મંત્રીમંડળ

મંત્રીમંડળે એડવાન્સ્ડ મોડલ સિંગલ વિન્ડોનાં વિકાસ પર ભારત અને જાપાન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી

Posted On: 10 JAN 2019 8:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે એડવાન્સ્ડ મોડલ સિંગલ વિન્ડોનાં વિકાસ પર ભારત અને જાપાન વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.

લાભ :

આ એમઓયુનાં વેપાર સાથે જોડાયેલા કાર્યો માટે આવશ્યક વહીવટી પ્રક્રિયાઓ માટે એડવાન્સ્ડ મોડલ સિંગલ વિન્ડોનાં વિકાસ અને ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં એનાં પર અમલ માટે ભારત અને જાપાન વચ્ચે સહયોગ સુનિશ્ચિત થશે. સાથે-સાથે એક એવા માળખાનાં વિકાસ માટે ભારત અને જાપાન વચ્ચે સહયોગ સંભવિત થશે, જેમાં આ પ્રક્રિયાઓ ત્વરિત રીતે પૂરી થશે, જેથી દેશમાં વેપાર-વાણિજ્યમાં સુગમતાને પ્રોત્સાહન આપવા માટે ભારત દ્વારા થઈ રહેલાં પ્રયાસોને વેગ મળશે. એડવાન્સ મોડલ સિંગલ વિન્ડોભારતમાં અને એની બહાર અપનાવવામાં આવતી સર્વોત્તમ રીતો કે પદ્ધતિઓ પર આધારિત છે. એમાં માપવા યોગ્ય માપદંડ પણ છે અને એનાથી ભારતમાં સિંગલ વિન્ડોની સ્થાપનાનાં માર્ગ આવતાં સંભવિત અવરોધોને ઓળખી શકાશે. એટલે એનાથી રોકાણ કરવાનું સરળ થઈ જશે.

 

RP



(Release ID: 1559506) Visitor Counter : 154