મંત્રીમંડળ

મંત્રીમંડળે ઘરકામ કરતાં કામદારોની ભરતીમાં સહયોગ સ્થાપિત કરવા ભારત અને કુવૈત વચ્ચે થયેલા સમજૂતી કરારને મંજૂરી આપી

प्रविष्टि तिथि: 23 JAN 2019 3:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ઘરકામ કરતાં કામદારોની ભરતીમાં સહયોગ સ્થાપિત કરવા માટે ભારત અને કુવૈત વચ્ચે સમજૂતીકરાર પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી દીધી છે.

 

વિગત

 

આ સમજૂતી કરાર ઘરકામ કરતાં કામદારો સાથે સંબંધિત બાબતોમાં સહયોગ માટે એક માળખાગત સુવિધા પ્રદાન કરે છે અને કુવૈતમાં કાર્યરત મહિલા કામદારો સહિત તમામ ભારતીય ઘરગથ્થું કામદારો માટે મજબૂત સુરક્ષા પ્રદાન કરે છે. શરૂઆતમાં આ સમજૂતીકરાર પાંચ વર્ષની સમયગાળા માટે કાયદેસર છે અને એમાં ઓટોમેટિક નવીનીકરણની જોગવાઈ સમાયેલી છે.

 

વ્યૂહરચનાનો અમલ

 

આ સમજૂતી કરાર અંતર્ગત આ એમઓયુનાં અમલ સાથે કાર્યવાહી કરવા માટે એક સંયુક્ત સમિતિની રચના કરવામાં આવશે.

 

મુખ્ય અસર

 

આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચે ઘરકામ કરતાં કામદારો સંબંધિત બાબતોમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપશે.

 

લાભાર્થી

 

કુવૈતમાં લગભગ 3,00,000 ભારતીય ઘરગથ્થું કામદારો છે. તેમાં લગભગ 90,000 મહિલા વિવિધ ઘરોમાં કામદારોનો સમાવેશ થાય છે.

 

 

NP/J.Khunt/GP


(रिलीज़ आईडी: 1561131) आगंतुक पटल : 194
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , Assamese , Tamil , Kannada