્યાજની છૂટનો લાભ આપવાનો પ્રસ્તાવ મૂકુ છું. તે સિવાય ધિરાણની સમયસર ચૂકવણી કરવા પર તેમને ૩ ટકા વધારાના વ્યાજની છૂટ પણ આપવામાં આવશે.
પાક ધિરાણ
કુદરતી આપત્તિઓ આવવાથી ખેડૂત સામાન્ય રીતે પોતાના પાક ધિરાણની ચૂકવણી કરવામાં અસમર્થ બની જાય છે. નાણા મંત્રીએ કહ્યું કે વર્તમાનમાં એવા પ્રભાવિત ખેડૂતો માટે પાક ધિરાણનો ફરીથી કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને ફરીથી અનુસુચિત ધિરાણોના પહેલા વર્ષની માટે જ બે ટકા વ્યાજમાં છૂટનો લાભ મળશે. અમારી સરકારે નિર્ણય લીધો છે કે કુદરતી આપત્તિઓથી વડે પ્રભાવિત બધા જ ખેડૂતોને જ્યાં સહાયતા રાષ્ટ્રીય આપદા રાહત કોષ (એનડીઆરએફ) વડે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, ત્યાં 2 ટકા વ્યાજ છૂટનો લાભ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેમના ધિરાણોની પુનઃ અનુસુચિત પૂરા સમયગાળા માટે ૩ ટકા તાત્કાલિક પુનઃ ચૂકવણી પ્રોત્સાહન પણ આપવામાં આવશે.
NP/J.KHUNT/GP
(रिलीज़ आईडी: 1562245)
आगंतुक पटल : 557