પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 15 જાન્યુઆરી, 2019નાં રોજ કેરળનો પ્રવાસ કરશે


પ્રધાનમંત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ-66 પર કોલ્લમ બાયપાસનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં પહ્મનાભ સ્વામી મંદિરે દર્શન કરશે

Posted On: 14 JAN 2019 4:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 15 જાન્યુઆરી, 2019નાં રોજ કેરલનાં કોલ્લમ અને તિરુવનંતપુરમનો પ્રવાસ કરશે.

કેરળનાં કોલ્લમમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાજમાર્ગ-66 પર કોલ્લમ બાયપાસનું ઉદઘાટન કરશે. 13 કિલોમીટરના ટૂ લેન ધરાવતા આ બાયપાસ પર રૂ. 352 કરોડનો ખર્ચ થયો છે. તેમાં અષ્ટામુડી સરોવર પર કુલ 1540 મીટર લંબાઈ ધરાવતાં ત્રણ પુલ પણ સામેલ છે. આ યોજનાથી અલપ્પુજા અને તિરુવનંતપુરમ વચ્ચે પ્રવાસનો સમય ઘટી જશે અને કોલ્લમ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા પણ ઓછી થશે.

પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં પહ્મનાભ સ્વામી મંદિરમાં દર્શન કરશે. ત્યાં તેઓ મહેમાનો માટેની સુવિધાઓનો શુભારંભ દર્શાવતી તકતીનું અનાવરણ કરશે.

પ્રધાનમંત્રીની કોલ્લમની આ ત્રીજી સત્તાવાર મુલાકાત છે. પહેલી વાર પ્રધાનમંત્રી ડિસેમ્બર, 2015માં કોલ્લમ ગયા હતાં અને તેમણે આર. શંકરની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. બીજી વાર તેઓ એપ્રિલ, 2016માં આગની દુર્ઘટના પછી કોલ્લમ પહોંચ્યા હતાં.

 

NP/J.Khunt/RP



(Release ID: 1559970) Visitor Counter : 103