પ્રધાનમંત્રીનું કાર્યાલય

પશ્ચિમ ઓડિશા અને દરિયાકિનારનાં વિસ્તારોને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ‘વેપાર-વાણિજ્યમાં સુગમતા’ને પ્રોત્સાહન મળશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઓડિશામાં બાલનગીરનો પ્રવાસ કરશે અને વિવિધ યોજનાઓ શુભારંભ કરશે

ઝારસુગુડા સ્થિત મલ્ટિ-મોડલ પરિવહન પાર્ક (એમએમએલપી)નું લોકાર્પણ કરવામાં આવશે

બાલનગીર અને બિચ્ચુપલી વચ્ચે નવી રેલવે લાઇનનું ઉદઘાટન કરવામાં આવશે

Posted On: 14 JAN 2019 4:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 15 જાન્યુઆરી, 2019નાં રોજ ઓડિશાનાં બાલનગીરનો પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી ઝારસુગુડા સ્થિત મલ્ટિમોડલ પરિવહન પાર્ક (એમએમએલપી)ની સાથે-સાથે અન્ય વિકાસ યોજનાઓનું પણ લોકાર્પણ કરશે. પ્રધાનમંત્રી બાલનગીર અને બિચ્ચુપલી વચ્ચે નવી રેલવે લાઇનનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી સોનપુર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયનાં કાયમી ભવનનો શિલાન્યાસ પણ કરશે.

ઝારસુગુડા સ્થિત મલ્ટિમોડલ પરિવહન પાર્ક (એમએમએલપી)નું નિર્માણ 100 કરોડ રૂપિયાનાં ખર્ચે કરવામાં આવ્યું છે. આ પાર્કમાંથી ખાનગી માલનાં પરિવહન સહિત આયાત-નિકાસ (એક્ઝિમ) અને સ્થાનિક કાર્ગોમાં પણ સુવિધા થશે. એમએમએલપી હાવરા-મુંબઈની નજીક સ્થિત છે, જે ઝારસુગડા રેલવે લાઇનથી 5 કિલોમીટરનાં અંતરે સ્થિત છે. આ યુનિટની નજીક પોલાદ, સિમન્ટ અને કાગળ જેવા મહત્વપૂર્ણ ઉદ્યોગો સ્થિત છે, જેને આ સુવિધાનો લાભ મળશે. મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (એમએમએલપી)નાં કારણે ઓડિશામાં ઝારસુગુડા એક મુખ્ય પરિવહન કેન્દ્ર સ્વરૂપે સ્થાપિત થશે અને સાથે-સાથે રાજ્યમાં ‘વેપાર-વાણિજ્યમાં સુગમતા’ને ઘણું પ્રોત્સાહન મળશે.

15 કિલોમીટર લાંબી બાલનગીર-બિચ્ચુપલીની નવી રેલવે લાઇન ઓડિશાનાં દરિયાકિનારનાં વિસ્તારને પશ્ચિમ ઓડિશા સાથે જોડશે, જેનાથી સંપૂર્ણ રાજ્યમાં વિકાસ શક્ય બનશે. એના પરિણામે ભુવનેશ્વર અને પુરીથી નવી દિલ્હી અને મુંબઈ જેવા મોટાં શહેરો વચ્ચે સફરનો સમય ઘણો ઘટી જશે. આ નવી રેલવે લાઇનથી ઓડિશામાં અનેક એમએસએમઈ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસો) અને કુટિર ઉદ્યોગને લાભ થશે. એટલું જ નહીં આ રેલવે લાઇનથી ઓડિશામાં ખાણ ક્ષેત્ર માટે વ્યાપક અવસરોનું સર્જન થશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાનાં પ્રવાસ દરમિયાન નીચેની વિકાસ યોજનાઓને શુભારંભ થવાની સંભાવના છેઃ

  • રૂ. 1085 કરોડનાં ખર્ચ સાથે નિર્મિત 813 કિલોમીટર લાંબી ઝારસુગુડા-વિજીનગરમ અને સંબલપુર-અંગુલ લાઇનોનાં વીજળીકરણને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે. એનાં પરિણામે આ લાઇન પર સતત રેલવે કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે.
  • 13.5 કિલોમીટર લાંબી બારાપલી-ડુંગરીપલી અને બાલનગીર-દેવગાંવ રોડ લાઇનનાં ડબલિંગને દેશને અર્પણ કરવામાં આવશે.
  • થિરુવલી-સિંગપુર રોડ સ્ટેશન વચ્ચે પુલ નંબર 588ને દેશને સમર્પિત કરવામાં આવશે. એનાથી નાગાવેલી નદી પર પુલનું પુનઃર્નિર્માણ સંભવ થશે, જે જુલાઈ, 2017માં આવેલા પૂર દરમિયાન તૂટી ગયો હતો.

લોકોને પાસપોર્ટ સેવાઓ સુલભ કરાવવા અને પ્રવાસ સાથે સંબંધિત લોકોની પરેશાનીઓને ઓછી કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રપાડા, પુરી, જગતસિંહ, બરગઢ, કંધમાલ અને બાલનગીરમાં નવા પાસપોર્ટ કેન્દ્રોનું ઉદઘાટન કરશે. નવા પાસપોર્ટ સેવા કેન્દ્રો સાથે આ વિસ્તારમાં લોકો ઘણાં લાભદાયક હશે, કારણ કે એમને પાસપોર્ટ સંબંધિત સેવાઓ માટે ભુવનેશ્વર જવું પડતું હતું.

પ્રધાનમંત્રી ગંધરાદી (બૌધ) સ્થિત નીલમાધવ અને સિદ્ધેશ્વર મંદિરમાં જીર્ણોદ્ધાર અને નવીનીકરણ સાથે સંબંધિત કાર્યોનું પણ ઉદઘાટન કરશે. આ ઓડિશા મંદિર સાથે સંબંધિત સ્થાપત્ય કળા કે વાસ્તુકળાનાં પ્રાચીન મંદિર છે, જે પશ્ચિમી ઓડિશાનાં ‘હારા-હરિ’ સાંસ્કૃતિક તાણાવાણાને દર્શાવે છે.

આ ઉપરાંત પ્રાચીન વેપારી માર્ગ પર સ્થિત બાલનગીરમાં સ્મારકોનાં રાનીપુર ઝરિયાલ સમૂહનાં જીર્ણોદ્ધાર અને નવીનીકરણ સાથે સંબંધિત કાર્યોનું પણ ઉદઘાટન કરશે.

પ્રધાનમંત્રી કાલાહાંડી સ્થિત અસુરગઢ કિલ્લામાં પણ જીર્ણોદ્ધાર અને નવીનકરણ સાથે જોડાયેલા કાર્યોનું ઉદઘાટન કરશે. પ્રાચીન ગ્રંથોમાં અસુરગઢનો ઉલ્લેખ એક મહત્વપૂર્ણ રાજકીય અને વાણિજ્યિક કેન્દ્ર સ્વરૂપે કરવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સોનપુર સ્થિત કેન્દ્રીય વિદ્યાલયનાં કાયમી ભવનનો શિલાન્યાસ પણ કરશે. આ ભવનમાં 1000થી વધારે શાળઆનાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે સંબંધિત આધુનિક સુવિધાઓ હશે.

 

NP/J.Khunt/RP

 



(Release ID: 1559971) Visitor Counter : 114


Read this release in: English , Marathi , Tamil , Kannada