પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ગાઝીપુરમાં


મહારાજા સુહેલદેવ પર સ્મારક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી

ગાઝીપુરમાં ચિકિત્સા મહાવિદ્યાલયનો શિલાન્યાસ કર્યો

Posted On: 29 DEC 2018 2:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગાઝીપુરનો પ્રવાસ કર્યો હતો. તેમણે મહારાજા સુહેલદેવ પર સ્મારક ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી. તેમણે ગાઝીપુરમાં એક ચિકિત્સા મહાવિદ્યાલયનો શિલાન્યાસ પણ કર્યો હતો.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે વિવિધ કાર્યક્રમો દરમિયાન જે યોજનાઓનું અનાવરણ થયું છે, એ પૂર્વાંચલને એક ચિકિત્સા કેન્દ્ર અને કૃષિમાં સંશોધન કેન્દ્ર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.

પ્રધાનમંત્રીએ એક બહાદુર યોદ્ધા અને લોકોને પ્રેરિત કરનાર એક નાયક સ્વરૂપે મહારાજા સુહેલદેવને યાદ કર્યા હતા. તેમણે મહારાજા સુહેલદેવની યુદ્ધ સંબંધિત અને સામરિક ક્ષમતા તથા વહીવટી કૌશલ્યોની ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતનું રક્ષણ કરનાર અને સુરક્ષા તથા એનાં સામાજિક જીવનનાં પ્રયોજનમાં યોગદાન આપનાર તમામ લોકોનાં વારસાનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકાર, બંને લોકોની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ છે. તેમણે કહ્યું હતું કે, દરેક વ્યક્તિ માટે સન્માનપૂર્વક જીવન સુનિશ્ચિત કરવાનું જ મિશન છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જે ચિકિત્સા મહાવિદ્યાલયનું શિલારોપાણ કરવામાં આવ્યું છે, એ ક્ષેત્રને આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. તેમણે જણાવ્યું હતું કે, આ પૂર્વાંચલ વિસ્તારનાં લોકોની લાંબા સમયથી ચાલી આવતી માંગ છે, જે વાસ્તવિક સ્વરૂપ ધારણ કરશે. તેમણે કહ્યું હતું કે, આ એ ઘણી મહત્ત્વપૂર્ણ હોસ્પિટલોમાંની એક છે, જેની સ્થાપના વિસ્તારમાં સ્વાસ્થ્ય સુવિધાઓને શ્રેષ્ઠ બનાવવા માટે થઈ રહી છે. આ સંદર્ભમાં તેમણે ગોરખપુર અને વારાણસીમાં સ્થઆપિત હોસ્પિટલોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, હેલ્થકેર ક્ષેત્રમાં પર આઝાદી પછી સૌપ્રથમ વાર કેન્દ્ર સરકાર દ્વારા આટલા મોટા પાયે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે આયુષમાન ભારત યોજના અને રોગીઓને મળનારી સારવારનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ફક્ત 100 દિવસોમાં છ લાખ લોકોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લીધો છે.

પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારે શરૂ કરેલી વીમા યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, દેશભરમાં 20 લાખ વ્યક્તિ જીવન જ્યોતિ કે સુરક્ષા વીમા યોજના સાથે જોડાયેલા છે.

પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રમાં ચાલતી ઘણી યોજનાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો, જે ખેતીવાડી સાથે સંબંધિત છે. તેમાં વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ચોખા સંશોધન સંસ્થા, વારાણસી અને ગાઝીપુરમાં કાર્ગો સેન્ટર, ગોરખપુરમાં ખાતરનો પ્લાન્ટ તથા બાણસાગર સિંચાઈ યોજના સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની નવીન પહેલોથી ખેડૂતોને લાભ થશે અને તેમની આવક વધારવામાં મદદ મળશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ફક્ત તાત્કાલિક રાજકીય લાભ માટે ઉઠાવેલા પગલાંથી દેશની સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ નહીં મળે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ખર્ચ કરતાં દોઢ ગણી કિંમતનાં આધારે 22 પાકોની એમએસપી નિર્ધારિત કરી છે. તેમણે ખેતીવાડી ક્ષેત્ર માટે ઉઠાવેલા અન્ય ઘણાં પગલાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો.

કનેક્ટિવિટી સંબંધિત પ્રગતિની ચર્ચા કરી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પૂર્વાંચલ એક્સપ્રેસ માટે કામગીરી ઝડપથી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે, તારીઘાટ-ગાઝીપુર-મઉ પુલ પર કામ પ્રગતિ પર છે. તેમણે કહ્યું હતું કે, વારાણસી અને કોલકાતા વચ્ચે તાજેતરમાં શરૂ થયેલા જળમાર્ગોથી પણ ગાઝીપુરને લાભ મળશે. તેમણે જણાવ્યું હતું કે, આ યોજનાઓ પૂર્વાંચલ ક્ષેત્રમાં વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન મળશે.

RP



(Release ID: 1557791) Visitor Counter : 248